Free Silai Machine Yojana 2024 : એકદમ મફતમાં સિલાઈ મશીન આપવામાં આવી રહ્યા છે મહિલાઓને, પરંતુ ફક્ત 50 હજાર મહિલાઓને જ ફ્રીમાં સિલાઈ મશીન આપવામાં આવશે તો ઝડપથી આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવી આ યોજના માટે અરજી કરી દો. તો ચાલો જાણીએ આ યોજના વિશે માહિતી જેમકે, આ યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી દસ્તાવેજ, કોણ આ યોજનાનો લાભ લઈ શકે છે તેમજ અન્ય જરૂરી વિગતો.
ફ્રી સિલાઈ મશીન યોજના 2024 | Free Silai Machine Yojana 2024
આ યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, તેવી જ રીતે આ યોજના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મુકાયેલ પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ કાર્યરત છે. આ યોજના દ્વારા ₹50,000 મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવાનો લક્ષ્યાંક રાખેલ છે.
ફ્રી સિલાઈ મશીન યોજના 2024 દ્વારા મળતું સહાય ધોરણ
- આ યોજના દ્વારા ભારતની પચાસ હજાર મહિલાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે.
- સિલાઈ મશીનના ઉપયોગથી બહેનો ઘરે બેઠા કામ કરી પરિવારની આર્થિક મદદ કરી શકે છે.
- આ યોજના દ્વારા મળતા સિલાઈ મશીનના ઉપયોગથી બહેનો આત્મ નિર્ભર બને છે.
- આર્થિક રીતે પછાત વર્ગ માટે આ મફતમાં મળતું સિલાઈ મશીન વરદાનરૂપ સાબિત થાય છે.
આ યોજનાનો લાભ લેવા માટે તમારે નીચેની શરતો પાલન કરવું પડશે
- 20 થી 40 વર્ષની ઉંમરની મહિલાઓને જ આ યોજના દ્વારા મફતમાં સિલાઈ મશીન મળશે.
- આ ઉપરાંત લાભ લેનાર મહિલાના કુટુંબની વાર્ષિક આવક એક લાખ રૂપિયા કરતા વધારે ન હોવી જોઈએ.
- જે મહિના આ યોજના દ્વારા મફતમાં સિલાઈ મશીન મેળવવા ઈચ્છે છે તે મહિલાના કુટુંબમાં કોઈપણ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જોઈએ.
- આ યોજનાનો લાભ આર્થિક રીતે પછાત મહિલાઓને જ આપવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટસ
- લાભાર્થી મહિલાનો ઉંમરનો પુરાવો
- પરિવારની વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો, રહેઠાણના પુરાવા માટે તમે રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, લાઈટ બિલ, લાયસન્સ વગેરેમાંથી કોઈ એક રજૂ કરી શકો છો
- તાજેતરનું પાસપોર્ટ સાઇઝનો ફોટો
- આધારકાર્ડ
- મોબાઈલ નંબર
અરજી કેવી રીતે કરવી ?
આ યોજનાનો લાભ લેવા માટે તમારે સૌ પ્રથમ ફ્રી સિલાઈ મશીન યોજના માટેની ઓફિસિયલ વેબસાઈટ પર જવાનું રહેશે ત્યારબાદ અહીં રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ ની મદદ થી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
ત્યારબાદ આ યોજના માટેનું અરજી ફોર્મ ભરવાનું રહેશે, અરજી ફોર્મ માં પૂછેલી દરેક વિગત ભરાઈ ગયા બાદ તમારે જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે. હવે ડોક્યુમેન્ટ્સ અપલોડ થઈ ગયા બાદ તમારે સબમીટ બટન પર ક્લિક કરવાનો રહેશે.
આ એપ્લિકેશન ફોર્મ ભરાઈ ગયા બાદ તમારે એપ્લિકેશન નંબર નોંધ રાખવાના રહેશે.
Read More: