Jio Cheap Recharge Plan 2024: બીએસએનએલ ટક્કર આપવા માટે અંબાણી કાકાએ એટલે કે મુકેશ અંબાણીએ સૌથી સસ્તો પ્લાન લોન્ચ કર્યો છે. જેથી ગ્રાહકો વધુમાં વધુ જીઓ તરફ આકર્ષાય અને બીએસએનએલ માંથી ફરી જીઓ માં પોતાનું સીમ પોર્ટ કરાવી લે.
તમને બધાને ખબર જ છે કે જ્યારથી ભારતમાં પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓએ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે ત્યારથી ભારતમાં બીએસએનએલ ટ્રેન્ડ પર ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયામાં પણ બીએસએનએલ નો જોરદાર ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
આ ટ્રેન્ડને ફોલો કરીને ઘણા લોકો એ તો નેટવર્ક ન આવતું હોવા છતાં વોડાફોન-આઈડિયા, એરટેલ અને જીઓ માંથી બીએસએનએલ માં સીમ પોર્ટ કરાવી નાખ્યું હતું. આ કારણે પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓએ ભારતમાં પોતાના ઘણા બધા ગ્રાહકોને ગુમાવ્યા.
આ ગ્રાહકોને ફરીથી પોતાની તરફ આકર્ષવા પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ જુદા જુદા આકર્ષક રીચાર્જ પ્લાન લોન્ચ કરી રહ્યું છે. તેથી જ જીઓ એ સૌથી સસ્તો ₹75 વાળો પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાન માં જીઓ ના ગ્રાહકોને 23 દિવસની વેલીડીટી મળશે.
જીઓનો સૌથી સસ્તો પ્લાન : Jio Cheap Recharge Plan 2024
હમણાં જ ટેલિકોમ કંપની જીઓ દ્વારા રિચાર્જ પ્લાનની લિસ્ટ જાહેર કરવામાં આવી છે, જેમાનો સૌથી સસ્તો અને સારો પ્લાન ₹75 વાળો છે. આ પ્લાનમાં જીઓના ગ્રાહકોને 23 દિવસની વેલીડીટી મળશે ઉપરાંત 23 દિવસ સુધી અનલિમિટેડ કોલોની સુવિધા મળે છે.
તમને જણાવી દઈએ કે આ ₹75 વાળા રિચાર્જ પ્લાનમાં 2.5 જીબી ડેટા મળે છે પરંતુ દરરોજ અઢી જીબી નહીં મળે, ફક્ત એક જ વાર અઢી જીબી ડેટા મળશે જેની વેલીડીટી 23 દિવસ સુધીની રહેશે. પરંતુ આ રિચાર્જ પ્લાનમાં 23 દિવસ સુધી અનલિમિટેડ કોલોની સુવિધા તો મળશે જ.
આ રીચાર્જ પ્લાનના ફાયદા
જે લોકો કીપેડ વાળા મોબાઇલ વાપરે છે તે લોકો માટે આ રિચાર્જ પ્લાન સારો છે કેમ કે કીપેડવાળા મોબાઈલમાં અઢી જીબી ડેટા તો ખૂબ જ છે તેમજ જો આ મોબાઇલ માં ડેટા વાપરતા ના હોય અને ફક્ત કોલ જ માટે રિચાર્જ પ્લાન શોધી રહ્યા હોય તો રિચાર્જ પ્લાન બેસ્ટ માં બેસ્ટ છે.
કેવી રીતે રિચાર્જ કરવું
જો ઓનલાઇન રીચાર્જ કરવા ઈચ્છતા હોય તો તમે કોઈ પણ યુપીઆઈ એપ્સની મદદથી રિચાર્જ કરી શકો છો જેમ કે ગૂગલ પે, ફોન પે, પેટીએમ વગેરે આ ઉપરાંત તમે માય જીઓ એપ્લિકેશન ની મદદથી પણ ઓનલાઇન રિચાર્જ કરી શકો છો.
આ ઉપરાંત તમે કોઈપણ દુકાન કે જ્યાં સીમકાર્ડ ની સેવા આપે છે ત્યાં 75 રૂપિયા વાળા રિચાર્જ પ્લનાનું રિચાર્જ કરવાનું કહેશો તો પણ તમે કરી શકો છો.