GPSC New Bharti 2024 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નવી ભરતી ની જાહેરાત થઈ ચૂકી છે, આ ભરતી માટે જીપીએસસી દ્વારા તારીખ 12/08/2024 થી 31/08/2024 સુધી ઓનલાઇન અરજી મંગાવેલી છે, તો ચાલો જાણીએ આ ભરતી અલગ અલગ પોસ્ટ પર કેટલી જગ્યાઓ છે અને તે માટેની શૈક્ષણિક લાયકાત તેમજ પરીક્ષાની તારીખો.
GPSC New Bharti 2024
GPSC દ્વારા અલગ અલગ જગ્યાઓ માટે વર્ગ એક થી વર્ગ 3 માટે ટોટલ 450 જગ્યાઓ પર ભરતી ની જાહેરાત કરી છે, આ ભરતીના અરજી ફોર્મ ભર્યા બાદ તમે છેલ્લી તારીખ સુધી સુધારો કરી શકશો, આ ઉપરાંત નીચે દર્શાવેલી અલગ અલગ જગ્યાઓમાં ગુજરાત જાહેર સેવા આયોગ ફેરફાર કરી શકે છે.
જગ્યા નું નામ અને તે જગ્યાની સંખ્યા
- નાયબ બાગાયત નિયામક, વર્ગ-1 માટે 2 જગ્યાઓ
- સાયન્ટિફિક ઓફિસર (ફોરેન્સિક સાયકોલોજીજૂથ),વર્ગ-૨ માટે 2 જગ્યાઓ
- ટેકનીકલ એડવાઈઝર, વર્ગ-1 માટે 1 જગ્યાઓ
- વીમા તબીબી અધિકારી(આયુર્વેદ), વર્ગ-૨ માટે 9 જગ્યાઓ
- લેક્ચરર(સિલેકશનસ્કેલ)ગુજરાતનર્સિંગસેવા, વર્ગ-1 માટે 5 જગ્યાઓ
- લેક્ચરર(સીનીયરસ્કેલ)ગુજરાતનર્સિંગસેવા, વર્ગ-1 માટે 6 જગ્યાઓ
- પેથોલોજીસ્ટ (તજજ્ઞ સેવા), વર્ગ-1 માટે 14 જગ્યાઓ
- મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા), વર્ગ-1 માટે 22 જગ્યાઓ
- માઈક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા), વર્ગ-1 માટે 16 જગ્યાઓ
- પેથોલોજીસ્ટ, વર્ગ-1, કા.રા.વિ.યો. માટે 2 જગ્યાઓ
- રાજય વેરા નિરીક્ષક, વર્ગ-3 માટે 300 જગ્યાઓ
- આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ-3 (GSCSCL) માટે 18 જગ્યાઓ
- મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-2 (GMC) માટે 16 જગ્યાઓ
- મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-2 (GMC) માટે 6 જગ્યાઓ
- જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-2(GMC) માટે 2 જગ્યાઓ
- હેલ્થ ઓફિસર, વર્ગ-2(GMC) માટે 11 જગ્યાઓ
- અધિક મદદનીશ ઇજનેર(યાંત્રિક), વર્ગ-3(GMC) માટે 11 જગ્યાઓ
- સ્ટેશન ઓફિસર, વર્ગ-3(GMC) માટે 7 જગ્યાઓ
અલગ અલગ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત અને અનુભવ
- નાયબ બાગાયત નિયામક, વર્ગ-1 માટે PH.D/2NOCLASS PG| અને 3/5 વર્ષનો અનુભવ
- સાયન્ટિફિક ઓફિસર (ફોરેન્સિક સાયકોલોજીજૂથ),વર્ગ-૨ માટે શૈક્ષણિક લાયકાત GRAD/PG અને 2 વર્ષ-GRAD નો અનુભવ
- ટેકનીકલ એડવાઈઝર, વર્ગ-1 માટે PH.D/PG અને નો અનુભવ
- વીમા તબીબી અધિકારી(આયુર્વેદ), વર્ગ-૨ માટે 8/10 વર્ષ નો અનુભવ
- લેક્ચરર(સિલેકશનસ્કેલ)ગુજરાતનર્સિંગસેવા, વર્ગ-1 માટે B.A.M.S અને અનુભવ જરૂર નથી
- લેક્ચરર(સીનીયરસ્કેલ)ગુજરાતનર્સિંગસેવા, વર્ગ-1 માટે PG NURSING અને 10વર્ષ નો અનુભવ
- પેથોલોજીસ્ટ (તજજ્ઞ સેવા), વર્ગ-1 માટે PG NURSING અને 8 વર્ષનો અનુભવ
- મનોરોગ ચિકિત્સક (તજજ્ઞ સેવા), વર્ગ-1 માટે MBBS & MD/ DNB/PG Dip. અને 2 વર્ષ ફકત PG Dip. માટે નો અનુભવ
- માઈક્રોબાયોલોજીસ્ટ (તજજ્ઞ સેવા), વર્ગ-1 માટે ANY GRADUATE અને અનુભવ ની જરૂર નથી
- પેથોલોજીસ્ટ, વર્ગ-1, કા.રા.વિ.યો. માટે ANY GRADUATE અનુભવ ની જરૂર નથી
- રાજય વેરા નિરીક્ષક, વર્ગ-3 માટે BE/TECH CIVIL અનુભવ ની જરૂર નથી
- આસીસ્ટન્ટ મેનેજર, વર્ગ-3 (GSCSCL) માટે BE/TECH ELECT. અને અનુભવની જરૂર નથી
- મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-2 (GMC) માટે AS PER DET.ADVT. અને અનુભવની જરૂર નથી
- મદદનીશ ઇજનેર (વિદ્યુત), વર્ગ-2 (GMC) માટે નો અનુભવ
- જુનિયર ટાઉન પ્લાનર, વર્ગ-2(GMC) માટે નો અનુભવ
- હેલ્થ ઓફિસર, વર્ગ-2(GMC) માટે AS PER DET.ADVT અનુભવની જરૂર નથી
- અધિક મદદનીશ ઇજનેર(યાંત્રિક), વર્ગ-3(GMC) માટે BE/DIP-M/AM અને 2 વર્ષ-DIP અનુભવ
- સ્ટેશન ઓફિસર, વર્ગ-3(GMC) માટે AS PER DET.ADVT અને અનુભવ જરૂર નથી
અલગ અલગ પોસ્ટ માટે પરીક્ષાની તારીખો
ટેકનીકલ એડવાઈઝર, વર્ગ-1 અને મદદનીશ ઇજનેર (સીવીલ), વર્ગ-2 (GMC) માટે પ્રાથમિક પરીક્ષાની તારીખ જાન્યુઆરી 2025 રહેશે આ ઉપરાંત રાજય વેરા નિરીક્ષક, વર્ગ-3 માટે ડિસેમ્બર 2024/ઓગસ્ટ 2025 તેમજ અધિક મદદનીશ ઇજનેર(યાંત્રિક), વર્ગ-3(GMC) અને સ્ટેશન ઓફિસર, વર્ગ-3(GMC) માટે જાન્યુઆરી-જુલાઈ 2025 એ પ્રાથમિક પરીક્ષા આ ઉપરાંત બાકીની પોસ્ટ માટે પ્રાથમિક પરીક્ષાની તારીખ ડિસેમ્બર 2024 રહેશે.
આ ઉપરાંત રૂબરૂ મુલાકાત માટેની તારીખ અલગ અલગ પોસ્ટ માટે મે, 2025 થી ઓગસ્ટ, 2025 સુધીમાં લેવામાં આવશે.
અરજી કરવા માટે જરૂરી તારીખ
ગુજરાત જાહેર સેવા આયોગની આ ભરતીમાં તમે 12/08/2024 થી 31/08/2024 સુધી ઓનલાઇન અરજી કરી શકશો.
આ ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા
આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવા માટે https://gpsc-ojas.gujarat.gov.in વેબસાઈટ ઓપન કરવાની રહેશે ત્યારબાદ જે પોસ્ટ પર અરજી કરવા ઈચ્છતા હોય તેના પર એપ્લાય ઓનલાઈન બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ અરજી ફોર્મ માં પૂછેલી દરેક વિગત ધ્યાનપૂર્વક ભરવાની રહેશે અને ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે. આ ઉપરાંત સબમીટ બટન પર ક્લિક કરશો એટલે તમારી અરજી સફળતાપૂર્વક ભરાઈ જશે.
આ ઉપરાંત આ ભરતી માટે ઉંમર મર્યાદા, અરજી ફી, કેટેગરી વાઈઝ જગ્યાઓ વગેરે માહિતી મેળવવા માટે જાહેર સેવા આયોગની ઓફિસિયલ વેબસાઈટ વિઝીટ કરવી, ધન્યવાદ.