Bank of India New FD Rates : જે લોકો પોતાના પૈસાની બચત અથવા રોકાણ એફડી કરીને કરે છે તેના માટે એક ખુશીના સમાચાર છે કારણ કે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એફડીના નવા વ્યાજદર જાહેર કરી દેવામાં આવ્યા છે, નવા વ્યાજદર પ્રમાણે એફડી પર 7.90% જેટલું વ્યાજદર મળે છે એટલે જ નહીં બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એફડી માટે નવી યોજના પણ જાહેર કરી છે, આ યોજનાનું નામ “સ્ટાર ધન વૃદ્ધિ” રાખવામાં આવ્યું છે તો ચાલો પહેલા આ નવી સ્કીમ વિશે માહિતી મેળવી લઈએ ત્યારબાદ એફડીના નવા વ્યાજદરનું વિગતવાર લીસ્ટ જોઈ લઈએ.
“સ્ટાર ધન વૃદ્ધિ” સ્કીમની માહિતી
જે લોકો ઓછા સમય માટે પોતાના પૈસાનું રોકાણ કરવા ઈચ્છે છે તે લોકો માટે આ સ્કીમ બનાવવામાં આવી છે, આ સ્કીમમાં તમે 333 દિવસ માટે પૈસા નું રોકાણ કરી શકો છો અને તે માટે તમને નીચે મુજબ વ્યાજ આપવામાં આવશે.
- સામાન્ય લોકો માટે 7.25% વ્યાજ દર
- 60 વર્ષ કે તે વધુ ઉંમર માટે 7.75% વ્યાજ દર
- 80 વર્ષ કે તે વધુ ઉંમર માટે 7.90% વ્યાજ દર
તો ચાલો હવે બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એફડી માટે જાહેર કરાયેલા નવા વ્યાજદર વિશેની માહિતી મેળવી લઈએ, આ વ્યાજદર 1 સપેમ્બર થી લાગુ થઈ રહ્યા છે.
Bank of India New FD Rates list
પીરીયડ | સામાન્ય લોકો માટે | સિનિયર સિટીઝન લોકો માટે |
7 દિવસ થી 14 દિવસ | 3 ટકા | 3.5 ટકા |
15 દિવસ થી 30 દિવસ | 3 ટકા | 3.5 ટકા |
31 દિવસ થી 45 દિવસ | 3 ટકા | 3.5 ટકા |
46 દિવસ થી 90 દિવસ | 4.5 ટકા | 5 ટકા |
90 દિવસ થી 179 દિવસ | 4.5 ટકા | 5 ટકા |
180 દિવસ થી 210 દિવસ | 6 ટકા | 6.5 ટકા |
211 દિવસ થી 269 દિવસ | 6 ટકા | 6.5 ટકા |
269 દિવસ થી એક વર્ષ થી ઓછું | 6 ટકા | 6.5 ટકા |
એક વર્ષ | 6.80 ટકા | 7.30 ટકા |
એક વર્ષથી વધુ અને બે વર્ષથી ઓછું | 6.80 ટકા | 7.30 ટકા |
બે વર્ષ | 6.80 ટકા | 7.30 ટકા |
બે વર્ષથી વધુ અને ત્રણ વર્ષથી ઓછું | 6.75 ટકા | 7.25 ટકા |
ત્રણ વર્ષથી વધુ અને પાંચ વર્ષથી ઓછું | 6.50 ટકા | 7 ટકા |
પાંચ વર્ષથી વધુ અને આઠ વર્ષથી ઓછું | 6 ટકા | 6.50 ટકા |
આઠ વર્ષથી વધુ અને દસ વર્ષ સુધી | 6 ટકા | 6.50 ટકા |
તો મિત્રો bank of india ના સાત દિવસથી દસ વર્ષ સુધીના ફિક્સ ડિપોઝીટ પરના મળતા વ્યાજદરનું લિસ્ટ ઉપર મુજબ છે, તમે જે સમયગાળા માટે પૈસાનું રોકાણ કરવા ઈચ્છો છો તે માટે જો તમને ઉપરનું વ્યાજ દર પસંદ આવે તો તમે તે એફડી સ્કીમ માં તમારા પૈસા રોકી શકો છો, જો ઉપરની નવી સ્ટાર ધન સ્કીમ પસંદ આવી હોય તો તે સ્કીનમાં પણ તમે તમારા પૈસા રોકી શકો છો અને સારું વળતર મેળવી શકો છો, ધન્યવાદ.