Gujarat Rain Alert : હાલ સમગ્ર ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, હાલ સમગ્ર ગુજરાતમાં 33 જિલ્લાઓમાંથી 28 જિલ્લાઓને રેડ એલર્ટ આપી જે તમને આપવામાં આવી છે તેમજ અંબાલાલ પટેલ દ્વારા પણ ખૂબ મોટી આગાહી કરવામાં આવી છે. તો ચાલો આજના લેખમાં જાણીએ કે ગુજરાતમાં કેટલા દિવસ સુધી ભારેથી અધિક ભારે વરસાદ પડી શકે છે ઉપરાંત અંબાલાલ પટેલ વરસાદ ની આગાહી વિશે શું જણાવે છે.
સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર | Gujarat Rain Alert
હાલ ગુજરાતમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતના ટોટલ 33 જિલ્લાઓમાંથી 28 જિલ્લાઓને રેડ એલર્ટ દ્વારા ચેતવણી આપવામાં આવે છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં આજ એટલે કે રવિવારની રાતથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે તેમજ ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. આ કુદરતી પરિસ્થિતિ સામે પહોંચી વળવા સરકારી તંત્ર પણ એક્શન મોડ માં આવી ગયું છે.
શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવ્યો મોટો નિર્ણય
હવામાન વિભાગ દ્વારા અપાયેલી ભારે વરસાદની આગાહીને કારણે કાલે દક્ષિણ ગુજરાત ના કેટલાક જિલ્લાઓમાં શાળાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી હતી ત્યારબાદ વડોદરા જિલ્લા દ્વારા પણ ભારે વરસાદને કારણે શાળાઓમાં બાળકોને હિતને ધ્યાનમાં લઈને રજા જાહેર કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાતની તમામ પ્રાથમિક શાળાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી ની પ્રતિક્રિયા
આપણા દેશના કેન્દ્રીય ગૃહ મંત્રી માનનીય અમિતશહ પટેલ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઈને ગુજરાતના મુખ્ય મંત્રી માનનીય ભુપેન્દ્ર પટેલનો સંપર્ક કર્યો અને આ કુદરતી પરિસ્થિતિ સામે પહોંચી વળવા કેન્દ્રીય દળની સહાય આપવાની ખાતરી આપી છે.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ ગુજરાતના નાગરિકોને જણાવવામાં આવ્યો કે ભારે વરસાદ અને કારણે તેમજ અતિભારે વરસાદની આગાહીના સંજોગોમાં લોકોએ નદી-નાળાઓ કે જ્યાં મોટી માત્રામાં પાણી વહી રહ્યું તેવાં રસ્તાઓ ક્રોસ ના કરવા તેમજ આવા વિસ્તારોમાં હાલ ફરવા ના જવું.
આશા રાખું છું મિત્રો તમને આજની માહિતી ઉપયોગી થઈ હશે, આવી જ રીતે સરકારી સમાચારને લગત્તા તાજા મહત્વના સમાચારની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.
આ ઉપરાંત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા પણ નાગરિકોને મેસેજ દ્વારા ચેતવણી આપવામાં આવી છે.
અંબાલાલ પટેલ ની આગાહી | Ambalal patel ni agahi
અંબાલાલ પટેલ વરસાદ ની આગાહી આપતા જણાવે છે કે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે તેમજ તારીખ 28 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અંબાલાલ પટેલ જણાવે છે કે ખાસ કરીને મધ્ય ગુજરાતમાં છ થી આઠ ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે તેમજ ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં ચાર ઇંચ થી છ ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે અને દક્ષિણ ગુજરાતમાં આ વખતે બે થી ચાર ઇંચ સુધીનો વરસાદ જોવા મળી શકે છે.
આ ઉપરાંત સપ્ટેમ્બર મહિના માટે અંબાલાલ પટેલ જણાવે છે કે સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે.