અંબાલાલ પટેલની આગાહી: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી આ જિલ્લાઓમાં વરસાદની ભારે આગાહી કરી છે, આ ઉપરાંત ભારે વરસાદ રે લીધે અહીં શાળા કોલેજો પણ બંધ રાખવાનો સરકારે આદેશ કરેલો છે. ચાલો જાણીએ કે અંબાલાલ પટેલ ની આગાહી, છેલ્લા 24 કલાકમાં ક્યાં ક્યાં વરસાદ પડ્યો અને કયા વિસ્તારમાં શાળા કોલેજો બંધ કરવાનો આદેશ મળ્યો.
અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે ન્યુઝ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે આગામી 12 ઓગસ્ટ થી 16 ઓગસ્ટ સુધી સાર્વત્રિક ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતા છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બનવાને લીધે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, કપડવંજ અને આણંદમાં ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે.
આ વિસ્તારમાં બે થી સાત ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે
અંબાલાલ પટેલે આગળ જણાવ્યું કે બનાસકાંઠામાં પાંચ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે, આ ઉપરાંત ઉપર દર્શાવેલા દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં બે થી ચાર ઈંચ વરસાદ પડવાની સંભાવનાઓ છે તેમજ કચ્છ વિસ્તારમાં પણ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે તેમજ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં બે થી સાત ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા દર્શાવી છે.
આ સિવાય અંબાલાલ પટેલે સુરેન્દ્રનગરના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત માટે તો ભારે થી અધિક ભારે વરસાદની આગાહી કરી છે.
આ જિલ્લામાં શાળા કોલેજ બંધ નો આદેશ
વલસાડ જિલ્લાના વિકાસ અધિકારીએ આંગણવાડી, આઈ.ટી.આઈ, શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાને લઇ વિદ્યાર્થીઓના હિતમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે વિદ્યાર્થીઓની સલામતી માટે તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ તમને બધાને ખબર જ હશે કે દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ પડવાના લીધે કેટલાક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે તેથી આ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે NDRF ની ટીમ પણ તેનાત કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં આ 10 તાલુકામાં સૌથી વધુ વરસાદ
- નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં 9 ઈંચ
- વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં 7.28 ઈંચ
- વલસાડ જિલ્લાના વલસાડ તાલુકામાં 7 ઈંચ
- ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં 6.37 ઈંચ
- વલસાડ જિલ્લાના કપરડા તાલુકામાં 6.29 ઈંચ
- નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં 6.22 ઈંચ
- નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં 5.90 ઈંચ
- ડાંગ જિલ્લાના વઘાઈ તાલુકામાં 5.78 ઈંચ
- વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં 5.39 ઈંચ
- વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં 4.56 ઈંચ
ઉપરનો હવામાન વિભાગના ડેટામાં તમે જોઈ શકો છો કે દક્ષિણ ગુજરાતના ખાસ કરીને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો છે તેથી અહી શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે.