Low Investment Business Idea : જે લોકોને વાચતા પણ નથી આવડતું તે લોકો પણ આ બિઝનેસ કરી શકે છે એટલે કે આ બિઝનેસમાં કોઈ મોટી માથાકૂટ નથી કે ના કોઈ મોટો હિસાબ કિતાબ છતાં તમે મહિને 40,000 જેટલા રૂપિયા પડી લેશો. તો ચાલો જાણીએ આ બિઝનેસની વિગતવાર માહિતી.
મોબાઈલ ચાર્જિંગ બિઝનેસ | Low Investment Business Idea
તમને બધાને ખબર જ છે કે આજકાલના લોકો એક દિવસ પાણી વગર રહી શકશે પરંતુ મોબાઈલ વગર નહીં રહી શકે. અને એમાં પણ ઇન્ટરનેટ સુવિધા વગર તો લોકોને દિવસ પસાર કરવો ખૂબ જ અઘરો લાગે છે.
સામાન્ય રીતે લોકોને બહાર જવાનો હોય છે ત્યારે સૌપ્રથમ મોબાઈલ તેમજ હેડફોન વગેરે સાધન પહેલા શોધે છે. બહારગામ જતી વખતે મુસાફરી દરમિયાન સતત અને સતત મોબાઈલનો ઉપયોગ કરે છે તેથી થોડા કલાકો બાદ મોબાઈલ ચાર્જિંગ સાવ ડાઉન થઈ જાય છે.
અને પછી જે તે વ્યક્તિ પોતાના મોબાઈલને ચાર્જિંગ કરવાના રસ્તાઓ શોધે છે. આવા વ્યક્તિઓને આપણે જ રસ્તો બતાવવાનો છે એટલે કે તેની સમસ્યાનું સમાધાન કરવાનું છે અને પૈસા કમાવાના છે.
Read More:
- UPI Transaction Mistake: એક રૂપિયો પણ નહીં જાય, ભૂલથી ટ્રાન્સફર થયેલા પૈસા આ રીતે ફટાફટ મેળવો
- Indian Railway Job 2024 : પરીક્ષા વગર સીધી ભરતી, 10 પાસ ઉમેદવારો માટે આ છેલ્લી તક
કેવી રીતે શરૂ કરવો મોબાઈલ ચાર્જિંગ બિઝનેસ
આજકાલ તમને ખબર જ છે કે માર્કેટમાં એવી ઘણી કંપનીઓ છે કે જેઓ 8 થી 10 મિનિટમાં જ મોબાઈલ ફુલ ચાર્જિંગ થઈ જાય તેવા ચાર્જર બનાવી રહી છે. તો તમારે આવા સુપરફાસ્ટ ચાર્જિંગ વાળા ચાર્જર ખરીદવાના છે. જો તમે આઠ થી દસ આવા ચાર્જર ખરીદશો તો પણ વધુમાં વધુ દસ-બાર હજાર નું ખર્ચ થશે.
હવે આ આઠ થી દસ ચાર્જર લઈ રેલવે સ્ટેશન કે બસ સ્ટેશન વગેરે જેવા સ્થળોએ એવી જગ્યા શોધો કે જ્યાં તમે 8 થી 10 મોબાઇલ એક સાથે સરળતાથી ચાર્જિંગ કરી શકો.
હવે આ જગ્યાએ તમારે સાદો સિમ્પલ બોર્ડ લગાવી દેવો કે જેમાં લખો, “ફક્ત 10 મિનિટમાં 100% ચાર્જિંગ,માત્ર 15 રૂપિયામાં”. આ બોર્ડ વાંચતા જ દૂરથી મુસાફરી કરીને આવેલા મુસાફરો કે જેના મોબાઈલમાં ચાર્જિંગ ઓછું છે તેઓ સરળતાથી પોતાના મોબાઈલને ચાર્જ કરવા ₹15 રૂપિયા આપી દેશે.
આમ એક સાથે ઓછામાં ઓછા દસ મોબાઇલ ચાર્જ કરશો તો તમને 10 મિનિટમા જ 150 રૂપિયાની આવક થઈ જશે.
કેટલા રોકાણ પર કેટલી આવક
રોકાણની વાત કરીએ તો તમારે ફક્ત 10 સુપર ફસ્ટ ચાર્જર ખરીદવામાં ખર્ચ કરવાનો છે ઉપરાંત જો તે જગ્યાએ ભાડું આપવું પડે એમ હોય તો તે ભાડાનો ખર્ચ અને જો કમાણીની વાત કરીએ તો તમે એક દિવસમાં 70 થી 80 મોબાઈલ ચાર્જ કરશો તો તમને એક જ દિવસમાં 1300 થી 1400 રૂપિયાની આવક થઈ જશે અને મહિને 40,000 રૂપિયા સરળતાથી કમાવી શકો છો.