Business idea 2024 : આજે હું એક એવા બિઝનેસ આઈડિયા ની વાત કરીશ જે તમારી કિસ્મતના તાળા ખોલી નાખશે, કેમકે આ બિઝનેસ દ્વારા તમે ઘરે બેઠા મહિને ₹50,000 સુધીની કમાણી કરી શકો છો, ફક્ત ઇન્ટરનેટ સુવિધા ની મદદથી. મજાની વાત તો એ છે કે કામ કરવાની કોઈ ફિક્સ કલાકો નહીં, મન પડે ત્યારે તમે કામ કરી શકો છો.
એટલે જો તમે કોઈ જોબ કરતા હોય, અભ્યાસ ચાલુ હોય કે કોઈ અન્ય ધંધો કરતા હોય તો તે કામ સાથે સાથે પણ આ બિઝનેસ કરી શકો છો. તો ચાલો હવે સીધા કામની વાત પર આવીએ.
Business idea 2024 : IRCTC Ticket Booking Agent
ભારતીય રેલવે સાથે જોડાય તમે મહિને આરામથી ₹50,000 કમાણી કરી શકો છો. કેવી રીતે ચાલો સમજાવું… જેવી રીતે રેલવે સ્ટેશન ટિકિટ બુક થાય છે તેવી જ રીતે તમારે ઘરે બેઠા તમારા મનપસંદ સમયમાં ટિકિટ બુક કરવાની છે. ફક્ત એક ટિકિટ બુક કરશો તો તમને ₹40નું કમિશન મળશે આ ઉપરાંત સર્વિસ માટે તમે ગ્રાહક પાસેથી વધારાની સર્વિસ ફી તો લઈ જ શકો છો.
તો આમ ફક્ત અને ફક્ત એક ટિકિટ બુક કરવાથી તમને ₹60-₹70 ની ચોખ્ખી કમાણી. આમ દિવસની ફક્ત 25 ટિકિટ બુક કરશો તો મહિને આરામથી ચાલીસ હજાર તો પાડી જ લેશો, અને જો થોડી વધારે મહેનત કરી દિવસની 100 ટિકિટ બુક કરશો તો મહિનાની કમાણી ક્યાં પહોંચશે તમે ખુદ જ વિચારી લો.
આ બિઝનેસના અનેક ફાયદા
- સૌપ્રથમ તો તમે ઘરે બેઠા આ બિઝનેસ કરી શકો છો.
- આ બિઝનેસ કરવા માટે કોઈ ફિક્સ કલાકો ફાળવવી પડતી નથી તમે જ્યારે ફ્રી થાવ ત્યારે આ કામ કરી શકો છો.
- શરૂઆતમાં થોડી મહેનત કરશો તો ગ્રાહકોની નજરમાં તમે આવી જશો ત્યારબાદ આ બિઝનેસમાં સાવ બેઠી આવક છે.
- આ બિઝનેસમાં આવકની કોઈ લિમિટ નથી જેટલી વધારે મહેનત કરશો તેટલી વધારે આવક થશે.
- ફોન કે મેસેજ દ્વારા જ તમને તમારા ગ્રાહકનું સંપર્ક કરી સર્વિસ આપી શકો છો.
કેવી રીતે શરૂ કરવો આ બિઝનેસ
આ બિઝનેસની શરૂઆત કરવા માટે તમારે Indian Railway Catering and Tourism Corporation (IRCTC) ના ટિકિટ બુકિંગ એજન્ટ બનવું પડશે, ટિકિટ બુકિંગ એજન્ટ સાવ સરળ છે, ચાલો તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપું.
- સૌપ્રથમ તમારે આઈ.આર.સી.ટી.સી. ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ, આઈ.આર.સી.ટી.સી. એજન્ટ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
- રજીસ્ટ્રેશન કરવા માટે તમારે આધાર કાર્ડ, પાનકાર્ડ, રહેણાંક નો પુરાવો, બેંક ખાતા ની પાસબુક વગેરે જેવા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે આ ઉપરાંત કેટલીક માહિતી દાખલ કરવાની રહેશે.
- ત્યારબાદ રજીસ્ટ્રેશન માટેની ફી આપવાની રહેશે, આ રજીસ્ટ્રેશન ફી રૂપિયા ત્રીસ હજાર ની આસપાસ હોય છે.
- ત્યારબાદ આઈ.આર.સી.ટી.સી. દ્વારા તમને સામાન્ય ટ્રેનિંગ આપવામાં આવે છે.
- આ બધી જ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આઈ.આર.સી.ટી.સી. દ્વારા તમને ટિકિટ બુકિંગ એજન્ટ નું આઈડી આપવામાં આવે છે.
- આ આઈડી મળતાની સાથે જ તમે તમારા બિઝનેસ માટે રેડી છો.
કેટલા રૂપિયાની આવક થઈ શકે ?
આ બિઝનેસમાં આવકની કોઈ લિમિટ નથી, જેટલી વધારે મહેનત કરશો તેટલી વધારે આવક થશે. ખાસ કરીને જો તમે તહેવારોની સિઝનમાં વધારે પ્રચાર અને વધારે મહેનત કરશો તો મહિને ₹60,000 થી ₹70,000 તો સરળતાથી કમાવી લેશો.
આ બિઝનેસમાં ગ્રાહકના મગજમાં એક વાર તમારું નામ છપાઈ ગયું તો તે દરેક વખતે તમારી પાસે જ ટિકિટ બુક કરાવશે અને પોતાના કોઈ મિત્ર કે પરિવારજનોની ટિકિટ પણ તમારા દ્વારા જ બુક કરાવશે જેથી દિવસે ને દિવસે તમારા ગ્રાહકોની સંખ્યામાં વધારો થતો જશે.