Ganga svarupa Yojana : 15,66,204 વિધવા મહિલાઓને ગંગા સ્વરૂપા યોજના દ્વારા દર મહિને 1250 રૂપિયા ની સહાય આપવામાં આવે છે પરંતુ આ યોજનાના લાભ માટે મહિલાઓને દર વર્ષે પુનઃ લગ્ન કર્યા નથી તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવું પડતું હતું અને આ પ્રમાણપત્ર કઢાવવા સરકારી દફતરોના ધક્કા ખાવા પડતા હતા.
પરંતુ હાલ જ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે હવે ગંગા સ્વરૂપા યોજનાના આ લાભાર્થીઓને દર વર્ષે પુનઃ લગ્ન કર્યા નથી તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાની જરૂર નથી. આ લાભાર્થીઓને સરકાર ઘરે બેઠા દર મહિને 1250 રૂપિયાની સહાય આપશે.
સરકારની જાહેરાત | Good news for Ganga svarupa Yojana
જાહેરાતમાં જણાવવામાં આવ્યું છે કે 50 કે તેથી વધુ વયની વિધવા મહિલાઓને હવે દર વર્ષે પુનઃ લગ્ન કર્યા નથી તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાની જરૂર નથી તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાની જરૂર નથી આ ઉપરાંત હયાતીનું પ્રમાણપત્ર પણ રજૂ કરવાની જરૂર નથી. 50 વર્ષ કે તેથી વધુ વયની વિધવા મહિલાઓને ઘરે બેઠા દર મહિને ₹1,250 ની સહાય આપવામાં આવશે.
મોટી ઉંમરે લાભાર્થી મહિલાઓને સરકારી ઓફિસના ધકાનો ખાવા પડે તે માટે સરકારે મોટી ઉંમરની મહિલાઓના હિતને ધ્યાનમાં લઇ આ મહત્વનો નિર્ણય લીધો છે.
ટૂંક સમયમાં પરિપત્ર જાહેર થશે
સરકાર દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે એટલે હવે 7-8 દિવસમા જ રાજ્યના સામાજિક ન્યાય અને કલ્યાણ વિભાગ દ્વારા આ અંગેનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવશે.
શું છે ગંગા સ્વરૂપા યોજના ?
ગંગા સ્વરૂપા યોજનાની શરૂઆત તે જ સમયે થઈ ગઈ હતી જ્યારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા. આ યોજના દ્વારા 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની વિધવા માતા-બહેનોને દર મહિને રૂપિયા 1,250 ની આર્થિક સહાય આપવામાં આવે છે.
આ યોજના માટે સરકાર દર મહિને 205 કરોડ રૂપિયાની રકમ ફાળવે છે. દર મહિને ગુજરાતમાં 15,66,204 વિધવા માતા-બહેનોને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
આશા રાખું છું કે અમારા દ્વારા અપાયેલી આજની આ માહિતી તમને મદદરૂપ થઈ હશે અને જે પણ મહિલાઓ ગંગા સ્વરૂપા યોજના નો લાભ મેળવી રહી છે તે મહિલાઓને આ યોજના ના આ નવા સમાચાર પહોંચાડવા માટે અમારો આ આર્ટીકલ તમારા વોટસએપ ગ્રુપમાં શેર કરવા વિનંતી, ધન્યવાદ.