Indian Railway Job 2024 : પરીક્ષા વગર સીધી ભરતી માટે ટપાલ વિભાગ પ્રખ્યાત છે પરંતુ રેલવે વિભાગમાં પણ હવે પરીક્ષા વગર સીધી ભરતી કરવામાં આવે છે. આ ભરતી માં અરજી કરવા માટે તમે ફક્ત 10 પાસ હશો તો પણ અરજી કરી શકશો. તો ચાલો જાણીએ આ ભરતીની તમામ વિગતો
પરીક્ષા વગર સીધી ભરતી | Indian Railway Job 2024
RRC Northern Region Recruitment દ્વારા પરીક્ષા વગર સીધી ભરતીની જાહેરાત કરી છે. આ ભરતી દ્વારા અરજી કરનાર સફળ ઉમેદવારને એપ્રેંટીસની જોબ મળશે. ભારતીય રેલવે વિભાગ દ્વારા ટોટલ 4096 એપ્રેંટીસની જગ્યા માટે ભરતીની જાહેરાત કરી છે.
અરજી કરવા માટે છેલ્લી તારીખ કઈ છે
જો તમે ઓછા માં ઓછી 10 પાસ ની શૈક્ષણિક લાયકાત ધરાવો છો અને આ ભરતીમાં અરજી કરવાનું વિચારી રહ્યા છો તો અરજી કરવાની શરૂઆત 16/08/2024 ના રોજ થઈ ગઈ છે. આ ભરતીમાં અરજી કરવા માટે એક મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે એટલે કે તમે 16/09/2024 સુધી અરજી કરી શકશો.
અરજી કરવા માટે જરૂરી લાયકાત
ભારતીય રેલવે વિભાગની આ 4096 જેટલી એપ્રેંટીસની જગ્યા માટે અરજી કરવા માટે તમે કોઈ પણ સરકાર માન્ય સંસ્થા માંથી 10 ધોરણ પાસ હોવા જોઈએ અને હા, આ ભરતીમાં અરજી કરવા માટે ધોરણ દસમા ઓછા માં ઓછા 50% ગુણ હોવા જોઈએ તેમજ એનસીવીટી અથવા એસસીવીટી દ્વારા પ્રમાણિત સબંધિત ટ્રેડમાં આઇટીઆઇ ડિપ્લોમા કરેલ હોવું જોઈએ.
આ ઉપરાંત ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઓછામાં ઓછી 15 વર્ષ અને વધુમાં વધુ 25 વર્ષની ઉંમર ને જ ધ્યાને લેવામાં આવશે. આ સિવાયની ઉમરના ઉમેદવારો અરજી નહીં કરી શકે.(અનામત કેટેગરી માટે ઉંમરમાં છૂટછાટ મળેલ છે જેની માહિતી rrcnr.org પરથી મળી જશે)
પસંદગી પ્રક્રિયા
ભારતીય રેલવે વિભાગની આ ભરતીમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા લેવામાં નહીં આવે. આ ભરતી ફક્ત ધોરણ 10 ના માર્કસ અને આઇટીઆઇ ડિપ્લોમા ના ગુણ આધારિત કરવામાં આવશે એટલે કે આ ભરતીમાં ધોરણ દસમા મેળવેલ ગુણના 50% ગુણ અને આઇટીઆઇ ડિપ્લોમા માં મેળવેલ ગુણના 50% ગુણ ધ્યાને લઈ મેરીટ બનશે.
આ રીતે બનતા મેરિતમાં જે ઉમેદવારનું ઊંચું મેરીટ હશે તે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
અરજી કરવા માટે ફી કેટલી ચૂકવવાની રહેશે
આ ભરતીમાં જો તમે અરજી કરવા ઈચ્છો છો અને તમે SC/ST/EWS અને મહિલા કેટેગરીમાં આવો છો તો તમારે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રેહતી નથી પરંતુ આ સિવાયની કેટેગરીના ઉમેદવારોને 100 રૂપિયા અરજી ફી તરીકે ભરવાના રહેશે.
અરજી કરવા માટે ઑફિસિયલ વેબસાઈટ
જો તમે આ રેલવે વિભાગની ભરતીમાં અરજી કરવા માગો છો તો ધ્યાન રહે કે આ ભરતી માટે ફક્ત ઓનલાઇન અરજી જ ધ્યાને લેવામાં આવે છે એટલે ઓનલાઇન અરજી કરવા માટે તમારે rrcnr.org પર અરજી કરવાની રહેશે.
અરજી ફોર્મ માં પૂછવામાં આવેલી દરેક વિગત ધ્યાનથી ભર્યા બાદ તમારે જરૂરી દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે અને છેલ્લે જો લાગુ પડતું હોય તો અરજી ફી ભરવાની રહેશે.
આશા રાખું છું મિત્રો તમને આ ભરતીની જરૂરી માહિતી મળી ગઈ હશે પરંતુ હજુ વિગતવાર માહિતી માટે તમે rrcnr.org વેબસાઈટ પર જઈ ઑફિસિયલ જાહેરાત વાચી શકો છો.