BSNL Choose Your Mobile Number : હાલ બીએસએનએલ તેમના ગ્રાહકોને તેમના મંનપસંદ મોબાઈલ નંબર પસંદ કરવાની ઓફર આપી રહ્યું છે, તમને બધાને ખબર જ છે કે જ્યારથી પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ એ રિચાર્જ પ્લાનના ભાવમાં વધારો કર્યો છે ત્યારથી બીએસએનએલ ચર્ચામાં આવી ગયું છે.
હાલ પણ પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ અલગ અલગ પ્રકારની ઓફરો આપીને ગ્રાહકોને પોતાની તરફ આકર્ષવા પ્રયત્ન કરી રહી છે, એવામાં બીએસએનએલના ગ્રાહકોની સંખ્યામાં અચાનક વધારો થયો તેથી બીએસએનએલ ટેલિકોમ કંપની પણ એક્શનમાં આવી છે અને એકા એક ટાવરો પણ ઊભા કરી રહ્યું છે.
અને બીએસએનએલ તેમના ગ્રાહકોની સંખ્યા વધારવા માટે ગ્રાહકના મનપસંદ મોબાઈલ નંબર પણ ઓફર કરી રહી છે. આ ઓફર ટૂંક સમય માટે જ હશે કેમ કે હાલ એકાએક ગ્રાહક વધવાથી બીએસએનએલ આ ઓફર લાવી રહ્યું છે. એટલે હાલ વિનામૂલ્યે આ ઓફર મળી રહી છે તો તેનો ફાયદો ઉઠાવો.
BSNL Choose Your Mobile Number
બીએસએનએલના મનપસંદ મોબાઈલ નંબર સિલેક્ટ કરવા માટે તમારે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે.
- સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલ કે લેપટોપમા BSNL Choose Your Mobile Number સર્ચ કરશો એટલે જે પેલી વેબસાઈટ દેખાઈ તેના પર ક્લિક કરવાનું રહેશે.
- હવે “ચૂઝ યોર મોબાઈલ નંબર” નામના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે અહી “વેસ્ટ ઝોન” પર ક્લિક કરશો એટલે ગુજરાત રાજ્યનું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- અહી તમારે તમારો મનપસંદ નંબર સિલેક્ટ કરવાનો રહેશે.
- હવે તમારે રિઝર્વ નંબર પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમારે તમારી નજીકની બીએસએનએલ ઓફિસે જઈ તમારા મનપસંદ નંબરનું સીમ કાર્ડ મેળવી લેવાનું રહેશે.
આવી રીતે તમે ઘરે બેઠા ફક્ત એક મિનિટમાં તમારા મનપસંદ નંબર પસંદ કરી શકો, ઓફર કલોઝ થાય એ પહેલા જલ્દીથી એપ્લાય કરી દો અને આ આર્ટિકલ તમારા બધા મિત્રોને શેર કરી દો જેથી તમે બધા તમારા મનપસંદ નંબર મેળવી શકો.