GSSSB Forest Guard Result 2024: આખરે વનરક્ષક ભરતીનું નોર્મલાઈઝ રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું, અહીંથી જાણો તમારા માર્કસ

GSSSB Forest Guard Result 2024 : સરકારી ભરતીઓમાં અવાર નવાર સરકાર અને ઉમેદવારો વચ્ચે તકરારો ચાલતી આવે છે અને ઉમેદવારો સરકારી ભરતીમાં ઘણીવાર પરીક્ષાઓ, રીઝલ્ટ અને કેટલીક ગેરરીતિના વિરોધ પ્રદર્શન કરતા હોય છે.

તેવી જ રીતે ગુજરાતમાં વન રક્ષકની ભરતીને લઈને ખૂબ જ વિરોધ જોવા મળ્યા. ખાસ કરીને પરીક્ષા બાદ લાંબા સમય સુધી રીઝલ્ટ જાહેર કરવામાં જ ન હતું આવતું આ ઉપરાંત રીઝલ્ટ જાહેર કર્યા બાદ પણ ઉમેદવારો તે રીઝલ્ટ થી નારાજગી વ્યક્ત કરી હતી અને વિરોધ પ્રદર્શન કર્યા હતા.

સરકારે માંગણી સ્વીકારી

રીઝલ્ટ બાદ શારીરિક કસોટી માટે આઠ ગણા ઉમેદવારોને હાજર થવાનું નિર્ણય હતો પરંતુ વનરક્ષક ભરતીના ઉમેદવારોની માંગણી ને ધ્યાનમાં લઈ ગુજરાત સરકારે 25 ગણ ઉમેદવારોને શારીરિક કસોટી માટે લાયક ઠેરવિયા અને ત્યારબાદ 25 ગણા ઉમેદવાર માટે લિસ્ટ જાહેર કર્યું.

આ ઉપરાંત આજે 09/08/2024 ના રોજ નોર્મલાઈઝ રીઝલ્ટ પણ જાહેર કરવામાં આવ્યું. જો તમે તમારું રિઝલ્ટ જોવા ઈચ્છતા હોય તો નીચે મુજબના સ્ટેપ ફોલો કરી તમે તમારું રિઝલ્ટ જોઈ શકો છો.

GSSSB Forest Guard Result 2024

  • સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાં https://cdn3.digialm.com/EForms/configuredHtml/32791/87730/login.html લિંક ઓપન કરવાની રહેશે.
  • ત્યારબાદ તમારે તમારા કન્ફર્મેશન નંબર દાખલ કરવાના રહેશે.
  • કન્ફર્મેશન નંબર દાખલ કર્યા બાદ તમારે તમારી જન્મ તારીખ દાખલ કરવાની રહેશે.
  • ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરો.
  • હવે લોગીન બટન પર ક્લિક કરતા ની સાથે જ તમને તમારું રિઝલ્ટ દેખાઈ જશે.

આ રીતે તમે તમારા નોર્મલાઈઝ માર્ક જોઈ શકશો પરંતુ જો તમે તમારા માર્કનું સ્કોર કાર્ડ ડાઉનલોડ કરવા ઈચ્છો છો તો રીઝલ્ટ જોતી વખતે ઉપર સ્કોર કાર્ડ નામનું ઓપ્શન દેખાશે આ ઓપ્શન પર ક્લિક કરતા જ તમને ક્લિક હીયર ટુ ડાઉનલોડ સ્કોર કાર્ડ નામનો ઓપ્શન દેખાશે જેના પર ક્લિક કરશો એટલે પીડીએફ સ્વરૂપે સ્કોરકાર્ડ તમારી સામે ખુલી જશે, આ સ્કોર કાર્ડ માં તમારું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, જાતિ, કેટેગરી, માર્ક વગેરે જેવી માહિતી દેખાશે. આ સ્કોર કાર્ડ ડાઉનલોડ કરી પીડીએફ કઢાવી શકો છો.

આવી જ રીતે સરકારી ભરતીના સમાચાર તેમજ રીઝલ્ટ કે કોલ લેટર ઉપરાંત દરેક જરૂરી સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો.

Read More:

Leave a comment