ITBP Tradesman Recruitment 2024: 10 પાસ ઉમેદવારો માટે ભરતીની જાહેરાત, પગાર ધોરણ ₹21,700 થી ₹69,100

ITBP Tradesman Recruitment 2024 : ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ દ્વારા ટ્રેડસમેન માટે ભરતી ની જાહેરાત કરી છે, આ ભરતીમાં 10 પાસ ઉમેદવારો પણ ભાગ લઈ શકશે તો ચાલો જાણીએ આ ભરતી વિષેની સંપૂર્ણ માહિતી જેમકે ઉંમર મર્યાદા, શૈક્ષણિક લાયકાત, અરજી ફી, પગાર ધોરણ વગેરે

ITBP Tradesman Recruitment 2024

ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ દ્વારા 194 જગ્યાઓ પર ટ્રેડસમેન ની ભરતી માટે અરજી મંગાવી છે. આ નોકરી પર તમને માસિક ₹21,700 થી ₹69,100 સુધીનો પગાર આપવામાં આવશે. ITBP દ્વારા 20 જુલાઈ 2024 ના રોજ આ ભરતી ની જાહેરાત કરી. આ ભરતીમાં ટ્રેડ્સમેન (વાળંદ/સફાઈ કામદાર/ગાર્ડનર) માટે 143 જગ્યાઓ અને ટ્રેડ્સમેન (ટેઈલર/કોબલર) માટે 51 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરી છે આમ ટોટલ 194 જગ્યાઓ પર ભરતી થશે.

આ નોકરી માટે પગાર ધોરણ

આ ભરતીના પસંદગી પામેલા ઉમેદવારને ₹21,700 થી ₹69,100 સુધીનો પગાર આપવામાં આવશે.

આ ભરતી માટે જરૂરી શૈક્ષણિક લાયકાત

ટ્રેડ્સમેન (વાળંદ/સફાઈ કામદાર/ગાર્ડનર) અને ટ્રેડ્સમેન (ટેઈલર/કોબલર) માં અરજી કરવા માટે ઉમેદવાર સરકાર માન્ય બોર્ડ માંથી 10મું પાસ હોવો જોઈએ ઉપરાંત સબંધિત ટ્રેડમાં બે વર્ષનો અનુભવ હોવો જોઈએ. જો તમે આ મુજબની લાયકાત ધરાવો છો તો તમે આ ભરતી માટે અરજી કરી શકો છો.

પસંદગી કેવી રીતે કરવામાં આવશે

આ ભરતીમાં સફળ થવા માટે તમારે પાંચ સ્ટેજ માંથી પસાર થવું પડશે, સૌ પ્રથમ Physical Efficiency Test ત્યારબાદ Physical Standards Test ત્યારબાદ લેખિત પરિક્ષા ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને છેલ્લે મેડિકલ ટેસ્ટ. આમ આ 5 પરીક્ષામાં સફળ ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.

ટ્રેડસમેન ભરતી માટે ઉમર મર્યાદા

ઇન્ડો તિબેટન બોર્ડર પોલીસ દ્વારા ટ્રેડસમેન માટે ભરતીમાં ભાગ લેવા માટે ઓછા માં ઓછી 18 વર્ષની ઉંમર અને વધુમાં વધુ 23 વર્ષની ઉંમર રાખેલ છે આ ઉપરાંત આ સંસ્થા દ્વારા ઉંમરમાં છૂટછાટ પણ આપવામાં આવેલ છે જે ઓફિસિયલ નોટિફિકેશનમાં જોઈ શકશો.

Also Check:

ટ્રેડસમેન ભરતી માટે અરજી ફી

આ ભરતી માટે જનરલ કેટેગરી, ઇડબલ્યુએસ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારો માટે ₹100 અરજી ફી રાખવામાં આવી છે જ્યારે એસસી/એસટી અને મહિલા ઉમેદવારો મફતમાં અરજી કરી શકશે. અરજી ફી ઓનલાઇન જ નેટ બેન્કિંગ, ડેબિટ કાર્ડ વગેરે દ્વારા ભરવાની રહેશે.

જરૂરી તારીખ

ટ્રેડસમેન ભરતી માટે અરજી ભરવાની શરૂઆત 20 જુલાઈ 2024 ના રોજ થઈ અને છેલ્લી તારીખ 18 ઓગસ્ટ 2024 છે. તો આ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ આ સમયગાળા દરમિયાન અરજી કરવાની રહેશે.

ટ્રેડસમેન ભરતી માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા

અરજી કરવા માટે સૌ પ્રથમ recruitment.itbpolice.nic.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે ત્યારબાદ જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી, અરજી ફી ભરી દો અને છેલ્લે આ અરજીની પ્રિન્ટ કાઢી લ્યો.

આશા રાખું છું કે ITBP Tradesman Recruitment 2024 ની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે આ ઉપરાંત વધારે માહિતી માટે સત્તાવાર વેબસાઈટ પરથી તમે ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો, ધન્યવાદ.

Leave a comment