LRD-PSI Exam Date 2024-25 : LRD-PSI ભરતી ની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારો પરીક્ષાની તારીખોની રાહ જોઈને બેઠા છે એવામાં આ ભરતીને લઈને એક સમાચાર આવ્યા છે જેમાં પરીક્ષાની સંભવિત તારીખોની માહિતી જણાવેલ છે તો ચાલો જોઈએ આ ટાઈમ ટેબલ.
LRD-PSI Exam Date 2024-25
એલઆરડી અને પીએસઆઇ ની તૈયારી કરી રહેલા ઉમેદવારોને જણાવી દઈએ કે નીચે દર્શાવેલ ટાઈમ ટેબલ સંભવિત ટાઈમ ટેબલ છે આ ટાઈમ ટેબલમાં ભરતી બોર્ડ ફેરફાર કરી શકે છે. પરંતુ આ ટાઈમ ટેબલ જોઈને જરૂર તમને અંદાજો આવી જશે કે કઈ તારીખે કઈ પરીક્ષા યોજાશે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ-2024-25 ભરતી પ્રક્રિયા અંદાજીત સમયપત્રક
પ્રક્રિયા | તારીખ |
જાહેરાત | 13/03/2024 |
ઓનલાઇન અરજીઓ સ્વીકારવા માટેનો સમયગાળો | 04/04/2024 થી 30/04/2024 |
ફી ભરવાની છેલ્લી તારીખ | 07/05/2024 |
ધોરણ-૧૨ પાસ અને ગ્રેજયુએટના બાકી રહેલ ઉમેદવારો માટે ઓનલાઇન અરજીઓ સ્વીકારવાની કામગીરી | ઓગસ્ટ/સપ્ટેમ્બર-2024 |
શારીરીક કસોટી | નવેમ્બર/ડિસેમ્બર-2024 |
શારીરીક કસોટી પરિણામ | જાન્યુઆરી-2025 |
બિન હથિયારી પીએસઆઇ લેખિત પરીક્ષા
પ્રક્રિયા | તારીખ |
લેખિત પરિક્ષા | જાન્યુઆરી/ફેબ્રુઆરી-2025 |
ઓબ્જેકશન અને ગુણ જાહેર કરવા | ફેબ્રુઆરી-2025 |
લેખિત પરિક્ષાના પેપર-1ના રિચેકીંગ | ફેબ્રુઆરી-2025 |
લેખિત પરિક્ષાના પેપર-1નું પરિણામ | માર્ચ-2025 |
લેખિત પરિક્ષાના પેપર-૨ (સબ્જેકટીવ) ચકાસણી કામગીરી | માર્ચ થી જુલાઈ-2025 |
લેખિત પરિક્ષાના પેપર-૨ (સબ્જેકટીવ)ના ગુણ જાહેર કરવા | ઓગસ્ટ-2025 |
લેખિત પરિક્ષાના રીચેકીંગ માટે | ઓગસ્ટ-2025 |
લેખિત પરિક્ષાનું પરિણામ | ઓગસ્ટ-2025 |
દસ્તાવેજ ચકાસણી | સપ્ટેમ્બર-2025 |
હંગામી પરિણામ જાહેર કરવા માટે | સપ્ટેમ્બર-2025 |
વાંધાઓ મંગાવવા માટે | સપ્ટેમ્બર-2025 |
આખરી પરિણામ જાહેર કરવા માટે | સપ્ટેમ્બર-2025 |
મિત્ર આ રીતે ઉપર મુજબના ટાઈમ ટેબલ ને ધ્યાન રાખીને હાલ તમારી તૈયારીઓ ચાલુ રાખજો. હા, આ ટાઈમ ટેબલ સંભવિત છે પરંતુ ઓફિસિયલ જ છે એટલે આમાં વધારે ફેરફાર થવાની શક્યતાઓ જણાતી નથી. અને તમને બધાને ખબર જ છે કે દોડની પરીક્ષા ફક્ત ક્વોલીફાઈ પરીક્ષા જ છે તેથી આ ટાઈમ ટેબલ થી અંદાજો આવી શકે કે ક્યારે દોડની પરીક્ષા હશે તેથી તે મુજબની તૈયારી ચાલુ રાખજો.
જો તમારો કોઈ મિત્ર આ ભારતીય ની તૈયારી કરતો હોય તો તેને આ માહિતી જરૂરથી પહોંચાડજો અને આવી જ રીતે ભરતી અને સરકારી સમાચારની દરેક માહિતી માટે અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.
Read More: