GSSSB Recruitment 2024: 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક, ₹26,000 પગાર આપવામાં આવે છે

GSSSB Recruitment 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ધોરણ 12 પાસ ઉમેદવારો માટે સરકારી નોકરીની નોટિફિકેશન જાહેર કરી છે. તો ચાલો જાણીએ GSSSB ની લેટેસ્ટ ભરતી ની સંપૂર્ણ માહિતી જેમકે પગારધરણ, ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત તેમ જ જરૂરી તારીખની માહિતી વગેરે

ફાયરમેન-કમ-ડ્રાઇવર વર્ગ-3 માટે ભરતીની જાહેરાત : GSSSB Recruitment 2024

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ટોટલ 117 જગ્યાઓ પર ફાયરમેન-કમ-ડ્રાઇવર વર્ગ-3 માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીમાં 12 પાસ ઉમેદવારો પણ અરજી કરી શકશે. તો જે ઉમેદવારો ઓછામાં ઓછી 12 પાસની શૈક્ષણિક લાયકાત ધરાવે છે તે ઉમેદવારોએ આ ભરતીની માહિતી મેળવી અરજી જરૂર કરવી જોઈએ.

ફાયરમેન-કમ-ડ્રાઇવર વર્ગ-3 માટે પગાર ધોરણ

નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર વિભાગ દ્વારા જાહેરાત કરાયેલ ફાયરમેન-કમ-ડ્રાઇવર વર્ગ-3 માટે માસિક પગાર ધોરણ પાંચ વર્ષ માટે ₹26,000/- તેમજ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ દ્વારા જાહેરાત કરાયેલ ફાયરમેન-કમ-ડ્રાઇવર વર્ગ-3 માટે માસિક પગાર ધોરણ ત્રણ વર્ષ માટે ₹26,000/- રાખેલ છે.

જગ્યાનું નામ અને સંખ્યા

નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર વિભાગ દ્વારા જાહેરાત કરાયેલ ફાયરમેન-કમ-ડ્રાઇવર વર્ગ-3 માટે ટોટલ 09 જગ્યા અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન વિભાગ દ્વારા જાહેરાત કરાયેલ ફાયરમેન-કમ-ડ્રાઇવર વર્ગ-3 માટે ટોટલ 108 જગ્યા માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે આમ ટોટલ 117 જગ્યા ઉપર ભરતી થશે.

આ ભરતી માટે અરજી ફી કેટલા રૂપિયા છે

આ ભરતીમાં અરજી કરવા માટે બિન અનામત કેટેગરીના ઉમેદવારો માટે ₹500 અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે ₹400 રાખેલ છે. ઉપરાંત પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારને અરજી ફી પરત આપવામાં આવશે.

આ અરજીમાં ફોર્મ ભરવાની તારીખ

જે ઉમેદવાર મિત્રો આ ભરતીમાં અરજી કરવા ઈચ્છે છે તેઓએ તારીખ 16/08/2024 થી 31/08/2024 સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.

ભરતીમાં ભાગ લેવા માટે ઉંમર મર્યાદા

આ ફાયરમેન-કમ-ડ્રાઇવર વર્ગ-3 ભરતી માટે ઉમેદવારની ઉમર 18 વર્ષથી 33 વર્ષ સુધીની હશે તો જ ઓનલાઇન અરજી કરવી.

Read More:

જરૂરી શૈક્ષણિક લાયકાત

ઉમેદવારે સરકાર માન્ય સંસ્થા માંથી 12 ધોરણ પાસ કરેલું હોવું જોઈએ ઉપરાંત ફાયરમેનના છ મહિના અભ્યાસનું સર્ટિફિકેટ આ ઉપરાંત હેવી ડ્રાઇવર વાહનનું લાયસન્સ ધરાવતો હોવો જોઈએ આ ઉપરાંત કેટલાક શારીરિક માપદંડો પણ ધ્યાને લેવામાં આવે છે.

ફાયરમેન-કમ-ડ્રાઇવર વર્ગ-3 માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા

આ ભરતીમાં ઓનલાઇન અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ સૌપ્રથમ “https://ojas.gujarat.gov.in” વેબસાઈટ ઓપન કરવાની રહેશે ત્યારબાદ અહીં સંબંધિત ભરતીની સામે “એપ્લાય” બટન પર ક્લિક કરવાનું રહેશે.

ત્યારબાદ તમારી સામે અરજી ફોર્મ ખૂલી જશે આ અરજી ફોર્મ માં પૂછેલા દરેક વિગત ધ્યાનથી ભરવાની રહેશે, વિગત ભરાઈ ગયા બાદ જરૂરી ડોક્યુમેન્ટસ અપલોડ કરવાના રહેશે. અને જરૂરી અરજી ફી ભરવાની રહેશે.

ઉપરની બધી જ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તમારે સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે. તમારું અરજી ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે. ફોર્મ ભરાઈ ગયા બાદ એપ્લિકેશન નંબર નોંધી રાખવાના રહેશે.

GSSSB Recruitment 2024 આ ભરતીને લઈને વધારાની માહિતી માટે તમે ઓફિસિયલ નોટિફિકેશન જોઈ શકો છો ઉપરાંત 12 પાસ ઉમેદવારો કે જે સરકારી નોકરીની શોધ કરી રહ્યા છે તેઓને આ આર્ટીકલ શેર કરવા વિનંતી, ધન્યવાદ.

Leave a comment