Airtel Laptop Scholarship Yojana : વિદ્યાર્થીઓને વિનામૂલ્ય લેપટોપ આપી રહ્યું છે, અહીંથી અરજી કરો

Airtel Laptop Scholarship Yojana : કોલેજમાં અભ્યાસ કરતા ખાસ કરીને જે વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર ટેકનોલોજીના અભ્યાસક્રમ સાથે જોડાયેલા છે તેવા વિદ્યાર્થીઓ માટે ભારતીય એરટેલ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્ય લેપટોપ આપવાની તેમજ અભ્યાસક્રમની ફી મા પણ સો ટકા સુધીની સ્કોલરશીપ માટેની જાહેરાત કરવામાં આવી છે. તો ચાલો જાણીએ આ સ્કોલરશીપ ની તમામ વિગતો.

કોણ કોણ લાભ લઈ શકે | Airtel Laptop Scholarship Yojana

આ સ્કોલરશીપ દ્વારા અરજી કરનાર વિદ્યાર્થી ભારતના ટોપ 50 એનઆઇઆરએફ એન્જિનિયરિંગ સંસ્થામાં ઇલેક્ટ્રોનિક સંચાર, દૂરસંચાર, કોમ્પ્યુટર સાયન્સ, ડેટા સાયન્સ, એરો સ્પેસ વગેરે ક્ષેત્રમાં અંડર ગ્રેજ્યુએટ તેમજ પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ પ્રોગ્રામના પહેલા વર્ષમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપનો લાભ મળવા પાત્ર થશે.

આ સ્કોલરશીપ પ્રોગ્રામ દ્વારા મળતા લાભ

  • લાભાર્થી વિદ્યાર્થીઓને હોસ્ટેલ માટેની ફી પણ આપવામાં આવશે.
  • કોર્સના પહેલા વર્ષે લેપટોપ આપવામાં આવશે.
  • આ સ્કોલર પ્રોગ્રામ દ્વારા અંડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને લાખમાં છે ઉપરાંત પાંચ વર્ષના ઇન્ટીગ્રેટેડ કોર્સ માટે પણ લાભ મળશે.

READ MORE : દર મહિને ₹15,000 થી ₹50,000 મળશે અને સરકાર સાથે કામ કરવાની સુવર્ણ તક, છેલ્લી તારીખ પહેલાં અહીંથી અરજી કરો

આ સ્કોલરશીપ નો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ

  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • આવકનો દાખલો
  • ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ રાશનકાર્ડ વગેરેમાંથી કોઈ એક રહેઠાણના પુરાવા તરીકે રજૂ કરવાનો રહેશે
  • ધોરણ 12 ની માર્કશીટ
  • બેંક ખાતાની પાસબુક
  • ચાલુ વર્ષનું પ્રવેશ પ્રમાણપત્ર

એરટેલ લેપટોપ સ્કોલરશીપ યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા

જો તમે આ યોજના દ્વારા ઉપર મુજબના લાભો મેળવવા ઈચ્છો છો તો તમારે ઓનલાઇન અરજી કરવી પડશે તે માટે નીચે મુજબના સ્ટેપ ફોલો કરવા પડશે.

  • સૌપ્રથમ તમારે https://www.buddy4study.com/page/bharti-airtel-scholarship વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
  • હવે આ વેબસાઈટ પર તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
  • ત્યારબાદ એપ્લાય ઓનલાઈન નામનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
  • અહીં એક અરજી ફોર્મ ખુલી જશે, આ અરજી ફોર્મ માં પૂછી લે દરેક વિગત ધ્યાનથી ભરવાની રહેશે.
  • બધી જ વિગત ભરાઈ ગયા બાદ તમારે જરૂરી બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
  • આ ઓનલાઇન અરજી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારી આ અરજીની ખરાઈ કરવામાં આવશે.
  • જો તમારા બધા જ ડોક્યુમેન્ટ અને બધી જ વિગતો સાચી ઠરશે તો તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.

આશા રાખું છું કે તમને આજની આ માહિતી પસંદ પડી હશે. જો કોઈ તમારા મિત્ર ઉપર દર્શાવેલા કોઈક કોર્ષ અભ્યાસ કરવાનો છે અને તેને લેપટોપ કે ઉપર મુજબના લાભો ને જરૂર છે તો તેને આ આર્ટીકલ શેર કરવા વિનંતી, ધન્યવાદ.

Leave a comment