દરેક ગુજરાતી પાસે આ 7 સરકારી કાર્ડ હોવા જ જોઈએ, જો નથી તો તમે આ સરકારી લાભો નહીં મળે – Government Id Card List

Government Id Card List : ભારતના દરેક નાગરિક પાસે આ સાત કાર્ડ તો હોવા જ જોઈએ. કેમકે આ સાત કાર્ડ દ્વારા ઘણી બધી સરકારી સહાય મળે છે, આમાંથી એક પણ કાર્ડ જો તમારી પાસે નથી તો તમે જે તે સરકારી આર્થિક સહાયના લાભથી વંચિત રહેશો.

આ સાત કાર્ડ હોવા જ જોઈએ | Government Id Card List

અને મજાની વાત તો એ છે કે આ કાર્ડ ઘરે બેઠા ઓનલાઇન પણ બનાવી શકાય છે આ સાત સરકારી કાર્ડ વિશેની સામાન્ય માહિતી નીચે આપેલી છે તો ચાલો વધારે સમય બગાડવો નથી અને સીધા કામની વાત પર આવીએ.

1. Kisan Credit Card

મિત્રો ભારત સરકારે ભારતના ખેડૂતો માટે કિસાન ક્રેડિટ કાર્ડ બનાવ્યું છે જો આ કાર્ડ ખેડૂતો કઢાવે છે તો તેને સરકાર તરફથી ઘણા બધા લાભો મળવા પાત્ર થશે. જેમ કે,

જે ખેડૂત પાસે કિસાન ક્રેડિટ કાર્ડ છે તે ખેડૂતને ભારત સરકાર દ્વારા કોઈપણ પ્રકારની ગેરંટી વગર અને દસ્તાવેજ વગર સરળતાથી ₹1,60,000 સુધીની લોન મળે છે. આ ઉપરાંત ફસલ વીમા યોજનાનો પણ લાભ મળે છે.

આ ઉપરાંત કોઈ કારણોસર ખેડૂતનું દેહાંત થાય છે કે કોઈ ડિસેબિલિટી થાય છે તો ભારત સરકાર દ્વારા રૂપિયા 50 હજારની સહાય આપવામાં આવે છે.

આ કાર્ડ બનાવવું પણ સાવ સરળ છે, તમારે ફક્ત તમારી નજીકની બેંકે જવાનું છે અને આ કાર્ડ માટેનું ફોર્મ ભરવાનું છે તમને થોડા જ દિવસમાં કિસાન ક્રેડિટ કાર્ડ મળી જશે અને આ કાર્ડ દ્વારા મળતા લાભ પણ મળતા થઈ જશે.

2. e-Shram Card

આજકાલ ઈ શ્રમ કાર્ડ બનાવવું ખૂબ જ જરૂરી થઈ ગયું છે. જો તમે એક શ્રમિક છો તો તમારી પાસે આ કાર્ડ હોવું જ જોઈએ.

જો કોઈ શ્રમિક પાસે આ કાર્ડ છે તો ને ભારત સરકાર તરફથી મહિને ₹3,000 સુધીનું પેન્શન પણ મળી શકે છે. આ ઉપરાંત કોઈ આપતકાલીન પરિસ્થિતિ આવે ત્યારે ભારત સરકાર આ કાર્ડ દ્વારા જ શ્રમિકોની આર્થિક સહાય કરે છે.

આ ઉપરાંત તમને ખ્યાલ જ હશે કે 2019-20 ની પરિસ્થિતિ માં સરકારે આ કાર્ડ દ્વારા જ શ્રમિકો ની આર્થિક સહાય કરી હતી.

આ કાર્ડ કઢાવવું સાવ સહેલું છેતમે ઘરે બેઠા ઓનલાઇન જ આ કાર્ડ કઢાવી શકો છો.

3. AABHA Card

આભા કાર્ડ માં તમારા સ્વાસ્થ્ય ને લગતી તમામ જાણકારી રહેલી હોય છે એટલે જેની પાસે આ કાર્ડ છે તેને અલગ અલગ હેલ્થ માટેની ફાઈલ લઈને ફરવું પડતું નથી.

આ ઉપરાંત આ કાર્ડની મદદથી સ્વાસ્થ્ય બીમા સરાતાથી મળી જાય છે, ઉપરાંત જ્યારે તમે દાક્તર પાસે હેલ્થ ચેકઅપ માટે જાઓ જો અને જો તમારી પાસે આ કાર્ડ છે તો ડોક્ટર પાસે અમુક સેકંડ માં જ તમારા સ્વાસ્થ્યને લગતી જાણકારી આવી જશે.

આ કાર્ડ પણ તમે ઘરે બેઠા ઓનલાઇન જ એકદમ મફત માં બનાવી શકો છો.

4. Ayushman Card

આયુષ્માન કાર્ડ વિશે તો તમને બધાને ખબર જ હશે. છતાં એક ટૂંકમાં માહિતી આપી દવ…આયુષ્માન કાર્ડ એક હેલ્થ આઇડી કાર્ડ છે. જો તમારી પાસે આ કાર્ડ છે તો તમે માન્ય સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલમાં ₹5,00,000 સુધી મફત માં સારવાર લઈ શકો છો.

5. PM Shram Yogi Maan-dhan Card

જયારે તમારી ઉંમર 60 વર્ષ કરતા વધુ જશે ત્યારે જો તમારી પાસે આ કાર્ડ હશે તો તમને દર મહિને ₹3,000 નુ પેંશન સરકાર તરફથી આપવામાં આવશે.

ભવિષ્યને સુરક્ષિત બનાવવા માટે અત્યારે જ કાર્ડ બનાવી લેવું જોઈએ. આ કાર્ડ બનાવવા માટે પહેલાં વાર થોડા પૈસા ચૂકવવા પડે છે.

અને ધ્યાન રહે આ કાર્ડ એ લોકો જ બનાવી શકે જેની ઉમર 18 વર્ષ થી 40 વર્ષ સુધીની છે. આ સિવાય ની ઉંમર ધરાવતા નાગરિકો આ કાર્ડ બનાવી શકતા નથી તેથી વેલી તકે આ કાર્ડ બનાવી લેવું જોઈએ.

6. e Sanjeevani OPD Card

આ કાર્ડ તો ભારતનો દરેક નાગરિક બનાવી શકે છે. આ કાર્ડની મદદથી દર્દીઓ એકદમ સરળતાથી વિડિયો દ્વારા જ દાક્તરની જે તે રોગ માટે સલાહ લઈ શકે છે.

આજકાલ લોકો નાની મોટી બાબતમાં સીધા ગૂગલ કે યૂટ્યુબમાં ઈલાજ શોધતા હોય છે અને ક્યારેક ગેર માર્ગે દોરાઈ જાય છે પછી નાની બાબતનું મોટું પરિણામ ભોગવે છે તેના કરતાં આ કાર્ડ ઘરે બેઠા ઓનલાઇન કઢાવી ઘરે બેઠા જ દાક્તરની સલાહ લઈ શકો છો.

7. ABC ID Card

આ કાર્ડ દરેક વિદ્યાર્થી માટે ખૂબ જ જરૂરી છે, જ્યારે વિદ્યાર્થી કોઈ કોર્સ જોઈન કરે છે અથવા કોઈ યુનિવર્સિટી માં એડમિશન મેળવે છે તો આ કાર્ડ દ્વારા એક સ્કોર જનરેટ થાય છે જે તમારા ફાઇનલ પરિણામ નો સ્કોર વધારામાં પણ મદદ રૂપ થાય છે.

આ સિવાય પણ આ કાર્ડમાં ઘણા બધા ઉપયોગો છે તો દરેક વિદ્યાર્થીએ આ કાર્ડ જરૂર બનાવી લેવું જોઈએ.

તો મિત્રો આજનો આ લેખ અહી જ પૂર્ણ કરીએ આશા રાખું છું તમને આ લેખની માહિતી પસંદ આવી હશે અને તમને ઉપયોગી બની હશે. તો જે લોકોને આ માહિતીની જરૂરિયાત છે તે લોકોને આ માહિતી શેર કરવા માટે તમારા વોટ્સ એપ ગ્રૂપ માં જરૂર શેર કરજો.

Read More:

Leave a comment