Government App List : તમને બધાને ખબર જ છે કે સરકારી કામ કરવા માટે સરકારી દફ્તરોના ધક્કા ખાવા પડે છે પરંતુ જો તમે તમારા મોબાઇલમાં નીચે દર્શાવેલી સાથ સરકારી એપ્સ ડાઉનલોડ કરી લેશો તો તમારા 80% ધક્કા બંધ થઈ જશે અને ઘરે બેઠા જ મોબાઈલ દ્વારા જ ઘણા સરકારી કામો કરી શકશો, તો વધારે ટાઈમ બગાડવો નથી સીધા કામની વાત પર આવીએ.
Top 7 Government App List
- mAadhar
- Mera Ration 2.0
- Aayushyaman App
- Voter Helpline
- JanSamarth
- UMANG
- DigiLocker
mAadhar
જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમારે પ્લે સ્ટોર પર જાય આ સરકારી એપ ડાઉનલોડ કરવી જ જોઈએ કારણ કે આ એપની મદદથી તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો, જ્યારે ઇમરજન્સીમાં આધાર કાર્ડ ના હોય ત્યારે આ એપ્લિકેશન ખૂબ જ મદદરૂપ થાય છે. ઉપરાંત આ એપ્લિકેશનની મદદથી તમે તમારા આધાર કાર્ડનું પીવીસી સ્વરૂપ પણ ઓર્ડર કરી શકો છો.
જો તમે તમારા આધાર કાર્ડમાં સરનામાં બદલવા ઇચ્છતા હોય તો તમે આ એપની મદદથી સુધારી શકો છો. આ ઉપરાંત પણ જો તમે આ એપ ડાઉનલોડ કરશો તો તમને ઘણી બધી અન્ય સુવિધાઓ પણ જોવા મળી જશે.
Mera Ration 2.0
જો તમારી પાસે રાશનકાર્ડ છે તો તમારા મોબાઇલમાં આ એપ જરૂર હોવી જોઈએ, આ એપમાં મળતી સુવિધા ની યાદી નીચે મુજબ છે.
- આ એપની મદદથી તમે તમારા રાશનકાર્ડનું ડિજિટલ સ્વરૂપ ડાઉનલોડ કરી શકો છો.
- રાશનકાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેરો હોય તો આ એપની મદદ થી ઉમેરી શકો છો.
- રાશનકાર્ડનું સ્ટેટસ ચેક કરી શકો છો
- રાશન કાર્ડ નું ઈ-કેવાયસી કરી શકો છો
આ ઉપરાંત પણ તમે આ એપ ડાઉનલોડ કરશો એટલે તમને બીજી ઘણી બધી સુવિધાઓ જોવા મળી જશે, ચાલો હવે ત્રીજી એપ વિશે માહિતી જોઈએ.
Aayushyaman App
આ એપ પણ ભારત સરકાર દ્વારા જ લોન્ચ કરવામાં આવી છે, જો તમે આ એપ ડાઉનલોડ કરો છો તો તમે આ એપની મદદથી ફક્ત બે જ મિનિટમાં આયુષ્યમાન કાર્ડ બનાવી શકો છો અને મફતમાં 5 લાખ રૂપિયા સુધીનો ઈલાજ કરાવી શકો છો.
Voter Helpline
આ એપ પણ ભારત સરકાર દ્વારા જ લોન્ચ કરવામાં આવી છે, જો તમારી પાસે ચૂંટણી કાર્ડ છે અને ચૂંટણી કાર્ડ ને લગતા કામ માટે તમારે સરકારી દફ્તારોના ધક્કા નથી ખાવા અને ઘરે બેઠા જ આ કાર્યો કરવા છે તો તમારે આ એપ જરૂર ડાઉનલોડ કરવી જોઈએ.
આ વોટર એપ ની મદદથી તમે ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શકો છો તેમજ આ એપ ની મદદ થી તમે ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો આ ઉપરાંત વોટર લીસ્ટ પણ ડાઉનલોડ કરી શકો છો. આ ઉપરાંત અન્ય ઘણી બધી સેવાઓ આ એપ માં જોવા મળે છે.
JanSamarth
જન સમર્થ નામની આ સરકારી એમ તમને નાણાકીય સુવિધા પૂરી પાડે છે, આ એપની મદદથી વપરાશ કરતા લોન મેળવી શકે છે. આ એપ ને મદદ થી તમને એજ્યુકેશનલ લોન, બિઝનેસ લોન, એગ્રી લોન વગેરે પ્રકારની લોન મળી રહે છે તો જો તમે સરકાર પાસેથી લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારે આ એપ જરૂર ડાઉનલોડ કરવી જોઈએ.
UMANG
ભારત સરકારની આ એપની વાત કરું તો આ એપમાં તમને ભારત સરકાર દ્વારા નોંધ કરવામાં આવતી દરેક યોજનાઓ વિશેની માહિતી મળી રહે છે તેમજ આ યોજના માટે તમે આ એપની મદદથી જ અરજી કરી શકો છો તેમજ તમે જે યોજનામાં અરજી કરવા ઈચ્છો છો તે યોજનાની સંપૂર્ણ માહિતી જેમકે જરૂરી ડોક્યુમેન્ટ, મળવા પાત્ર લાભ, જે તે યોજનાની શરતો અને નિયમો વગેરે જેવી સંપૂર્ણ માહિતી મળી રહે છે.
DigiLocker
ભારતના દરેક નાગરિક પાસે પોતાના ઘણા બધા દસ્તાવેજો હોય છે હવે દરેક જગ્યાએ તે દરેક દસ્તાવેજ ને સાથે લઈને ફરી શકતા નથી તેથી ભારત સરકાર દ્વારા ડીજીલોકર નામની એપ લોન્ચ કરવામાં આવી.
આ એપ ની મદદથી તમે તમારા દસ્તાવેજ આ એપ માં સાચવી શકો છો તેમજ જરૂર પડ્યે ડાઉનલોડ કરી શકો છો. આ એપ માં દસ્તાવેજ અપલોડ કરવા માટે 1 જીબી સ્ટોરેજ પણ આપવામાં આવે છે.
આશા રાખું છું કે ઉપરની માહિતી તમને પસંદ આવી હશે, અને આ સરકારી એપ તમારા માટે ઉપયોગી બની હશે. આવી જ રીતે મહત્વની જાણકારી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.