Easy business idea : ફક્ત એક વાર રૂપિયા 50,000 નું રોકાણ કરી તમે દર મહિને રૂપિયા 50,000 ને કમાણી કરી શકો છો. એ પણ સાવ સરળતાથી, કેમ કે અહીં તમને સંપૂર્ણ બિઝનેસ પ્લાન સમજાવવામાં આવશે. તમારે ફક્ત આ બિઝનેસ પ્લાન પર કામ કરવાની જરૂર પડશે. તો વધારે તમારો ટાઈમ વેસ્ટ કરવા નથી ચાલો સીધા કામની વાત પર આવીએ.
Easy business idea: રેફ્રિજરેટર સાથેની ઈલેક્ટ્રીક રીક્ષા
હાલ આ બિઝનેસ પર ખૂબ ઓછી સ્પર્ધા જોવા મળી રહી છે. તો તમે આ તકનો લાભ લઈ ખુબ પૈસા કમાવી શકો છો, લોકો તમને જોઈ અને તમારા આ બિઝનેસને કોપી કરે એ પહેલા તો તમે આ બિઝનેસના માસ્ટર બની જશો. હું વાત કરી રહ્યો છું, ઈ રીક્ષા રેફ્રિજરેટર દ્વારા સામગ્રી વેચવાની. આ બિઝનેસના પ્લાન પહેલા જોઈ લઈએ કે આ બિઝનેસના ફાયદા શું છે.
આ બિઝનેસના ફાયદાઓ
- સૌથી મોટો ફાયદો તો એ જ છે કે રેફ્રિજરેટર સાથેની ઈલેક્ટ્રીક રીક્ષા માત્ર રૂપિયા 50,000 માં મળી રહે છે.
- બીજો સૌથી મોટો લાભ એ છે કે હાલ સરકાર ઇલેક્ટ્રીક વાહનને વધારે પ્રોત્સાહિત કરવા અલગ અલગ યોજના દ્વારા ઇલેક્ટ્રીક વાહન પર સબસીડી આપે છે. રેફ્રિજરેટર સાથેનું ઈલેક્ટ્રીક રીક્ષા ખૂબ ઓછા રૂપિયામાં મળી જશે.
- આ ઉપરાંત આપણું આ વાહન ઈલેક્ટ્રીક હોવાથી પેટ્રોલ-ડીઝલના વધારાના ખર્ચ કરવા પડતા નથી.
- આપણે આપણો સામાન વાહન દ્વારા વેચતા હોવાથી દરેક ભીડભાળવાળી જગ્યાએ સરળતાથી પહોંચી શકે છે અને વધુમાં વધુ સામગ્રી વેચી શકીએ છીએ.
- સવાર સવારના સમયમાં દૂધ, દહીં, છાશ અને તાજા શાકભાજી અને ફળો તેમજ બપોર અને સાંજના સમયમાં આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ અને ગોલા વેચી મોટી માત્રામાં પૈસા કમાવી શકો છો.
કેવી રીતે શરૂ કરવો આ બિઝનેસ
સૌપ્રથમ તો તમારે રેફ્રિજરેટર સાથેનું ઇલેક્ટ્રિક રીક્ષા ખરીદવાનું રહેશે જે બજારમાં રૂપિયા 50 હજાર સુધીમાં મળી જાય છે. હવે તમારે સવાર સવારમાં તાજા શાકભાજી અને ફળો તેમજ દૂધ, દહીં, છાશ વગેરે જેવી સામગ્રી રાખવાની છે.
આ સામગ્રી વેચવા માટે તમારે તમારી રીક્ષાની એવી સજાવટ કરવાની છે કે લોકોને તમારી રીક્ષા જોઈને જ સામગ્રીની મીઠી સુગંધ આવવા લાગે, ખાસ કરીને સ્વચ્છતા એવી રાખો કે લોકો સામેથી તમારી સ્વચ્છતાના વખાણ કરે.
હવે સવારમાં આ સામગ્રી વેચવા માટે, જે વિસ્તારમાં લોકો રનીંગ કે કસરત કરવા માટે આવે છે ત્યાં તમારે તાજા ફળો તેમજ દૂધ, દહીં, છાશ વેચવા નીકળવું કેમ કે આ લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોય છે તેથી તાજા ફળો અને દૂધની બનાવટો ની ખરીદી વધુ કરે છે તેમજ લીલા શાકભાજીની પણ ખરીદી કરે છે.
આ ઉપરાંત તમે શેરી મહોલ્લા કે સોસાયટીમાં ઘરે-ઘરે આ સામગ્રી વેચી શકો છો. લોકોને સવારમાં તાજી ઠંડી શાકભાજી ઘરે બેઠા મળી જાય તો શા માટે અન્ય જગ્યાએ થી વસ્તુ ખરીદે… સાચું ને.
આ ઉપરાંત બપોર કે સાંજના સમયે શાળા કોલેજોએ બ્રેકના કે રજાના સમયે તમે આઈસ્ક્રીમ, કોલ્ડ્રીંક્સ વગેરે સરળતાથી વેચી શકો છો અહીં તો તમે ખૂબ જ મોટી માત્રામાં પૈસા કમાવી લેશો. આ ઉપરાંત અન્ય ભીડવાળી જગ્યાએ તમે આ ઠંડી સામગ્રી વેચી શકો છો.
કેટલા રોકાણ પર કેટલી આવક
રેફ્રિજરેટર સાથેની ઇલેક્ટ્રિક રીક્ષા પર એકવાર ખર્ચ કર્યા બાદ તમારે ફક્ત રોજબરોજની સામગ્રી પર જ ખર્ચ કરવાનો રહેશે અને જો તમે ગ્રાહકોને સારી ક્વોલિટી આપો છો તેમ જ સારી સર્વિસ આપો છો તો આ બિઝનેસ દ્વારા સરળતાથી રૂપિયા 50,000 કમાવી શકો છો
Read More: