Manav kalyan yojana : માનવ કલ્યાણ યોજના ને વધારે કારગર બનાવવા માટે રાજ્ય સરકારે આ યોજનામાં કેટલાક સુધારાઓ કર્યા છે. સૌથી મહત્વનો સુધારો છે કે લાભાર્થીને હવે પ્રતિ દિવસ 500 રૂપિયા અને સાધનોની ટૂલકિટની ખરીદી માટે ઈ-વાઉચર આપવામાં આવશે. તો ચાલો માનવ કલ્યાણ યોજનામાં થયેલા સુધારા વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ.
યોજનામાં નવા સુધારા | Manav kalyan yojana
ગુજરાત રાજ્યના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપુત આ યોજના અંગે માહિતી આપતા જણાવે છે કે માનવ કલ્યાણ યોજનામાં સુધારો કરવામાં આવ્યું છે આ સુધારામાં હવે લાભાર્થીને સાધનની ટૂલકિટની ખરીદી જાતે કરવાની રહેશે આ માટે સરકાર દ્વારા જ ઈ વાઉચર આપવામાં આવશે. આ ઈ-વાઉચર ની મદદથી જ લાભાર્થી પોતાની પસંદના સાધનની ટુલકીટ ખરીદી શકશે.
આ ઉપરાંત આ સુધારામાં જણાવવામાં આવ્યું છે કે લાભાર્થીને જો સંબંધિત વ્યવસાયની પ્રતિષ્ઠ સંસ્થાઓ દ્વારા તાલીમ લેવી હોય તો આ યોજના હેઠળ પાંચ દિવસની તાલીમ પણ આપવામાં આવશે અને આ તાલીમના દરેક દિવસ માટે 500 રૂપિયા સ્ટાઈપેન્ડ આપવામાં આવશે આમ લાભાર્થીને પાંચ દિવસની તાલીમ માટે રૂપિયા 2500 આપવામાં આવશે.
આ વ્યવસાયના કારીગરોને સહાય નહીં મળે
અગાઉ માનવ કલ્યાણ સહાય યોજના દ્વારા 28 પ્રકારના વ્યવસાયો માટે સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે નવા સુધારા બાદ ફક્ત 10 પ્રકારના વ્યવસાયો માટે જ સહાય આપવામાં આવશે.
આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમલમાં મુકાય પીએમ વિશ્વકર્મા યોજના દ્વારા બાકીના 18 પ્રકારના વ્યવસાયોને સહાય આપવામાં આવે છે તેથી આ 18 પ્રકારના વ્યવસાયો ને માનવ કલ્યાણ યોજનાના નવા સુધારામાંથી બાદ કરવામાં આવ્યા છે.
આ વ્યવસાય માટે મળશે સહાય
માનવ કલ્યાણ યોજના ના સુધારા બાદ નીચેના 10 પ્રકારના વ્યવસાયને જ સહાય આપવામાં આવશે.
- સેન્ટ્રીંગ કામ
- વાહન સર્વિસ અને રીપેરીંગ કામ
- ભરતકામ
- પ્લમ્બર
- બ્યુટી પાર્લર
- ઈલેક્ટ્રીક એપ્લાયન્સીન્સ રીપેરીંગ
- દૂધ દહીં વેચનાર
- પાપડ બનાવનાર
- અથાણા બનાવનાર
- પંચર કરનાર
સુધારા બાદ આ અરજદારોને જ લાભ મળશે
- અરજદારની ઉંમર 18 થી 60 વર્ષ ની હોવી જોઈએ.
- કુટુંબ દીઠ ફક્ત એક કારીગર જ આ યોજનાનો લાભ મેળવી શકે છે.
- કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ.
- BPL કાર્ડ ધારકો, વિધવા મહિલા અને ઓછી આવક ધરાવતા અરજદારોને પ્રાધાન્ય આપવામાં આવશે.
- જો કુટુંબમાં કોઈ સરકારી નોકરી કરતું હોય તો તે કુટુંબ સભ્યને આ યોજનાનો લાભ નહીં મળે.
આ યોજના માટે અરજી કેવી રીતે કરવી
આ યોજનાનો લાભ લેવા માટે અરજદારે ઇ-કુટીર પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. ત્યારબાદ તમામ અરજદારોની અરજી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ચેક કરવામાં આવશે, અહીં મંજૂર થયેલી અરજીઓ માટે ડ્રો કરવામાં આવશે. આ ડ્રો મા પસંદ થયેલ અરજદારોને આ યોજનાનો લાભ મળશે અને બાકીની અરજીઓને આવતા વર્ષ માટે નોંધી રાખવામાં આવશે.
Read More: