Loan For Low Cibil Score : જે વ્યક્તિનું સીબીલ સ્કોર સારો ન હોય તે વ્યક્તિને લોન લેવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે જો લોન મળે છે તો પણ ખૂબ જ ઊંચા વ્યાજ દરે લોન મળે છે. પરંતુ આજે તમને એક એવા પ્રકારની લોન વિશેની માહિતી મળશે કે જેમાં તમારો સિબિલ સ્કોર ધ્યાને લેવામાં નહીં આવે અને તમને 50 લાખ સુધીની લોન મળવા પાત્ર થશે અને એ પણ 10% કરતા પણ ઓછા વ્યાજ દરે.
તો જો તમારો સીબીલ સ્કોર ખરાબ છે તો તમે નીચે દર્શાવેલ પ્રકારની લોન લઈ શકો છો ઉપરાંત આ લોન લેવાથી ફાયદો એ થશે કે તમારો સિબિલ સ્કોર પણ સુધરી જશે. તો ચાલો ફાટફાટ આ લોન વિશેની માહિતી મેળવીએ.
આ લોન પર સિબિલ સ્કોર ધ્યાને નથી લેવાતો | Loan For Low Cibil Score
હું વાત કરી રહ્યો છું ગોલ્ડ લોનની. જી હા મિત્રો, ગોલ્ડ લોન પર તમારો સિબિલ સ્કોર ધ્યાને લેવામાં નહીં આવે અને બીજી વાત કે તમારી આવક વિશેની માહિતી વગર જ તમને 50 લાખ સુધીની લોન મળી જશે. ગોલ્ડ લોન લેવા માટે તમે કોઈ બેન્ક અથવા કોઈ નાણાકીય સંસ્થા પર અરજી કરી શકો છો.
ગોલ્ડ લોન લેવા માટે તમે જે બેંક કે નાણાકીય સંસ્થામા લોન માટે એપ્લાય કરો છો ત્યાં તમારે તમારું ગોલ્ડ ગિરવી રાખવું પડશે. તમારા આ ગીરવી રાખેલ સોનાનો વજન અને તેની ગુણવત્તાને ધ્યાનમાં રાખીને બજારમાં જે ભાવ ચાલતો હોય તે ભાવના આધારે તમને લોનની જે તે રકમ મળવા પાત્ર થાય છે.
ધ્યાન રાખવાની બાબત એ છે કે તમે જે નાણાકીય સંસ્થા કે બેંક પર તમારું ગોલ્ડ ગીરવી મૂકો છે તે સંસ્થા કે બેંક વિશ્વાસને પાત્ર હોવી જોઈએ. જો તમે કોઈ અવિશ્વાસુ નાણાકીય સંસ્થા કે બેંકને ગોલ્ડ ગીરવી મૂકી અને લોન મેળવવાનો પ્રયત્ન કરશો તો લોન તો નહીં જ મળે અને તમે તમારું ગોલ્ડ પણ ગુમાવી બેસશો. તેથી હંમેશા ગોલ્ડ લોન લેતા પહેલા જે તે નાણાકીય સંસ્થા કે બેંકની ખરાઈ કરવી કે તે વિશ્વાસને પાત્ર છે કે નહીં.
ગોલ્ડ લોન લેવાના ફાયદા
- સૌ પ્રથમ તો ગોલ્ડ લોન મેળવવા માટે નાણાકીય સંસ્થા કે બેંક તમારો સીબીલ સ્કોર ધ્યાને લેતી નથી.
- ગોલ્ડ લોન લેવા માટે તમારે ઇન્કમ પ્રુફ આપવાની જરૂર રહેતી નથી.
- ગોલ્ડ લોન લેવાની પ્રક્રિયા ખૂબ જ ઝડપી હોય છે તેથી ગોલ્ડ લોન ફક્ત એક થી બે દિવસમાં જ મળી જાય છે.
- ગોલ્ડ લોન લીધા બાદ તમે લોનની ચુકવણી સમયસર કરો છો તો તમારો સીબીલ સ્કોર પણ સુધરશે.
- ગોલ્ડ લોન પર લોન લેનાર ને 50 લાખ રૂપિયા સુધીની લોન મળી રહે છે.
- ગોલ્ડ લોન લેવાથી અન્ય પ્રકારની લોન કરતાં ખૂબ જ ઓછું વ્યાજ દર ચૂકવવું પડે છે. સામાન્ય રીતે ગોલ્ડ લોન પર વ્યાજ દર 10% કે તેથી ઓછું હોય છે.
અને છેલ્લે તમને બધાને જણાવી દઈએ કે ગોલ્ડ લોન ના વ્યાજ હતા ગોલ્ડ ની માત્રા અને ગોલ્ડની ગુણવત્તા પર પણ આધાર રાખે છે તેમજ અલગ અલગ બેંક કે અલગ અલગ નાણાકીય સંસ્થા દ્વારા તમને અલગ અલગ વ્યાજ દર ઓફર કરવામાં આવે છે. ધ્યાન રહે કે તમે જે પણ નાણાકીય સંસ્થા કે બેંક દ્વારા ગોલ્ડ લોન લો છો તો તે અંગેની સંપૂર્ણ જાણકારી મેળવી લેવી ત્યારબાદ જ ગોલ્ડ લોન માટે અરજી કરવી.
મિત્રો તમારા કોઈ મિત્રને લોન લેવી છે પરંતુ સીબીલ સ્કોર સારો નથી તેથી તેને લોન લેવામાં મુશ્કેલી પડે છે અથવા તો ખૂબ ઓછા વ્યાજ દરે લોન મળે છે તો તેને આ આર્ટીકલ જરૂરથી શેર કરજો જેથી તેને સરળતાથી ઝડપી અને ઓછા વ્યાજ દર એ ગોલ્ડ લોન મળી રહે, ધન્યવાદ.
Read More: