Gujarat Police Bharati 2024: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ના અધ્યક્ષ હસહમુખ પટેલે પોલીસ ભરતી ને લઈને આજે ઘણી માહિતી આપી છે. તો ચાલો જાણીએ હસમુખ સરે પોલીસ ભરતીને લઈને આપેલી માહિતી વિશે.
હસમુખ સરે આપી માહિતી | Gujarat Police Bharati 2024
હસમુખ પટેલ સર દ્વારા પોલીસ ભરતી ને લઈને મહત્વની જાણકારી આપી છે. પોલીસની તૈયારી કરી રહેલા લાખો ઉમેદવારોને અરજી કરવા માટે તક આપવામાં આવશે.
મળેલ માહિતી અનુસાર પોલીસ ભરતી માં લગભગ 9182 પદો પદો પર અરજી કરવાની શરૂઆત 26 ઓગસ્ટના રોજ થશે અને આ ભરતીમાં અરજી કરવાની છેલ્લી તારીખ 9 સપ્ટેમ્બર હશે. એટલે જે પણ ઉમેદવારો યોગ્ય લાયકાત ધરાવે છે તેઓ એ આ સમયગાળામાં ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આ ભરતીમાં અરજી કરવા માટે તારીખ 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધીમાં gujarat.gov.in વેબસાઈટ પર જઈ અરજી કરી શકશો.
ફિઝિકલ ટેસ્ટ ક્યારે હશે
હસમુખ સર દ્વારા અગાઉ જણાવવામાં આવ્યું હતું કે પોલીસ ભરતીમાં અલગ અલગ પોસ્ટ માટે શારીરિક કસોટીની શરૂઆત ચોમાસા બાદ કરવામાં આવશે.
આ ઉપરાંત હસમુખ સર દ્વારા માહિતી આપવામાં આવી હતી કે પોલીસ ભરતી માટે પરીક્ષા ઓએમઆર આધારિત ઓફલાઈન જ લેવામાં આવશે.
Read More : ફોર્મ ભરવામાં આ એક નાનકડી ભૂલ કરી તો તમારું અરજી ફોર્મ રિજેક્ટ થઈ શકે છે,જાણો ફોર્મ ભરવાનો નવો નિયમ
આ સમાચાર થી પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારોમાં સંતોષ જોવા મળ્યો હતો કારણકે CBRT દ્વારા પરીક્ષા લેવામાં આવે તો ઘણા ઉમેદવારોનું માનવું છે કે તેમાં ઉમેદવારો સાથે અન્યાય થાય છે.
પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારોને ખાસ જણાવવાનું કે ઉમેદવારોને પ્રશ્ન હોય છે કે શું વાંચવું તો તે ઉમેદવારોને જણાવી દઈએ કે હસમુખ સરે પોતાના યુટ્યુબ ચેનલ પર આવી ને બે થી ત્રણ વાર જીસીઈઆરટી અને એનસીઈઆરટી વાચવા પર ભાર આપ્યો હતો અને ગયા વખતનું એલઆરડી નુ પેપર પણ મોટા ભાગે જીસીઈઆરટી અને એનસીઈઆરટી માંથી જ પૂછ્યું હતું.
મિત્રો આવી જ રીતે નવી નવી સરકારી ભરતીની જાહેરાત અને સરકારી ભરતીના સમાચાર મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.