Har Ghar Tiranga Certificate: હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિનામૂલ્યે સર્ટીફીકેટ ડાઉનલોડ કરો, આ સરકારી સર્ટિફિકેટ અહીં કામ લાગશે

Har Ghar Tiranga Certificate : આપણા દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા નામનું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન હેઠળ ભારત દેશના તમામ નાગરિકોને વિનામૂલ્યે હર ઘર તિરંગા અભિયાન નું સર્ટિફિકેટ આપવામાં આવે છે. અને તમને ખ્યાલ જ હશે કે સરકારી સર્ટીફીકેટ ક્યારે ક્યાં કામમાં ઉપયોગી થઇ જાય કંઈ કહી ના શકાય.

Har Ghar Tiranga Certificate

અત્યારે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભારતના દરેક નાગરિકને વિનામૂલ્યે સર્ટીફીકેટ આપવામાં આવે છે. તો બે મિનિટ કાઢી સર્ટિફિકેટ કાઢવામાં શું ખોટ… તો ચાલો જાણીએ કેવી રીતે ઘરે બેઠા બે મિનિટમાં મોબાઇલથી જ હર ઘર તિરંગા સર્ટીફીકેટ માટે ઓનલાઇન અરજી કરી શકાય.

હર ઘર તિરંગા સર્ટીફીકેટ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન

  • સૌ પ્રથમ તમારે તમારા મોબાઈલ કે લેપટોપના https://harghartiranga.com/ વેબસાઈટ ઓપન કરવાની રહેશે.
  • ત્યારબાદ અહી તમને “અપલોડ સેલ્ફી વિથ ફ્લેગ” નામનું વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે અહી તમારે તમારું નામ દાખલ કરવું પડશે.
  • નામ દાખલ થઈ ગયા બાદ તમારે તિરંગા સાથે સેલ્ફી લઇ, આ સેલ્ફી અપલોડ કરવાની રહેશે.
  • નીચે એગ્રીનું બટન પર ક્લિક કરવાનું રહેશે.
  • હવે સબમિટ બટન પર ક્લિક કરતાની સાથે જ તમારું ઓનલાઇન રજીસ્ટ્રેશન થઈ જશે.

Read More: Mobile Tower business idea: 500 ચોરસ ફૂટની જગ્યા છે તો બસ, તમે મહિને બેઠા બેઠા ₹60,000 કમાવી શકો છો.

હર ઘર તિરંગા સર્ટીફીકેટ ડાઉનલોડ કેવી રીતે કરવું

હર ઘર તિરંગા સર્ટીફીકેટનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યાં બાદ આ સર્ટિફિકેટ ડાઉનલોડ પણ કરવું જરૂરી છે, જેના માટે તમે નીચેના પગલાં અનુસરી શકો છો.

  • હર ઘર તિરંગા સર્ટીફીકેટનું ઓનલાઇન રજીસ્ટ્રેશન કર્યાં બાદ ફરી હોમ પેજ પર આવો.
  • અહી તમને “હર ઘર તિરંગા સર્ટીફીકેટ” નામનું ઓપ્શન દેખાશે જેના પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • ક્લિક કરતાની સાથે જ સર્ટિફિકેટનું પ્રિન્ટ આઉટનું વિકલ્પ આવી જશે.
  • અહી તમે “હર ઘર તિરંગા સર્ટીફીકેટ” ડાઉનલોડ કરી શકો છો.

આમ આ સર્ટિફિકેટ માં તમે અપલોડ કરેલ સેલ્ફી ફોટો અને તમારા નામ સાથેનું સર્ટિફિકેટ ડાઉનલડ થઈ જશે, તમે આ સર્ટીફીકેટની પ્રિન્ટ પણ કાઢી શકો છો.

હર ઘર તિરંગા માટે અગત્યની તારીખ

હર ઘર તિરંગા અભિયાન તારીખ 09/08/2024 થી 15/08/2024 સુધી ચાલવાનું છે તો ત્યાં સુધીમાં હર ઘર તિરંગા અભિયાન માટેનું પ્રમાણપત્ર મેળવવા ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી ડાઉનલોડ કરી લેજો.

આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા અવાર નવાર ભારત દેશની એકતા પ્રગટ થાય તે માટે અભિયાન ચલાવવામાં આવે છે, અગાઉ તમને ખ્યાલ જ હશે કે હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભારત દેશના દરેક નાગરિકના દરેક સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ના પ્રોફાઈલ પિક્ચર પર તિરંગા નો ફોટો રાખવાનું જણાવવામાં આવ્યું હતું.

તેમજ 2019-20 ના મુશ્કેલીના સમયમાં થાળી વગાડવી વગેરે જેવા નાના નાના અભિયાનથી ભારત દેશની એકતાના દર્શન થાય છે તો ચાલો આ વખતે આપણે બધા હર ઘર તિરંગા સર્ટીફીકેટ માટે રજીસ્ટ્રેશન કરી ફરી ભારત દેશની એકતા પ્રગટ કરીએ અને તમારા બધા મિત્રોને આ આર્ટિકલ શેર કરી આ સર્ટિફિકેટ ડાઉનલોડ કરવા અનુરોધ કરો, જય હિન્દ.

Read More: 12 ઓગસ્ટ પહેલા બેંકનું આ કામ પતાવવું પડશે નહીંતર ખાતા માંથી પૈસા ઉપાડી નહીં શકો – PNB KYC Last Date

Leave a comment