Mobile Tower business idea: કેવી મજા પડે જ્યારે કંઈ જ કર્યા વગર મહિનાના બેઠા બેઠા ₹60,000ની આવક થાય તો. હા, પહેલી નજરે વિશ્વાસ નહીં આવે પરંતુ હું સાચું બોલી રહ્યો છું. એકવાર આર્ટીકલ છેલ્લે સુધી વાંચી તો જુઓ તમને પણ વિશ્વાસ આવી જશે. હું વાત કરી રહ્યો છું મોબાઇલ ટાવર બિઝનેસની. તો વધારે ટાઈમ વેસ્ટ નથી કરવો સીધા કામની વાત પર આવીએ.
કેવી રીતે મળશે મહિને ₹60,000 | Mobile Tower business idea
હાલ તમને ખબર જ છે કે ભારતમાં ટેલિકોમ કંપનીઓ વચ્ચે સ્પર્ધા ખૂબ જ વધી ગઈ છે અને જ્યારથી પ્રાઇવેટ ટેલિકોમ કંપનીએ પોતાના રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે ત્યારથી તો બીએસએનએલ પણ આ સ્પર્ધામાં જોડાઈ ગયું છે અને બીએસએનએલ ના એક લાખ ટાવર ઊભા કરવાની ઘોષણા પણ થઈ ગઈ છે તેથી અન્ય ટેલિકોમ કંપનીઓ પણ પોતાના ગ્રાહકો વધારવા વધુ ટાવર ઊભા કરશે.
આ સ્પર્ધાનો ફાયદો આપણે ઉઠાવવાનો છે, બેઠા બેઠા મહિને ₹60,000ની કમાણી કરવા તમારે પોતાની જમીન પર ટાવર ઇન્સ્ટોલ કરવા ટેલિકોમ કંપનીનો સંપર્ક કરવો પડશે. હાલ એકબીજાની સ્પર્ધાથી જે તે ટેલિકોમ કંપનીના કર્મચારી તમારી તે જગ્યાનું નિરીક્ષણ કરવા આવશે અને તમારી સાથે ડીલ ફાઇનલ કરશે.
અલગ અલગ કંપની તેનો ટાવર તમારી જગ્યા પર ઇન્સ્ટોલ કરવા અલગ અલગ રકમ ઓફર કરે છે. આ રકમ ઓછા માં ઓછી મહિને ₹10,000 અને વધુમાં વધુ મહિને ₹60,000ની હોય છે. ટાવર ઇન્સ્ટોલ થઈ ગયા બાદ તમે નક્કી કરેલા ડીલના પૈસા તમને દર મહિને બેઠે બેઠે મળશે.
કંઈ કંઈ કંપનીનો સંપર્ક સાધી શકાય
જો તમે તમારી જગ્યા પર ટાવર ઇન્સ્ટોલ કરાવી બેઠે બેઠે પૈસા કમાવવા ઈચ્છો છો તો તમે નીચેની ટેલિકોમ કંપનઓનો સંપર્ક કરી શકો છો.
- એરટેલ
- અમેરિકન ટાવર કોઓપરેટિવ
- બીએસએનએલ ટેલિકોમ ટાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર
- એસઆર ટેલિકોમ
- જીટીએલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
- એચએફસીએલ કનેક્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર
- આઈડિયા ટેલિકોમ ઇન્ફ્રા લિમિટેડ
- વોડાફોન ટાવર
- રિલાયન્સ ઇન્ફ્રાટેલ
ટાવર ઇન્સ્ટોલ કરવા માટે કંપનીની શરતો
- જો તમે તમારી છત પર ટાવર ઇન્સ્ટોલ કરાવવા માંગો છો તો છત પર ઓછા મા ઓછી 500 ચોરસ ફૂટની જગ્યા હોવી જોઈએ.
- જો તમે તમારો જમીન પર ટાવર ઇન્સ્ટોલ કરાવવા માંગો છો તો ઓછા મા ઓછી 2200 ચોરસ ફૂટ થી 2500 ચોરસ ફૂટની જગ્યા હોવી જોઈએ.
- જે જગ્યા પર તમે ટાવર ઇન્સ્ટોલ કરાવવા માંગો છો ત્યાંથી 100 મીટરની દૂરી પર કોઈ હોસ્પિટલ ના હોવી જોઈએ.
- ભીડભાળ વાળી જગ્યા પર ટાવર ઇન્સ્ટોલ ના કરાવી શકો.
ધ્યાન રાખવાની બાબતો
કોઈ કંપની તમારો સામેથી સંપર્ક નહીં કરે તમારે જ જે તે ટેલિકોમ કંપનીનો સંપર્ક કરવો પડશે આ ઉપરાંત તમારી તે ખાલી જગ્યાના જરૂરી ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા પડશે તેમજ નગરપાલિકા પાસેથી એનોસી ની જરૂર પડશે આ ઉપરાંત જો તમે છત પર ટાવર ઇન્સ્ટોલ કરાવો છો તો સ્ટ્રક્ચરલ સેફટી સર્ટિફિકેટની જરૂર પડશે.
તો આવી રીતે તમે તમારી ખાલી જગ્યા પર ટાવર બેસાડી બેઠે બેઠા મહિને ₹60,000 સુધીની કમાણી કરી શકો છો. હા, શરૂઆતમાં થોડું પેપર વર્ક વધે છે પણ પછી તો બેઠી આવકને. તો તમારા કોઈ સગા સંબંધી પાસે આવી ખાલી જગ્યા પડી હોય તો તેને આ આર્ટિકલ જરૂર શેર કરજો, ધન્યવાદ.
Read More: PM Kusum Yojana Gujarat 2024 : આજ થી અરજી પ્રક્રિયા શરૂ, સોલાર પંપની ખરીદી પર સરકાર આટલી સબસીડી આપશે