Aadhar card new rule: યુઆઈડીએઆઈ દ્વારા જાહેર આધાર કાર્ડને લઈને નવી જાહેરાત કરવામાં આવી છે. યુઆઈડીએઆઈ એ કહ્યું છે કે આ આધારકાર્ડ ધારકો એ તારીખ 14/09/2024 પહેલાં આધાર કાર્ડમાં સુધારો કરવાનો રહેશે નહીંતર વારંવાર સુચના નહીં આપવામાં આવે અને સીધો દંડ ફટકારવામાં આવશે.
શું છે આધાર કાર્ડ માટે નવો નિયમ | Aadhar card new rule
યુઆઈડીએઆઈ દ્વારા જાણ કરવામાં આવી છે કે ખાસ કરીને જેનું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તેવા આધારકાર્ડ ધારકોએ તારીખ 14/09/2024 પહેલા આધાર કાર્ડ માં સુધારો કરવાનો રહેશે. જો આ સમય મર્યાદા પહેલા આધાર કાર્ડ માં સુધારો નહીં કરવામાં આવે તો ત્યારબાદ આધાર કાર્ડ માં સુધારો કરવા માટે પૈસા વસૂલવામાં આવશે.
એટલે કે જે આધાર કાર્ડ ધારકો પાસે 10 વર્ષ જૂનું આધાર કાર્ડ છે તેઓ તારીખ 14/09/2024 સુધી નીશુલ્ક આધાર કાર્ડ માં સુધારો કરી શકે છે.
આધારકાર્ડમાં સુધારો ન કર્યો તો શું થશે ?
ખાસ કરીને જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે અને હજુ સુધી તમે સુધારો નથી કર્યો તો તમને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણકે હવે દરેક સરકારી કામ તેમજ બેંકના કામમાં આધારકાર્ડની જરૂર પડે છે, એવામાં જો તમે આધાર કાર્ડમાં સુધારો નહીં કરાવી હોય તો તમારું આ કામ અટકી શકે છે.
આ ઉપરાંત જો તમે લાંબા સમય સુધી આધાર કાર્ડમાં સુધારો કરતા નથી તો સરકાર આધારકાર્ડમાં સુધારો કરવાની ફી માં વધારો કરી શકે છે જેવી રીતે પણ કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરવાની બાબતમાં કર્યું હતું તે પ્રમાણે.
આધાર કાર્ડ માં સુધારો કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ
- જન્મનો દાખલો
- રેશનકાર્ડ
- બેંકની પાસબુક
- ચૂંટણી કાર્ડ
- તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
ઓનલાઇન આધાર કાર્ડ માં સુધારો કેવી રીતે કરી શકાય ?
જો તમે ઘરે બેઠા મફતમાં ઓનલાઇન આધારકાર્ડમાં સુધારો કરવા માંગો છો તો તમારે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવા પડશે.
- સૌપ્રથમ યુઆઈડીએઆઈની ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરો.
- આ વેબસાઈટ ઓપન કર્યા બાદ આધાર અપડટ વિકલ્પમાં અપડટ બાયોગ્રાફીડેટા ચેક સ્ટેટસ પર ક્લિક કરો.
- ત્યારબાદ આધાર નંબર દાખલ કરવાનો ઓપ્શન આવશે, આધાર નંબર દાખલ કરતા ની સાથે જ આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર પર ઓટીપી આવશે.
- ત્યારબાદ ડોક્યુમેન્ટ સુધારવા માટે નો ઓપ્શન આવશે તેના પર ક્લિક કરો.
- હવે તમારી સામે એક ડોક્યુમેન્ટસનું લીસ્ટ આવશે તેમાંથી તમે કોઈપણ એક ડોક્યુમેન્ટ પસંદ કરો.
- હવે પસંદ કરેલ ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- આ કાર્ય થઈ ગયા બાદ સબમીટ બટન પર ક્લિક કરો.
- આ સાથે જ આધારકાર્ડ સુધારા માટેની રસીદ તમને મળી જશે જેના ઉપયોગથી તમે આધાર કાર્ડ સુધારાનું સ્ટેટસ જોઈ શકશો.
- અરજી સબમિટ થઈ ગયા બાદ સાત થી આઠ દિવસમાં આધારકાર્ડમા સુધારો થઈ જશે.
તો આવી રીતે તમે ઘરે બેઠા ઓનલાઇન વિનામૂલ્યે આધાર કાર્ડ માં સુધારો કરી શકો છો પરંતુ તારીખ 14/09/2024 બાદ આધાર કાર્ડ માં સુધારો કરવા માટે 50 રૂપિયા ફી આપવી પડશે.