Dairy Farm Loan Yojana 2024: ડેરી ખોલવા માટે બેંક ₹12,00,000 સુધીની લોન આપી રહી છે, જાણો અરજી પ્રક્રિયા

Dairy Farm Loan Yojana 2024: ભારતમાં વધતી જતી વસતીને કારણે હવે બેરોજગારી પણ વધી રહી છે તેથી લોકો હવે ધંધા તરફ વળી રહ્યા છે, એવામાં કોઈ ધંધો શરૂ કરવા માટે પણ રૂપિયાની જરૂર પડે છે તેથી સરકાર કેટલીક યોજનાઓ દ્વારા પણ લોકોને ધંધો શરૂ કરવા માટે લોનની સુવિધા આપે છે, તો આજે આપણે એવી જ એક સરકારી યોજનાની વાત કરવાની છે જેમાં સરકાર ₹12,00,000 સુધીની લોન આપે છે.

Dairy Farm Loan Yojana 2024

ડેરી ફાર્મ લોન યોજના દ્વારા સરકાર એવા લોકોને લોન આપી રહી છે જે લોકો ડેરી ઉદ્યોગ શરૂ કરવા ઈચ્છે છે, આ યોજના દ્વારા લાભાર્થીને ₹12,00,000 સુધીની લોન આપવામાં આવે છે જેથી તેઓ પોતાનો ડેરી ઉદ્યોગ શરૂ કરી શકે.

ડેરી ફાર્મ લોન યોજનાના ફાયદા

ડેરી ફાર્મ યોજના દ્વારા લાભાર્થીને ₹12,00,000 સુધીની લોનની સુવિધા પૂરી પાડવામાં આવે છે આ ઉપરાંત જે લોકો દૂધ ઉત્પાદનને લઈ ધંધો શરૂ કરવા ઈચ્છે છે તેઓને સરકાર સરળતાથી લોન આપી રહી છે આ યોજનાની દ્વારા ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકો આત્મ નિર્ભર બની શકાશે.

ડેરી ફાર્મ લોન યોજનાનો લાભ કોણ લઇ શકે છે

ડેરી ફાર્મ લોન યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ જો તમારી પાસે તમારી ખુદને જમીન નથી તો તમે બેંક સાથે વાત કરી જરૂરી એગ્રીમેન્ટ સાઇન કરી લોન મેળવી શકો છો આ ઉપરાંત તમે ફરજિયાત ભારતના નાગરિક હોવા જોઈએ તેમજ આ યોજનાનો લાભ એ લોકોને જ મળવાપાત્ર છે કે જેઓ જમીન ધરાવે છે અને તેની પાસે પૂરતા જમીનના ડોક્યુમેન્ટ્સ હોય.

ડેરી ફાર્મ લોન યોજના માટે ડોક્યુમેન્ટ્સ

જો તમે આ યોજના દ્વારા ₹12,000 સુધીની લોન મેળવવા ઈચ્છો છો તો તમારી પાસે તમારું આધાર કાર્ડ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, મોબાઈલ નંબર, પાન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, રહેણાકનો પુરાવો – રહેણાંકના પુરાવા માટે તમે લાઈટ બિલ, ચૂંટણી કાર્ડ, લાઇસન્સ, રાશન કાર્ડ વગેરે માંથી કોઈ એક રજુ કરી શકો છો આ ઉપરાંત જમીનના જરૂરી દસ્તાવેજની જરૂર પડશે જેમ કે 7-12 અને 8-અ. હોવા જોઈએ.

કઈ બેંક દ્વારા લોન મળશે ?

હાલ આજની તારીખે SBI, HDFC Bank, BOB Bank, પંજાબ નેશનલ બેંક, ICICI Bank, Central Bank of India, ફેડરલ બેન્ક અને કેનેરા બેંક દ્વારા લોન મેળવી શકો છો.

ડેરી ફાર્મ લોન યોજના વ્યાજ દર

Dairy Farm Loan Yojana માટેનો વ્યાજદર અલગ અલગ બેંકમાં અલગ અલગ હોય છે તેથી તમે જે પણ બેંક દ્વારા લોન મેળવવા ઈચ્છો છો તે બેંકની ઓફિસિયલ વેબસાઈટ અથવા તે બેંકની મુલાકાત લઈ જાણી શકો છો.

Dairy Farm Loan Online Apply 2024

Dairy Farm Loan Yojana 2024 મા અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે સતાવાર વેબસાઈટ ઓપન કરવાની રહેશે ત્યારબાદ વેબસાઈટ ઓપન કરતા તમને ‘ઇન્ફોર્મેશનલ સેન્ટર” નામનો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ડેરી ફાર્મ લોન યોજના માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે આ અરજી ફોર્મની પીડીએફ કાઢી પૂછેલી દરેક વિગત ધ્યાનથી ભરી અને જરૂરી બધા જ ડોક્યુમેન્ટ તેની સાથે જોડી તમારી બેંકમાં સબમિટ કરવાનું રહેશે. બેંક દ્વારા તમારી અરજીની ખરાઈ કર્યા બાદ તમારી અરજી સબમિટ કરી દેશે.

Read More: Police Bharti New Update: અચાનક પોલીસ ભરતી રદ, પોલીસ વિભાગ તરફથી ASI ની જગ્યાઓ માટે આવ્યું જાહેરનામુ

Leave a comment