Gujarat Government announce package for farmers : ગુજરાતના ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કારણ કે ગુજરાતના કૃષિ મંત્રી શ્રી દ્વારા રાઘવજી પટેલ દ્વારા આજે ₹350 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવશે. તેથી ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે તે ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવશે. તો ચાલો જાણીએ કયા કયા વિસ્તારમાં લોકોને પાકના કેટલા ટકા નુકસાન પર કેટલા રૂપિયાને આર્થિક સહાય મળશે.
તમને બધાને ખ્યાલ જ હશે કે આ વર્ષે ચોમાસાની શરૂઆતથી જ દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેમજ દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામા ભારે વરસાદને કારણે ઘણા ખેડૂતોને પાકને નુકસાન થયું છે તેથી આ નુકસાનના વળતરરૂપે ગુજરાત સરકાર દ્વારા આજે વિધાનસભામાં ₹350 કરોડ નું પેકેજની જાહેરાત ગુજરાતના કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલ કરવાના છે.
Gujarat Government announce package for farmers
ખેડૂતોના પાક નુકસાન વિશેનો મુદ્દો ઉઠાવતા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ “X” પર ટ્વીટ કરી હતી કે,” પોરબંદર, જુનાગઢ તેમજ દેવભૂમિ દ્વારકા અને ખાસ કરીને ઘેડ વિસ્તારમાં ભારે વરસાદ અને કારણે ખેડૂતોને પાકમાં નુકસાન થયું છે તેથી રાજ્ય સરકાર એસ.ડી.આર.એફ. ના ધોરણો મુજબ સહાય કરવા માંગે છે”.
આમ ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા એ જે પણ ખેડૂતોને ભારે વરસાદ અને કારણે પાકમાં નુકસાન થયું છે તે ખેડૂતોને આર્થિક સહાય વિશેની વાત કરી.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે શું કહ્યું
આ બાબત વિશે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ જણાવે છે કે ગુજરાતના જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા જેવા જિલ્લાઓમાં ભારે વરસાદ અને કારણે ખેડૂતોને થયેલ પાક ના નુકસાન માટે સર્વે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે તેમજ ટૂંક સમયમાં જ આ સર્વે પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. આ સર્વે પ્રક્રિયા પૂર્ણ થતા જ જે ખેડૂતોને ભારે વરસાદ અને કારણે પાકમાં 33% કે તેથી વધુ નુકસાન થયું હશે તેઓને આર્થિક સહાય આપવામાં આવશે.
ખેડૂતોને હેકટર દીઠ આટલા રૂપિયા મળશે
ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલ ના જણાવ્યા મુજબ આ સર્વે પ્રક્રિયા પૂર્ણ થતા જે પણ ખેડૂતોના પાકમાં ૩૩ ટકા કે તેથી વધારે નુકસાની થઈ હશે તેઓને એસ.ડી.આર.એફ. ના તારા ધોરણો મુજબ હેક્ટર દીઠ રૂપિયા 8500 મળવા પાત્ર થશે અને આ સહાય બે હેક્ટરની મર્યાદામાં મળવા પાત્ર થશે. એટલે કે એક ખેડૂતને વધુમાં વધુ રૂપિયા 17 હજાર મળવા પાત્ર થશે.
એસ.ડી.આર.એફ એટલે શું ?
એસ.ડી.આર.એફ નું પૂરું નામ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ છે. આ રાજ્ય સરકારે એક ફંડ છે. જ્યારે પણ રાજ્યમાં કુદરતી આપત્તિઓ જેમ કે પૂર, વાવાઝોડુ વગેરેથી ખેડૂતોને પાકમાં મોટું નુકસાન થાય છે ત્યારે રાજ્ય સરકાર આ ફંડ માંથી ખેડૂતોને નક્કી કરેલ આર્થિક સહાય પૂરી પાડે છે.
આશા રાખું છું કે આજની આ માહિતી તમને પસંદ પડી હશે આવી જ રીતે ઉપયોગી સરકારી સમાચાર ની માહિતી સમયસર મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો તેમજ આ આર્ટિકલ એવા દરેક ખેડૂતોને શેર કરો કે જેને પાકમાં 33 ટકા કે તેથી વધારે નુકસાન થયેલું છે, ધન્યવાદ.