India Post Payment Bank Loan : જો તમારે લોન લેવી છે પરંતુ હજુ સુધી મૂંઝવણમાં છો કે ક્યાંથી પર્સનલ લોન લેવી. તો તમારા માટે આજે અમે એક વધુ પર્સનલ લોન લેવાનું વિકલ્પ લાવ્યા છીએ. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા તમે ₹50,000 થી રૂપિયા 40 લાખ સુધીની લોન મેળવી શકો છો. જો તમે પર્સનલ લોન લેવાનું વિચારી રહ્યા છો તો આ આર્ટીકલ છે ત્યાં સુધી જરૂર વાંચજો.
India Post Payment Bank Loan
India Post Payment Bank દ્વારા તમે ઓફલાઈન અને ઓનલાઇન બંને રીતે લોન માટે એપ્લાય કરી શકો છો, તમે તમારી અનુકૂળતા અનુસાર આ બે વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકો છો. સામાન્ય રીતે પોસ્ટ વિભાગની બેંકનું મુખ્ય હેતુ એ જ હતો કે ગ્રામ્ય વિસ્તારના લોકોને પૈસાની બચત તેમજ પૈસાના રક્ષણ માટે દૂર શહેરમાં બેંકે જવું ના પડે પરંતુ હવે પોસ્ટ પેમેન્ટ બેંક પણ 40 લાખ રૂપિયા સુધીની લોન આપવા માટે સક્ષમ થઈ ગઈ છે.
તો ચાલો જાણીએ કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા લોન લેવા માટે જરૂરી નિયમો અને શરતો શું છે તેમજ આ લોન લેવા માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા કઈ છે તેમજ આ લોન પર કેટલું વ્યાજ દર ચૂકવવાનો રહેશે તેની જાણકારી મેળવીએ.
India Post Payment Bank Loan Interest Rate
સૌપ્રથમ તમને જણાવી દઈએ કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા ઓનલાઇન કે ઓફલાઈન લોન પાર કેટલું વ્યાજ દર ચૂકવવો તેની માહિતી જણાવેલ નથી. પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા લોન લેતા દરેક વ્યક્તિ ને અલગ અલગ વ્યાજ દર ચૂકવવાનું હોય છે કારણ કે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વ્યક્તિને તેની નાણાકીય લેવડ અને ક્રેડિટ સ્કોરના આધારે કેટલી રકમની લોન આપવી અને આ રકમ પર કેટલું વ્યાજ દર રાખવું તે નક્કી કરે છે.
એટલે કે તમે આ લોન માટે એપ્લાય કરો છો તો તમારા નાણાકીય લેવડ દેવડના મૂલ્યાંકન બાદ જ તમને ખબર પડશે કે તમને કેટલા વ્યાજ દર લોન મળી છે.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા લોન લેવા માટે જરૂરી દસ્તાવેજ
જો તમે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા લોન લેવા ઈચ્છો છો તો તમારે તમારો તાજેતરનો પાસપોર્ટ સાઇઝ ફોટો, આધારકાર્ડ, પાનકાર્ડ, બેંક ખાતાની પાસબુક, રહેઠાણનો પુરાવો વગેરે જેવા દસ્તાવેજ રજૂ કરવા પડશે. અને હા, ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં ખાતું ખોલાવેલું હોવું જોઈએ.
લોન લેવા માટેના નિયમો અને શરતો
- ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ફક્ત ભારતના નાગરિકોને પર્સનલ લોન આપે છે.
- જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોય તો જ તમે આ લોન માટે એપ્લાય કરી શકો છો.
- ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક દ્વારા લોન લેવા માટે ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં એકાઉન્ટ હોવું જોઈએ.
- અરજદારની અરજી કર્યા બાદ, મૂલ્યાંકન પછી યોગ્યતા લાગે તો જ ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લોન આપે છે.
જો તમે આ નિયમો અને શરતોનું પાલન કરો છો તેમજ તમારી પાસે જરૂરી તમામ દસ્તાવેજો છે તો તમે નીચે મુજબની ઓનલાઇન પ્રક્રિયા દ્વારા અરજી કરી શકો છો.
ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક લોન માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા
- સૌપ્રથમ તમારે તમારા મોબાઇલમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક ની ઓફિસિયલ વેબસાઈટ https://www.ippbonline.com/ ઓપન કરવાની રહેશે.
- આ વેબસાઈટ ઓપન કરતા મેઇન મેનુ મા તમને “IPPB Customer” નામનો વિકલ્પ દેખાશે તેના પર ક્લિક કરો.
- હવે તમારે “Doorstep Banking” નામનો ઓપ્શન પસંદ કરવાનો રહેશે.
- ત્યારબાદ તમારે પર્સનલ લોન નામ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારી સામે પર્સનલ લોન માટેનું અરજી ફોર્મ ખુલી જશે, આ ફોર્મ માં વિગતો ભરો.
- વિગતો ભરાઈ ગયા બાદ તમારે જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે, હવે તમે અરજી સબમિટ કરી શકો છો.
- હવે તમારી અરજી ના મૂલ્યાંકન બાદ તમને મળવાપાત્ર લોન મળી જશે.
આશા રાખું છું તમને આ માહિતી ઉપયોગી થશે, આવી જ રીતે સરળ ભાષામાં સચોટ માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.