Nabard Dairy Loan 2024 : ભારત સરકાર આપણા દેશના બેરોજગાર યુવાનોને રોજગારી આપવા માટે ખુબ ઓછા વ્યાજ દરે આત્મ નિર્ભર બનવા માટે લોન આપી રહી છે, આ યોજના દ્વારા 4-5% વ્યાજ દરે જ દસ લાખ સુધીની લોન મળે છે ઉપરાંત આ યોજના દ્વારા 3-4 લાખની સબસીડી પણ મળે છે. તો ચાલો જાણીએ આ અદભુત યોજનાની સંપૂર્ણ માહિતી.
Nabard Dairy Loan 2024
કેન્દ્ર સરકાર દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે પશુપાલકો અને ખેતી સાથે જોડાયેલા ભારતના નાગરિકો પોતાનો વ્યવસાય શરૂ કરી ખેત ઉત્પાદન અને દૂધ ઉત્પાદનમાં વધારો કરે. તેથી ભારત સરકાર દ્વારા નાબાર્ડ ડેરી લોન યોજના દ્વારા ચારથી પાંચ ટકાના વ્યાજ દરે જ લોન આપવામાં આવે છે.
આ યોજના દ્વારા લોન લેનાર ન સીધે સીધી લોન મળતી નથી પરંતુ આ લોન લેવા માટે સૌપ્રથમ બેંકને અરજી કરવાની હોય છે ત્યારબાદ બેંક આ અરજી નાબાર્ડ મોકલે છે અને ત્યારબાદ નાબાર્ડ જે તે રકમ બેંકને મોકલવામાં આવે છે અને બેંક જે તે લાભાર્થી ને લોનની રકમ આપે છે.
નાબાર્ડ ડેરી લોન યોજના દ્વારા મળતી સબસીડી
આ યોજના દ્વારા લાભાર્થીને ડેરી ઉદ્યોગને લગતા સાધનો ખરીદવા માટે 25% સુધીની સબસીડી આપવામાં આવે છે અને એસએસસી અને એસટી કેટેગરીના લાભાર્થીઓને સાધનોની ખરીદીના ખર્ચના 33.3% સબસીડી આપવામાં આવે છે.(13 લાખ કે તેથી વધુની ખરીદી પર)
એટલે કે જો ડેરી ઉદ્યોગને લગતા મશીનો કે સાધનોની ખરીદી 13 લાખ થાય છે તો અન્ય કેટેગરીના લાભાર્થીઓને ત્રણ લાખ રૂપિયાની સબસીડી મળવા પાત્ર થાય છે જ્યારે એસએસસી અને એસટી કેટેગરીના લાભાર્થીઓને 13 લાખ રૂપિયાના ખર્ચ પર ચાર લાખ રૂપિયાની સબસીડી મળવા પાત્ર થાય છે.
નાબાર્ડ ડેરી લોન યોજના દ્વારા મળતી લોન અને વ્યાજદર
આ યોજના દ્વારા અલગ અલગ લાભાર્થીને અલગ અલગ રકમની લોન મળવા પાત્ર થાય છે, લોનની રકમ લાભાર્થી ના સીબીલ સ્કોર, લાભાર્થીનો બિઝનેસ પ્રોજેક્ટ વગેરે પર આધાર રાખે છે.
આ ઉપરાંત જો વ્યાજતર ની વાત કરીએ તો વ્યાજ દર ચારથી પાંચ ટકા થી શરૂઆત થાય છે, આ વ્યાજદર ખૂબ જ ઓછું છે કેમકે અન્ય પ્રકારની લોનનું વ્યાજદર 12% થી તો શરૂ થતું હોય છે.
લોન લેવા માટે જરૂરી દસ્તાવેજ
જો તમે ડેરી ઉદ્યોગ શરૂ કરવા ઈચ્છો છો તો તમારી પાસે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- લોન લેનારનું આધારકાર્ડ
- લાભાર્થીનું પાનકાર્ડ
- લાભાર્થીનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો
- રહેણાંકનો દાખલો, રહેણાંક ના દાખલા માટે તમે પાનકાર્ડ, રાશનકાર્ડ, ચૂંટણી કાર્ડ કે લાઇસન્સ રજૂ કરી શકો છો.
- આવકનો દાખલા
- ટ્રેનિંગ સર્ટિફિકેટ
- ડેરી ઉદ્યોગનો પ્રોજેક્ટ
- બેંક ખાતાની પાસબુક
- મોબાઈલ નંબર
લોન લેવા માટે નિયમો અને શરતો
સૌપ્રથમ તો તમારી પાસે ડેરી ઉદ્યોગ માટે ટ્રેનિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ, ડેરી ઉદ્યોગ માટે ટ્રેનિંગ 7 થી 8 દિવસની હોય છે. સાત આઠ દિવસની ટ્રેનિંગ પૂરી કર્યા બાદ આ માટેનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ ઉપરાંત મોટા લેવલે ડેરી ઉદ્યોગ શરૂ કરો છો તો તમારી પાસે ઉદ્યોગનો બિઝનેસ પ્રોજેક્ટ હોવો જોઈએ. આ પ્રોજેક્ટમાં તમારા બિઝનેસની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ.
આ ઉપરાંત બેંક તમારો સિબિલ સ્કોર પણ ચેક કરે છે જો સીબીલ સ્કોર સારો હશે તો સરળતાથી લોન મળી જશે અને ઓછામાં ઓછા વ્યાજ દરે લોન મળી જશે.
આ ઉપરાંત બેંક તમારી જમીન વિશેની માહિતી પણ ખરાઈ કરે છે કે તમારી ખુદની જમીન છે કે અન્યની આ ઉપરાંત પશુઓ વિશેની માહિતી તેમજ પશુઓને સાચવવા માટે તબેલો વગેરે છે કે નહીં તે સંપૂર્ણ માહિતી બેન્કના કર્મચારી દ્વારા ખરાઈ કરવામાં આવે છે.
નાબાર્ડ ડેરી લોન યોજના માટે અરજી પ્રક્રિયા
સૌપ્રથમ તમારે બેંકની મુલાકાત લઈ આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી ત્યારબાદ બેંકે નાબાર્ડ ડેરી લોન યોજના માટે અરજી ફોર્મ ભરવું અને જરૂરી ડોક્યુમેન્ટ આપવા.
ત્યારબાદ બેંક તમારા ડોક્યુમેન્ટસની ખરાઈ કરશે, ત્યારબાદ લોનની મંજૂરી મળ્યા બાદ તમને યોગ્ય રકમની લોન મળવા પાત્ર થશે.
Read More: