Mera Ration 2.0: રાશન કાર્ડ ધારકોના ધક્કા બંધ. હા, તમે સાચું જ વાંચ્યું કેમકે હવે તમારે તમારા કોઈ પરિવાર સભ્યનું નામ રાશનકાર્ડમાં ઉમેરવું હશે તો તમે ઘરે બેઠા મોબાઈલ દ્વારા જ ઉમેરી શકશો. આ માટે તમારે ક્યાંય બહાર ધક્કા ખાવાની જરૂર નથી કે મોટી લાઈનમાં રાહ જોવાની જરૂર નથી.
કારણ કે ભારત સરકાર દ્વારા મેરા રાશન 2.0 એપ્લિકેશન લોન્ચ કરી દેવામાં આવી છે. આ એપ્લિકેશનની મદદથી જ તમે ઘરે બેઠા તમારા પરિવાર સભ્યનું નામ જોડી શકશો આ ઉપરાંત અન્ય ઘણી બધી સેવાઓ પણ આ એપ્લિકેશનમાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ બધી જ માહિતી ને આપણે વિગતવાર માહિતી મેળવીશું પરંતુ પહેલા આ એપ્લિકેશનમાં લોગીન કઈ રીતે કરવું તે જોઈ લઈએ.
મેરા રાશન 2.0 માં લોગીન પ્રક્રિયા | Mera Ration 2.0
સૌપ્રથમ તમારે પ્લે સ્ટોરમાં જઈ “Mera Ration 2.0” સર્ચ કરવાનું રહેશે. હવે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો. ત્યારબાદ ની પ્રક્રિયા નીચે મુજબ છે.
- સૌપ્રથમ તમારી મનપસંદ ભાષા સિલેક્ટ કરી નેક્સ્ટ બટન દબાવો.
- ત્યારબાદ તમને થોડીક માહિતી જોવા મળશે આ માહિતી જોઈને “ગેટ સ્ટારટેડ” નામના બટન પર ક્લિક કરો.
- હવે તમારી સામે લોગીન પેજ ખુલી જશે.
- અહીં સૌથી ઉપર તમને બે ઓપ્શન જોવા મળશે.
- Beneficiaries users
- Department users
- અહીં જે પહેલું ઓપ્શન છે તે રાશનકાર્ડ ધારકો માટે છે જ્યારે બીજો ઓપ્શન અધિકારીઓ માટે છે તો તમારે પહેલા ઓપ્શનને પસંદ કરવાનો રહેશે.
- હવે આધાર કાર્ડ નંબર અને કેપ્ચા કોડ દાખલ કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે.
ધ્યાન રાખવા જેવી બાબત છે કે તમારા રાશનકાર્ડ સાથે મોબાઈલ નંબર લીંક હોવા જોઈએ. રાશનકાર્ડ સાથે જે મોબાઈલ નંબર લીંક હોય તે જ દાખલ કરવા અને તેમાં જ ઓટીપી આવશે.
- ઓટીપી દાખલ કર્યા બાદ તમારે “MPIN” કોડ બનાવવાનું રહેશે, ધ્યાન રહે આ કોડ યાદ રહે તેઓ કોડ દાખલ કરવાનો છે ત્યારબાદ ફરી આ કોડ દાખલ કરવાનો ઓપ્શન આવશે.
- ઓકે બટન ક્લિક કરશો એટલે તમારી લોગીન પ્રક્રિયા (Mera Ration 2.0 Login) સંપૂર્ણ થઈ જશે.
Read More:
- Low Investment Business Idea: ફક્ત એકવાર ₹10,000 ખર્ચ કરો ત્યારબાદ દર મહિને ₹40,000ની આવક પાક્કી, જાણો સંપૂર્ણ બિઝનેસ પ્લાન
- UPI Transaction Mistake: એક રૂપિયો પણ નહીં જાય, ભૂલથી ટ્રાન્સફર થયેલા પૈસા આ રીતે ફટાફટ મેળવો
કેવી રીતે નવા સભ્યનું નામ ઉમેરવું
જેવી તમે લોગીન પ્રક્રિયા પૂર્ણ(Mera Ration 2.0 Login) કરશો એટલે તમારી સામે ઘણા બધા ઓપ્શન ખુલી જશે. આ ઘણા બધા ઓપ્શનમાંથી સૌથી પહેલું ઓપ્શન “Manage Family Detail” હશે, તેના પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ થોડી પ્રોસેસ થશે અને પછી તમને સૌથી ઉપર “એડ ન્યુ મેમ્બર” નામનું ઓપ્શન દેખાશે. આ ઓપ્શન પર ક્લિક કરતા જ તમારી સામે એક રજીસ્ટ્રેશન ફોર્મ ખુલી જશે. રજીસ્ટ્રેશન કરવા માટે ટોટલ નવ સ્ટેપ પૂર્ણ કરવાના થશે આ નવો સ્ટેપ પૂર્ણ કરશો એટલે તમે નવા સભ્યનું નામ ઉમેરવા માટેની રિક્વેસ્ટ મોકલી શકો છો.
ધ્યાન રહે કે આ નવી એપ્લિકેશન સરકાર દ્વારા હમણાં જ લોન્ચ કરવામાં આવેલી છે તેથી ઘણા લોકોને સમસ્યાઓ જોવા મળશે જેમ કે ઓટીપી નહીં આવે કેટલીક એપ્લિકેશનની અન્ય પ્રોબ્લેમ પણ જોવા મળશે પરંતુ સમય જતા આ એપ્લિકેશન સારી રીતે કામ કરશે.
આશા રાખું છું મિત્રો કે તમને આ માહિતી ગમી હશે તેમજ જો તમારા પરિવારમાં કોઈને નવા સભ્યનુ નામ ઉમેરવું હોય અને ઘરે બેઠા જ આ કામ કરવું હોય તો તેને આ આર્ટિકલ શેર કરવા વિનંતી, ધન્યવાદ.