e NAM Portal : હવે ખેડૂતોને તેના પાકનો સારામાં સારો ભાવ મળશે અને ખેડૂતો ખેતી દ્વારા પૈસાની કમાણીમાં વધારો કરી શકશે. કેમ કે હવે ખેડૂતોને પોતાના પાકનો બેસ્ટ ભાવ ઓનલાઇન જ ઘરે બેઠા મળી જશે. જેથી ખેડૂતોને પોતાનો મોલ વેચવા કે હરાજી કરવા માટે અન્ય જગ્યાએ જવું નહીં પડે તેથી ખેડૂતોનું સમય પણ બચશે અને ખર્ચ પણ બચશે.
હવે દિવસે ન દિવસે વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ વધી રહ્યું છે તેથી ભારત સરકારે ખેડૂતોને હાલ વધતા જતા વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે જોડવાનું ખુબ સરસ પ્રયત્ન કર્યો છે. જેથી ભારત દેશના ખેડૂત મિત્ર ઘરે બેઠા જ પોતાના પાકની ઓનલાઈન હરાજે કરી શકે અને સારી કમાણી કરી શકે.
શું છે ઈ-નામ પોર્ટલ | e NAM Portal
આ કેન્દ્ર સરકારનું ઈ-નામ પોર્ટલ ખેડૂતો માટે ઈનામ સાબિત થઈ શકે છે. આ પોર્ટલ વિશેની સામાન્ય માહિતી આપું તો… આ ફોટા દ્વારા ભારતના ખેડૂતો ભારતના સમગ્ર વેપારીઓ સાથે ઓનલાઈન જોડાઈ શકશે અને પોતાના પાકને ઓનલાઇન હરાજી કરી શકશે અહી સંપૂર્ણ ભારતના વેપારીઓ હોવાથી હરાજીમાં ખેડૂતોને સારામાં સારો ભાવ મળી રહે છે.
આ પોતાના ઉપયોગથી ખેડૂત પોતાના ઘરેથી જ પોતાના પાકની ઓનલાઇન હરાજી કરી શકશે. અને પોતાના પાકની હરાજી થઈ જતા પૈસા સીધા બેંક ખાતામાં ટ્રાન્સફર થઇ જશે.
e NAM નું પૂરું નામ નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ છે, આ પોર્ટલના ફાયદા અને આ પોર્ટલ નો ઉપયોગ કેવી રીતે કરવો તેની માહિતી નીચે મુજબ છે.
Read More:
- Unique Business Idea 2024: રોકાણના પૈસા લોકો સામેથી આપશે, મહિને ₹1,00,000ની કમાણી આપશે આ યુનિક બિઝનેસ
- Nabard Dairy Loan 2024: લોન સાથે સાથે ચાર લાખ રૂપિયાની સબસીડી પણ મળશે, જાણો કેવી રીતે
ઈ-નામ પોર્ટલ ના ફાયદાઓ
- આ પોર્ટલ ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે તેથી વિશ્વસનીય છે.
- આ પોર્ટલ પર પાકની હરાજી કરવાથી ખેડૂતોનો સમય અને પૈસાની બચત થાય છે.
- પાકની હરાજી થઈ ગયા બાદ પૈસા સીધા ખેડૂતના બેંકમાં આવી જાય છે.
- ખેડૂતો ઘરે બેઠા સરળતા થી આ પોર્ટલ નો ઉપયોગ કરી શકે છે.
ઈ-નામ પોર્ટલનો ઉપયોગ કેવી રીતે કરવો?
- ઈ-નામ પોર્ટલનો ઉપયોગ કરવા માટે તમારે સૌ પ્રથમ “e NAM” સર્ચ કરવાનું રહેશે.
- હવે અહીં સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા કરવાની રહેશે, રજીસ્ટ્રેશન ની પ્રક્રિયામાં મોબાઈલ નંબર, આધાર કાર્ડ જેવી માહિતી પૂછી શકે છે.
- રજીસ્ટ્રેશન થઇ ગયા બાદ ખેડૂતે પોતાના પાકની વિગત આપવાની રહેશે જેમકે પાકનું નામ, પાકનો જથ્થો વગેરે વગેરે.
- આટલું થઈ ગયા બાદ ખેડૂત પોતાના પાકને હરાજી માટે મૂકી શકે છે.
- અહીં જે વેપારીઓ તમારો પાક ખરીદવા રુચિ ધરાવે છે તેઓ તમારા પાક પર હરાજી કરશે.
- પાક વેચાઈ જતા ખેડૂતને મળવાપાત્ર રૂપિયા તેના ખાતામાં મોકલી દેવામાં આવશે.
આ રીતે હવે ખેડૂતો ઓનલાઇન જગતમાં આવી પોતાના પાકની હરાજી દ્વારા સારી એવી આવક મેળવી શકે છે. શું તમે આ પોર્ટલના માધ્યમથી તમારા પાકની ઓનલાઈન હરાજી કરશો ? કૉમેન્ટ કરી જરૂર જણાવજો, ધન્યવાદ.