Low investment business idea : આજ ના આ બિઝનેસ આઈડિયામાં રોકાણ ઝીરો રૂપિયા છે. હા, તમે બરાબર વાંચ્યું. રોકાણ ઝીરો રૂપિયા છે. પણ થોડી મહેનત કરવી પડશે, શરૂઆતમાં મહેનત કર્યા બાદ આ બિઝનેસ જોરદાર ચાલે છે. તો ચાલો આ બિઝનેસ વિશે માહિતી મેળવીએ.
સમૂહ સામગ્રી ખરીદ | Low investment business idea
તમને ખબર જ છે કે કરિયાણાની તો દરેક ઘરમાં માંગ હોય જ છે. ચોમાસુ હોય શિયાળ હોય કે પછી ઉનાળો દરેક ઘરમાં કરિયાણું તો જોઈએ અને જોઈએ જ. અને કરિયાણાની ખરીદીનું કાર્યભાર ઘરની મહિલાઓ પર જ હોય છે. અને આ મહિલાઓને જો કરિયાણા પર જોરદાર ડિસ્કાઉન્ટ મળે તો…
મહિલાઓ ત્યાં જ ખરીદી કરશે જ્યાં સારું ડિસ્કાઉન્ટ મળે અથવા કોઈ પુરુષ કરિયાણાની ખરીદી કરે છે તો તે કરિયાણા પર ડિસ્કાઉન્ટ મેળવીને પૈસા તો બચાવી જ શકશે સાથે સાથે પત્નીને ઇમ્પ્રેસ પણ કરી શકશે.
આ ડિસ્કાઉન્ટની વાત નો લાભ લઇ તમારે બિઝનેસ બનાવવાનો છે. તમારે કરિયાણાની મોટી માત્રા આ કોઈ મોટા વેપારી પાસેથી ખરીદી કરવાની છે જેથી તમને મોટી માત્રમાં ખરીદી કરવાથી મોટું ડિસ્કાઉન્ટ મળશે, ચાલો આગળ સમજાવું કે કઈ રીતે આ બિઝનેસ યુનિક છે.
શા માટે આ બિઝનેસ યુનિક છે
આ બિઝનેસમાં તમે ખરીદેલી એક પણ સામગ્રી પર એક પણ રૂપિયો વેસ્ટ નહીં જાય કેમ કે આ બિઝનેસ કરવા માટે તમારે તમારી આસપાસના શેરી મહોલ્લાના લોકોનું એક એવું ગ્રુપ બનાવવાનું છે કે જેઓ ડિસ્કાઉન્ટ ભાવે કરિયાણા લેવા ઇચ્છે છે.
આ તમામ લોકોને તમારા ગ્રુપ માં સામેલ કરવા માટે કઈક નિયમો બનાવી પાલન કરવા કહેવું પડશે જેમ કે મહિનાનું ઓછામાં ઓછું એટલા રૂપિયાની સામગ્રી ખરીદવી પડશે આ સિવાય તમને તમારી અનુકૂળતા મુજબ નિયમો બનાવી શકો છો.
ત્યારબાદ તમારે આ ગ્રુપના દરેક મેમ્બરની સામગ્રીની યાદી લઇ મોટા વેપારી કે બજારમાંથી બધી જ સામગ્રી એક સાથે ખરીદવાની છે. જેથી તમને મોટું ડિસ્કાઉન્ટ મળી જશે, ત્યારબાદ આ સામગ્રી તમારે તમારા ગ્રુપમાં જેણે જે સામગ્રી મગાવી છે તેને તે સામગ્રી ડિસ્કાઉન્ટ ભાવે વેચી દેવાની છે અને ધ્યાન રહે કે એવું ડિસ્કાઉન્ટ આપવાનું છે જેથી તમારો પ્રોફિટ માર્જિન પણ નીકળે.
આ બિઝનેસ ના ફાયદા
- તમારે કોઈ કરિયાણાની સ્ટોલ નાખવી પડતી નથી, તેથી કરિયાણાની શોપ નાખવામાં હજારો કે લાખો રૂપિયાનો ખર્ચ થતો નથી.
- કરિયાણાની દુકાનોની જેમ આખો દિવસ દુકાન પર બેસી રહી ગ્રાહકોની રાહ જોવી પડતી નથી.
- મોબાઇલમાં વોટ્સ એપ કે અન્ય માધ્યમ દ્વારા તમે તમારા ગ્રુપ મેમ્બરના ઓર્ડર લઈ શકશો જેથી ઓર્ડર લેવા ઘરે ઘરે જવાની જરૂર નથી.
- દરરોજ એટલું જ કરિયાણું ખરીદશો જેટલું તમારા ગ્રુપ મેમ્બરોએ મંગાવ્યું હશે જેથી નુકસાનની વાત જ ના આવે.
- ડિસ્કાઉન્ટ ભાવે કરિયાણાની ખરીદી કરવા માટે દિવસેને દિવસે તમારા ગ્રુપ મેમ્બર વધતા જશે અને તમારી કમાણી પણ વધતી જશે.
કેટલા રોકાણ પર કેટલો ફાયદો
રોકાણ તો ઝીરો રૂપિયા જ છે કેમકે તમારા ગ્રુપ મેમ્બર જેટલી સામગ્રી તેટલી ખરીદી કરશે જ અને વાત રહી આવકની તો તમે તમારી અનુકૂળતા અનુસાર તમારો પ્રોફિટ નક્કી કરી તમારા ગ્રુપ મેમ્બર્સને ડિસ્કાઉન્ટ ઓફર કરી શકો છો.
આ બિઝનેસની મજાની વાત એ છે કે દિવસે ને દિવસે ગ્રુપ મેમ્બરમાં વધારો જ થતો જાય છે અને કમાણી પણ દિવસે ને દિવસે વધતી જ થાય છે. જો આ બિઝનેસ સારી રીતે કરો છો તો એક સમયે તમે આરામથી મહિને ₹40,000 કમાવી લેશો.
Read More:
RBI New Rule For CIBIL Score: લોન લેવા માટે હવે સતત જાગતા રહેવું પડશે નહીંતર, જાણો આરબીઆઈનો નવો નિયમ