Gujarat weather news : હાલ ગુજરાતમાં ચોમાસુ સોળે કલાએ ખીલી ઉઠ્યું છે. ચોમાસાની શરૂઆતમાં ફક્ત દક્ષિણ ગુજરાતમાં જ વરસાદ પડી રહ્યો હતો પરંતુ ધીમે ધીમે ચોમાસું આગળ વધી સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં પહોંચી ત્યાં પણ સારો વરસાદ જોવા મળ્યો અને છેલ્લે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો.
તો ચાલો જાણીએ હવામાન વિભાગે ક્યાં ક્યાં જિલ્લાઓમાં એલર્ટ આપ્યા છે અને છેલ્લી 24 કલાકમાં કયા કયા વિસ્તારમાં ભારે વરસાદ પડ્યા છે તેની માહિતી મેળવીએ.
આજની આગાહી | Gujarat weather news
હવામાન વિભાગ દ્વારા અપાયેલી આજની આગાહીની વાત કરીએ તો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપતા સુરત, નવસારી, વલસાડ અને દમણ અને દાદરા નગર હવેલી પર રેડ એલર્ટ આપ્યું છે.
હવામાન વિભાગે આજ માટે ઉતર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટ પણ જારી કર્યું છે જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર જેવા જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી આપતા યેલો એલર્ટ આપ્યું છે.
4 ઓગસ્ટ માટે હવામાન વિભાગની આગાહી
ચોમાસાની શરૂઆતથી જ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સુરત, નવસારી, વલસાડ, તાપી, ભરૂચ જેવા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદ પડશે ઉપરાંત બનાસકાંઠા, ડાંગ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં પણ 4 ઓગસ્ટના રોજ વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં આ વિસ્તારમાં પડ્યો ભારે વરસાદ
હવામાન વિભાગ દ્વારા અપાયેલી માહિતી અનુસાર છેલ્લા 24 કલાકમાં 172 જેટલા તાલુકામાં વરસાદ વરસ્યો છે. નવસારી માં 2.75 ઈંચ, છોટાઉદેપુરમાં 2.75 ઈચ, જોડીયામાં 2.75 ઈચ આ ઉપરાંત ઉમરગામમાં 3.75 ઇંચ, ધરમપુર ચાર ઇંચ, પારડીમાં 4.5 ઈંચ, કપરાડામાં 6.5 ઈંચ અને સૌથી વધુ વાપીમાં 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પણ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો અહી તમને ગુજરાત હવામાન વિભાગ દ્વારા અપાયેલા આંકડાની માહિતી આપેલી છે.
Read More : ગોલ્ડ લોન લેવાના અનેકો ફાયદા: સૌથી ઓછું વ્યાજ દર, સુરક્ષિત અને ઝડપી, જાણો સંપૂર્ણ માહિતી