Good news for BSNL customer : BSNL ટેલિકોમ કંપનીનું સીમ વાપરવા વાળાની એક જ ફરિયાદ હતી કે રિચાર્જ પ્લાન તો સસ્તા છે પરંતુ નેટવર્ક જ નથી મળતું તો સસ્તા રિચાર્જ પ્લાન શું કામ ના. પણ BSNL ટેલિકોમ કંપનીના ગ્રાહકોને હવે આ ચિંતા કરવાની જરૂર નહીં પડે કારણ કે ખુદ કેન્દ્રીય મંત્રી દ્વારા આ સમસ્યા વિશેના સમાધાન વિશે જણાવવામાં આવ્યું છે. તો એવું લાગી રહ્યું છે કે આ મોંઘવારીના દિવસોમાં ફરી સસ્તા રિચાર્જ પ્લાનના દિવસો આવવાના.
કેન્દ્રીય દૂર સંચાર મંત્રીના શબ્દો | Good news for BSNL customer
આપણા દેશના કેન્દ્રીય દૂર સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય એ જણાવ્યું કે આપણું દેશી BSNL નું 4g નેટવર્ક તૈયાર જ છે, હાલ તો ભારતના અમુક વિસ્તારમાં જ ઉપલબ્ધ છે પરંતુ થોડા જ મહિનામાં આખા ભારત દેશમાં BSNL નું 4g નેટવર્ક ઉપલબ્ધ થઈ જશે, છેલ્લા થોડાક દિવસોમાં BSNL ના ગ્રાહકો એકાએક વધી રહ્યા છે તેથી હવે થોડા જ મહિનામાં આખા દેશમાં 4g નેટવર્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે.
આ ઉપરાંત વધુમાં કેન્દ્રીય દૂર સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય એ જણાવ્યું કે BSNL ના 4g નેટવર્કને પણ 5g મા બદલવાનું કાર્ય શરું થઈ ચૂક્યું છે ટૂંક સમયમાં BSNL ના ગ્રાહકોને 5g નેટવર્કની સુવિધા પણ મળતી થઈ જશે.
શા માટે બીએસએએલ ના કાર્યમાં વિલંબ થાય છે ?
આ સવાલનો જવાબ આપતા કેન્દ્રીય દૂર સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય એ જણાવ્યું કે આપણા પ્રધાન મંત્રી શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો સંકલ્પ લીધો તેથી સ્વદેશી ટેલિકોમ કંપની BSNL મા તેઓ કોઈ વિદેશી સામગ્રીનો ઉપયોગ કરવા ઈચ્છતા ન હતા. તેથી જ સ્વદેશી ટેલિકોમ કંપની BSNL અન્ય પ્રાઇવેટ ટેલિકોમ કંપની જેમ કે વોડાફોન આઈડિયા, એરટેલ અને જીઓ સાથે સાથે 4g નેટવર્ક ઉપલબ્ધ ના કરી શક્યું.
આ ઉપરાંત વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સંકલ્પ છે કે ઇન્ડિયા પોતાનો 4g સ્ટેક, કોર સિસ્ટમ કે ટાવર વિકસિત કરશે. જેને રેડિયેશન ઍક્સેસ નેટવર્ક કહેવામાં આવશે.
બીએસએએલ ના એક લાખ ટાવર ઊભા થશે
કેન્દ્રીય દૂર સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય વધુમાં જણાવે છે કે અમે 2024 ના 10માં મહિના સુધીમાં બીએસએએલના 80,000 4g ટાવર ઊભા કરી દેશું અને 2025 ના ત્રીજા મહિના સુધીમાં વધારાના એકવીસ હજાર ફોર જી ટાવર ઊભા કરી દેશું. આમ ટોટલ એક લાખ જેટલા બીએસએએલના ટાવર ઊભા થઈ જશે.
તો બીએસએએલ ના ગ્રાહકો જણાવશો કે આ સમાચાર સાંભળી તમે ખુશ છો કે તમે વોડાફોન આઈડિયા, એરટેલ કે જીઓ સાથે જોડાવવા ઈચ્છો છો. આવી જ રીતે સરકારી સમાચારની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.