Aadhaar Card New Rules : આધાર કાર્ડમાં સુધારો કરવો એ પ્રક્રિયા હવે સરળ રહી નથી. કેમ કે હવેહાધર કાર્ડ માં સુધારો કરવા માટે આધારકાર્ડ ધારકે ફરજિયાત નીચે દર્શાવેલા દસ્તાવેજ રજુ કરવા પડશે.
સુધારા માટેના નિયમો થયા અઘરા | Aadhaar Card New Rules
ઉપરાંત હવે આધારકાર્ડ માં અમુક બાબતો સુધરવા માટે એક થી બે જ ચાન્સ આપવામાં આવશે તો હવે આધારકાર્ડ ધારકોને આધાર કાર્ડ માં સુધારા કરવાની પ્રક્રિયાને હલકામાં ના લેવી જોઈએ કેમ કે દિવસે ને દિવસે સરકાર નિયમો અઘરા બનાવતી જાય છે.
સુધારા માટે 1-2 જ અવસરો મળશે
યુએડીએઆઈ ના બદલાવેલ નિયમ પ્રમાણે હવે આધાર કાર્ડમાં જન્મ તારીખમાં સુધારો કરવા માટે ફક્ત એક અવસર આપવામાં આવી રહ્યો છે તેમજ નામમાં સુધારો કરવા માટે તમને ફક્ત બે અવસરો આપવામાં આવી રહ્યા છે.
સુધારા માટે નીચેની નવી પ્રક્રિયા અનુસરવી પડશે
જો તમેં તમારા આધારકાર્ડ માં જન્મ તારીખ સુધારવા માંગો છો અને તમારી ઉંમર 18 વર્ષ કરતા ઓછી છે તો તમારે જન્મનો દાખલો રજૂ કરવો પડશે.
આ ઉપરાંત જો તમારી ઉંમર 18 વર્ષ કરતા વધારે છે તો તમારે હાઇ સ્કૂલ ની માર્કશીટ અથવા લિવિંગ સર્ટિફિકેટ રજૂ કરવું પડશે પરંતુ જે લોકો હાઇ સ્કૂલ સુધી ભણેલા નથી તેઓ એ સરપંચનો લેટરપેડ રજૂ કરવો પડશે ઉપરાંત તમારા પાડોશીઓને પણ પૂછવામાં આવી શકે છે.
આ ઉપરાંત આવા લોકો કોઈ માન્ય ડોક્ટરનો ઉંમર અંગેનો પુરાવો પણ રજૂ કરી શકે છે.
જો તમે નામમાં સુધારો કરવા માંગો છો તો હવે તમારે આખું નામ સુધારવા માટે સરકારની ગજટ પ્રક્રિયા માંથી પસાર થવું પડશે.
તો હવે આધાર કાર્ડ ધારકો તેમજ અન્ય પ્રકારના પણ દસ્તાવેજ જેમ કે રાશન કાર્ડ, પાન કાર્ડ વગેરે જેવા દસ્તાવેજોમાં સુધારો કરવાનો બાકી છે તો જલ્દી જલ્દી સુધારો કરી લેજો કેમ કે સરકાર દિવસે ને દિવસે સરકારી દસ્તાવેજને લગતા નિયમોમાં ફેરફારો કરી રહી છે.
અને તમારા કોઈ પરિવાર જનો કે મિત્રોને આધારકાર્ડ માં સુધારો કરવાનો છે તેઓને આ આર્ટિકલ જરૂર શેર કર જો જેથી તેઓ ને વધારે મુશેકલી ના પડે, ધન્યવાદ.
Read More: