Gas Cylinder Expiry Date: આ રીતે ચેક કરો તમારા ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ અને મોટી દુર્ઘટના થી બચો.

Gas Cylinder Expiry Date: મિત્રો આજની માહિતી તમને મોટી દુર્ઘટનાથી બચાવી શકશે. કારણ કે આપણે રોજબરોજની જિંદગીમાં ગેસ સિલિન્ડરનો ઉપયોગ તો કરીએ જ છીએ પરંતુ આપણને એ જાણકારી હોતી નથી કે ગેસ સિલિન્ડરને પણ એક્સપાયરી ડેટ હોય છે. જી હા, તમે સાચો વાચ્યું ગેસ સિલિન્ડરની પણ એક્સપાયરી ડેટ હોય છે. આજે આપણે આ લેખમાં ગેસ સિલિન્ડર એક્સપાયરી ડેટ કેવી રીતે ચેક કરવી તેના વિશે માહિતી મેળવીશું. કારણ કે ગેસ સિલિન્ડરમાં અન્ય વસ્તુઓની જેમ સીધે સીધે એક્સપાયરી ડેટ લખેલી હોતી નથી.

આપણે રોજબરોજની જિંદગીમાં વાપરતા નાની મોટી વસ્તુઓ જેમ કે સાબુ, શેમ્પૂ, તેલ વગેરેની ખરીદી કરીએ છીએ ત્યારે પણ એક્સપાયરી ડેટ ચેક કરીને જ ખરીદીએ છીએ. પરંતુ જ્યારે સિલિન્ડરની વાત આવે ત્યારે આપણને ખ્યાલ પણ હોતો નથી કે ગેસ સિલિન્ડરની પણ એક્સપાયરી ડેટ હોય છે તો ગેસ સિલિન્ડરની એક્સપાયરીટેડ ચેક કરવાની વાત જ દૂર રહી. આપણે આ લાપરવાહી ક્યારેક મોટી દુર્ઘટના સર્જે છે અને મોટું જાનહાનિ પણ થઈ શકે છે. તો ચાલો જાણીએ કે સિલિન્ડરની એક્સપાયરી ડેટ કઈ રીતે ચેક કરવી.

આંકડાઓને આ રીતે ઉકેલો | Gas Cylinder Expiry Date

તમે ઘરેલુ વપરાશ માટે વપરાતા ગેસ સિલિન્ડરમાં A-24, B-24, C-24 કે D-24 આ મુજબના આંકડાઓ અને અક્ષરો જોયેલા જ હશે. આ આંકડાઓ અને અક્ષરો જ તમારા ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ સૂચવે છે, કેવી રીતે… ચાલો સમજાવું.

ગેસ સિલિન્ડરમાં આ ચિન્હોમાં આગળ જે એબીસીડી ના અક્ષરો લખેલા હોય છે તે મહિનાઓ દર્શાવે છે. જેમકે…

  • A એ જાન્યુઆરી થી માર્ચ સુધીનું સમયગાળો દર્શાવે છે
  • B એ એપ્રિલ થી જૂન સુધીનો સમયગાળો દર્શાવે છે
  • C એ ઓગસ્ટ થી સપ્ટેમ્બર સુધીનો સમયગાળો દર્શાવે છે
  • D એ ઓક્ટોબર થી ડિસેમ્બર સુધીનો સમયગાળો દર્શાવે છે

આ ઉપરાંત જે પાછળ આંકડાઓ લખેલા છે તે વર્ષ દર્શાવે છે, જેમ કે..

  • 24 એ 2024 નું વર્ષ દર્શાવે છે
  • 25 એ 2025 નું વર્ષ દર્શાવે છે
  • 26 એ 2026 નું વર્ષ દર્શાવે છે

આવી રીતે પાછળના આંકડા વર્ષ દર્શાવે છે. હવે તમને તમારા ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરવી છે તો કેવી રીતે કરવી… એ એક ઉદાહરણ દ્વારા સમજીએ.

માની લો કે તમારા ગેસ સિલિનરમાં A-24 લખેલ છે તો A એટલે જાન્યુઆરીથી માર્ચ સુધીનો સમયગાળો અને 24 એટલે 2024 નું વર્ષ. તો તમારા ગેસ સિલિન્ડર માર્ચ 2024 સુધી જ વાપરવા યોગ્ય છે.

આ ઉપરાંત તમે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ ની સત્તાવાર વેબસાઈટનો ઉપયોગ કરીને પણ તમે તમારા ગેસની એક્સપાયરી ડેટ ચેક કરી શકો છો.

આશા રાખું છું મિત્રો કે આજની આ માહિતી તમારા માટે ઉપયોગી બની હશે અને તમને કંઈક નવું જાણવા મળ્યું હશે. તો જલ્દીથી તમે તમારા ગેસે સિલેન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરી લો અને આ આર્ટીકલ તમારા મિત્રોને શેર કરી તેને પણ તેના ગેસ સિલિન્ડરની એક્સપાયરી ડેટ ચેક કરવાની રીત શિખવો, ધન્યવાદ.

Leave a comment