GPSC Form Filling New Rule: ફોર્મ ભરવામાં આ એક નાનકડી ભૂલ કરી તો તમારું અરજી ફોર્મ રિજેક્ટ થઈ શકે છે,જાણો ફોર્મ ભરવાનો નવો નિયમ

GPSC Form Filling New Rule: જીપીએસસી તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર આવ્યા છે. હવે જીપીએસસીની કોઈ પણ પરીક્ષાનું ફોર્મ ભરતા પહેલા તમારે આ વાત નું ધ્યાન રાખવું પડશે નહીંતર તમે આખું વર્ષ મહેનત કરશો પણ ફોર્મ ભરવામાં આ ભૂલ કરી તો તમારું અરજી ફોર્મ રિજેક્ટ થઈ જશે અને તમને ખબર પણ નહિ પડે.

તારીખ સાથેનો ફોટો અપલોડ કરવો | GPSC Form Filling New Rule

સામાન્ય રીતે જ્યારે કોઈ ભરતીની જાહેરાત કે નોતીફિકેશન આવે ત્યારે આપણે આખી જાહેરાત વધતા નથી ફક્ત ઉપર ઉપર ની માહિતી વાચી ફોર્મ ભરી દઈએ છીએ.

પરંતુ આપણી નાનકડી આ ભૂલ આપણા ઘણા વર્ષોની મહેનત પાણીમાં મેળવી શકે છે.

તમને જણાવી દઈએ કે જ્યારે તમે જીપીએસસી દ્વારા જાહેર કરાયેલ ભરતીમાં ફોર્મ ભરો છો ત્યારે જે પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરો છે તે હવે થી સફેદ બેકગ્રાઉન્ડ સાથેનો હોવો જોઈએ ઉપરાંત સૌથી મહત્વની વાત કે આ ફોટા નીચે તારીખ લખેલી હોવી જોઈએ. અને..

આ તારીખ એક વર્ષ અગાઉની ના હોવી જોઈએ. જો આ તારીખ એક વર્ષ અગાઉની હશે તો તમારું અરજી ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. આ ઉપરાંત ધ્યાન રહે કે હંમેશા તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરવો જેથી પાછળથી કોઈ સમસ્યા ઊભી ન થાય.

ફોર્મ ભરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

  • જ્યારે પણ તમે કોઈ સરકારી ભરતીનું ફોર્મ ભરી રહ્યા છો ત્યારે હંમેશા જે તે ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયેલ જાહેરાત સંપૂર્ણ વાચી ને જ ફોર્મ ભરવું.
  • આ ઉપરાંત શક્ય બને તો જાતે જ ફોર્મ ભરવું કેમ કે સાયબર કાફે એ ઘણીવાર ઉતાવળ થી ફોર્મમાં ભૂલ થઈ જતી હોય છે અને એ ભૂલ નું પરિણામ આપણે ભોગવવું પડે છે.
  • ક્યારેય પણ સરકારી ભરતીના ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખની રાહ ન જોવી, કેમ કે મોટા ભાગે એવું જ જોવા મળે છે કે છેલ્લા દિવસોમાં જે તે વેબસાઈટની સર્વર ડાઉન થઈ જતુ હોય છે અને અરજી પ્રક્રિયા બંધ થઈ જાતિ હોય છે.
  • બધી જ માહિતી બે થી ત્રણ વાર ચેક કરી ને જ છેલ્લે સબમિટ કરવું.

Read More :

તો ઉમેદવાર મિત્રો આશા રાખું છું કે આ માહિતી તમારા માટે ઉપયોગી બની હશે અને હવે સરકારી ભરતી માટેના ફોર્મ ભરો તો હંમેશા સંપૂર્ણ જાહેરાત વાચ્યા બાદ જ ફોર્મ ભરવું. આખી જાહેરાત સરખી રીતે વેચતા તો વધુ માં વધુ 30 મિનિટ લાગે પરંતુ જો આળસમાં ફોર્મ ભરવા માં કોઈ ભૂલ કરી તો ઘણા વર્ષની મહેનત ફોગટ જશે, ધન્યવાદ.

Leave a comment