Latest business idea 2024 : તમે બાઈક કે કાર તો ચલાવતા હશે જ અને તમને ખબર જ હશે કે આપણા વાહન માટે PUC કેટલું જરૂરી છે. જો આપણી પાસે પિયુસી પ્રમાણ પત્ર ના હોય અથવા તો તેની વેલીડિટી પૂરી થઈ ગઈ હોય તો પણ દંડ ભરવો પડે છે અને કોઈપણને દંડ ભરવું પસંદ નથી હોતો.
ભારત સરકારના નિયમ મુજબ દરેક વાહન ચાલે આજે યોગ્ય માન્યતા ધરાવતું પીયુસીનું હોવું જોઈએ અને જો ના હોય તો વાહન ચાલક દંડને પાત્ર બને છે. તો આપણે વાહન ચાલકોને પીયુસી માટેની પ્રક્રિયા સરળ બનાવી પૈસા કમાવિશું, તો ચાલો જાણીએ આ બિઝનેસ વિશેની સંપૂર્ણ માહિતી.
પીયુસી સેન્ટર ખોલો | Latest business idea 2024
પીયુસી સેન્ટર ખોલવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે ફક્ત એકવાર શરૂઆતમાં થોડું રોકાણ અને થોડી મહેનત કરવી પડશે ત્યારબાદ સરળતાથી તમે મહિને 50,000 રૂપિયાની આવક કરી શકશો.
પીયુસી સેન્ટર ખોલવા માટે સૌપ્રથમ તો તમારે કોઈ એક જગ્યા પસંદ કરવાની છે કે જ્યાં વાહનોને અવરજવર વધારે હોય તેમ જ વાહનો સરળતાથી તે જગ્યાએ આવી શકે. ત્યારબાદ તમે અહીં કોઈપણ નાનું લાકડાનું કે તમને પસંદ આવે તેવું નાનું સ્ટ્રક્ચર બનાવી લો કે તેમાં પીયુસી માટે જરૂરી સાધનો અને કાર્ય કરવા માટે જરૂરી જગ્યા ની સુવિધા મળી રહે.
અને સૌથી જરૂરી કામ તમારે આરટીઓ પાસેથી પીયુસી સેન્ટર ખોલવાની મંજૂરી લેવી પડશે આ માટે થોડા સમય લાગી શકે છે પરંતુ પરમિશન મળ્યા બાદ આ બિઝનેસમાં વધારે મગજમારી રહેતી નથી.
કેવી રીતે મંજૂરી મેળવવી
જો તમારે પીયુસી સેન્ટર ખોલવું છે તો તે માટેની મંજૂરી ઓનલાઇન જ મળી શકે છે આ માટે તમારે સત્તાવાર વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવી પડશે. ઓનલાઇન અરજી કરતા તમારી બધી જ માહિતી યોગ્ય હશે તેમ જ બધા જ ડોક્યુમેન્ટ યોગ્ય હશે તો તમને મંજૂરી મળી જશે પરંતુ ધ્યાન રહે કે આ પ્રોસેસ માટે તમારે 5000 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.
કેટલું રોકાણ અને કેટલી કમાણી
જો તમે પોતાની જમીન પર પીયુસી સેન્ટર ઓપન કરો છો તો તમારે જગ્યા માટેનું ભાડું નહીં આપવું પડે પરંતુ જો ભાડાની જગ્યા પર પીયુસી સેન્ટર ઓપન કરો છો તો તમારા વિસ્તારની જગ્યા મુજબનું ભાડું તેમજ મંજૂરી મેળવવા માટે 5000 રૂપિયાની ફી આ ઉપરાંત તમે પીયુસી સેન્ટર માટેની જે સ્ટ્રક્ચર બનાવો છો તેનો ખર્ચ.
Read More :
- રિફંડમા મોડું થયું તો સરકાર વ્યાજ સહિત ચૂકવશે, જાણો શું છે નિયમ
- દર મહિને ₹15,000 થી ₹50,000 મળશે અને સરકાર સાથે કામ કરવાની સુવર્ણ તક, છેલ્લી તારીખ પહેલાં અહીંથી અરજી કરો
ઉપરાંત પીયુસી માટેના જરૂરી સાધનો જેમકે કોમ્પ્યુટર વગેરે આમ ટોટલ ખર્ચ ની ગણતરી કરીએ તો લગભગ દોઢ લાખથી બે લાખ સુધીનો ખર્ચ થશે. આ એકવાર ખર્ચ થયા બાદ અન્ય ખર્ચ કરવાનો રહેતો નથી.
અને જો આવકની વાત કરીએ તો દિવસના ફક્ત 15 થી 20 વાહનો પીયુસી માટે આવે છે તો તમે તેની પાસેથી સરેરાશ 80 રૂપિયાની ફી લઇ શકો છો એક દિવસના તમે ઓછામાં ઓછા 1600 રૂપિયા બનાવી લેશો અને મહિને 50,000 ની કમાણી કરી શકશો.