Gujarat Scholarship 2024: શિષ્યવૃત્તિના નિયમોમાં થયો મોટો ફેરફાર, આ વિદ્યાર્થીઓને નહીં મળે શિષ્યવૃત્તિ.

Gujarat Scholarship 2024: ધોરણ 1 થી 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મળતી શિષ્યવૃતિના નિયમોમાં મોટો ફેરફાર થયો છે. હવે ધોરણ 1 થી 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવા માટે પિતાના નીચે મુજબના ડોક્યુમેન્ટ્સ પણ રજુ કરવાના રહેશે. જો પિતાના તે દસ્તાવેજ રજૂ નહીં કરો તો તમને શિષ્યવૃતિનો લાભ નહીં મળે.

શિષ્યવૃતિના નિયમોમાં મોટો ફેરફાર | Gujarat Scholarship 2024

ધોરણ 1 થી 10 માં અભ્યાસ કરતા એવા વિદ્યાર્થીઓને જ સરકાર દ્વારા શિષ્યવૃત્તિ મળશે જેના પિતા ગુજરાતી હશે. આ ઉપરાંત જો પિતા પરપ્રાંતિય હશે અને માતા ગુજરાતી હશે તો પણ તેવા મા-બાપના સંતાનોને શિષ્યવૃત્તિનો લાભ નહીં મળે. પિતા ગુજરાતી છે તે માટેની સાબિતી માટે હવે વિદ્યાર્થીના પિતાએ ફરજિયાત નીચે દર્શાવેલા દસ્તાવેજ રજૂ કરવા પડશે.

એવા લોકો કે જે અન્ય રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં કાયમ માટે સ્થાયી થયા છે તેવા લોકો ગુજરાતમાં 01/04/1978 પહેલા ગુજરાતમાં સ્થાયી થયા હોવા જોઈએ, અને આ બાબતના પુરાવા પણ પિતાએ રજૂ કરવા પડશે.

શિષ્યવૃતિ માટે જરૂરી પિતાના દસ્તાવેજ

  • પિતાનું લિવિંગ સર્ટિફિકેટ
  • જો જાતિ નો દાખલો લાગુ પડતો હોય તો પિતાએ જાતિનો દાખલો રજૂ કરવાનો રહેશે.
  • રાશનકાર્ડમાં વિદ્યાર્થીનું નામ હોવું જોઈએ ઉપરાંત રાશનકાર્ડમાં વિદ્યાર્થીનું ઈ કેવાયસી પણ થયેલું હોવું જોઈએ.
  • આવકનો દાખલો (વાર્ષિક આવક 1,50,000 કરતાં વધારે ન હોવી જોઈએ)
  • વિદ્યાર્થીના બેંક ખાતાની પાસબુક
  • વિદ્યાર્થીની શાળામાં 80 ટકા કે તેથી વધારે હાજરી હોવી ફરજીયાત છે.

નવા નિયમની અસર

ધોરણ 1 થી 10 ના વિદ્યાર્થીઓના શિષ્યવૃતિ માટેના આ નિયમની ખાસ કરીને એવા લોકોને અસર થશે કે જેઓ અન્ય રાજ્યમાંથી ગુજરાત રાજ્યમાં કાયમી માટે સ્થાયી થયા છે અને તેના બાળકો ગુજરાતની શાળાઓમાં અભ્યાસ કરે છે.

ખાસ કરીને આવા લોકોમાં મજૂર વર્ગ કે શ્રમિક વર્ગના બાળકોની સંખ્યા વધુ હોય છે, તેઓ રોજગારીની શોધમાં ગુજરાતમાં સ્થાયી થાય છે અને પોતાના બાળકોને ગુજરાતની શાળાઓમાં અભ્યાસ કરાવતા હોય છે.

આવા જ સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.

Leave a comment