ITR Verification Time Limit : આ વખતે 31 જુલાઈ 2024 સુધીમાં ઘણા લોકોએ આઈટીઆર ફાઇલ કર્યો છે પરંતુ હજુ ઘણા લોકોને ખ્યાલ જ નથી કે આઈટીઆર ફાઇલ કર્યા બાદ પણ એક મહત્વનું કાર્ય કરવાનું હોય છે. જો તમે આઈટીઆર ફાઇલ કર્યા બાદ આઈટીઆઈ ઈ-વેરિફિકેશન નથી કરાવતા તો તમારે હજારો રૂપિયાનો દંડ ભરવો પડશે.
શું છે આઈટીઆર વેરીફકેશન
સામાન્ય રીતે આઈટીઆર ફાઇલ કર્યા બાદ આઈ.ટી.આર ફાઇલનું ઈ-વેરિફિકેશન ખૂબ જ જરૂરી છે. આઈટીઆર ના ઈ-વેરિફિકેશન થી તમે ખાતરી આપો છો કે તમે આઈટીઆર ફાઇલ કર્યો છે. જો તમે આઈટીઆર ફાઇલ કર્યા બાદ ઈ-વેરિફિકેશન કરાવતા નથી તો તમારો આઈટીઆઈઆર ફાઈલ માન્ય નહી ગણાય.
આઈટીઆર વેરીફકેશનના ફાયદા
જો તમે ઈ-વેરીફકેશન કરાવો છો તો આવકવેરા વિભાગ તમારા આઈટીઆર ફાઇલની ચકાસણી કરે છે અને જો કોઈ પ્રકારનો ટેક્સ વધુ ચૂકવાઈ ગયો હોય તો તમને તેનું રિફંડ પણ આપે છે. પરંતુ જો તમે ઈ-વેરીફકેશન નથી કરાવતા તો રિફંડ તો દૂરની વાત, આઈટીઆર ફાઈલ કર્યો હશે તે પણ માન્ય નહીં ગણાય ઉપરાંત દંડ ભરવો પડશે એ અલગ.
ઈ-વેરીફિકેશન માટે છેલ્લી તારીખ | ITR Verification Time Limit
સામાન્ય રીતે આઈટીઆર ફાઈલ થઈ ગયા બાદ 30 દિવસ સુધીમાં ઈ-વેરીફિકેશન કરવા માટે સમય આપવામાં આવે છે.
ઈ-વેરીફિકેશન ના કરાવ્યું તો ?
ઈ-વેરીફિકેશન ના કરાવ્યું તો તમને ઘણા બધા નુકશાન થઈ શકે છે જેમ કે તમે આઈટીઆર ફાઈલ કર્યો જશે તો પણ તે માન્ય ગણવામાં નહીં આવે એટલે કે તમે આઈટીઆર ફાઈલ નથી કર્યું એવું જ સરકાર માનશે આ ઉપરાંત જો કોઈ વધારે ટેક્સ ભરાઈ ગયો હશે તો પણ તમે કોઈ પ્રકારનું રિફંડ નહિ મળે અને જો તમે આઈટીઆર ફાઇલ કર્યા બાદ 30 દિવસ માં ઈ-વેરીફિકેશન નથી કરાવતા તો તમારે રૂપિયા 5,000 નો દંડ ભરવો પડી શકે છે.
પરંતુ જો તમે કોઈ કારણોસર ઈ-વેરીફિકેશન કરી શકતા નથી તો આવકવેરા વિભાગને યોગ્ય કારણ બતાવી માફીની માંગણી કરો છો અને આવકવેરા વિભાગથી માફી મળે છે તો તમે ફરી ઈ-વેરીફિકેશન માટે ચાન્સ આપવામાં આવે છે.
આઈટીઆર ઈ-વેરીફકેશન કેવી રીતે કરવું ?
- આઈ ટી આર ઈ-વેરિફિકેશન માટે સૌપ્રથમ તમારે ઇન્કમટેક્સના પોર્ટલ પર લોગીન કરવાનું રહેશે.
- અહીં તમને મેઇન મેનુ પર ઈ-ફાઈલ નામનું ઓપ્શન દેખાશે, જેના પર ક્લિક કરો.
- ત્યારબાદ ઇન્કમટેક્સ રિટર્ન્સ ના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે ઈ-વેરીફાઈ રિટર્ન નામના ઓપ્શન પર ક્લિક કરો.
- હવે તમને તમારા આઈટીઆઈ ફાઇલને માહિતી દેખાશે, અહીં તમારે ઈ-વેરીફાઇ નામના બટન પર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમને ઈ-વેરીફાઇ કરવા માટે ઘણા બધા ઓપ્શન જોવા મળે છે, સૌથી સરળ રીત આધાર કાર્ડ સાથે લિંક નંબર વડે વેરીફાઈ કરવાની પ્રક્રિયા સરળ છે તો તે વિકલ્પ પસંદ કરો.
- ત્યારબાદ કંટીન્યુ બટન પર ક્લિક કરો.
- હવે જનરેટ આધાર ઓટીપી પર ક્લિક કરશો એટલે આધારકાર્ડ સાથે લિંક ઓટીપી આવશે, ઓટીપી દાખલ કર્યા બાદ તમારું ઈ-વેરીફકેશન સફળતા પૂર્વક થઈ જશે.
તો મિત્રો આવી રીતે સરકારી જગતથી ખિસ્સું ખાલી થતું અટકાવવા તેમજ સરકારી સમાચાર મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો અને હા, હજુ તમારો કોઈ એવો મિત્ર છે કે જેણે આઈટીઆર ઈ-વેરીફકેશન નથી કર્યું તો તેને આ માહિતી શેર જરૂર કરજો, ધન્યવાદ.
Read More: