New Bank Deposits Scheme : હવે મધ્યમ વર્ગના લોકો માટે ખુશીના સમાચાર આવી શકે છે કારણ કે આપણા દેશના નાણામંત્રીએ આરબીઆઈ અને બેંકોને નાના બચતકારો માટે નવી યોજના બનાવવા માટે જોરદાર ટકોર કરી છે અને આરબીઆઈના ગવર્નર શક્તિદાસે પણ નિર્મળા સીતારામનની હા માં હા ભરી છે.
New Bank Deposits Scheme માટે નાણામંત્રીની ટકોર
આપણા દેશના નાણામંત્રી નિર્મળા સીતારામન આરબીઆઈ અને બેંકોને ટકોર આપતા કહે છે કે તમારે તમારા મુખ્ય કાર્યમાં ધ્યાન આપવાની જરૂર છે, હાલમાં લોકો પોતાના પૈસા બચત કરવા માટે બેંકમાં પૈસા જમાં કરતા નથી પરંતુ પોતાના પૈસા બચત કરવા માટે અન્ય જગ્યાએ રોકાણ કરી રહ્યા છે.
એટલે કે બેંક પાસે જમાં રૂપિયાની માત્ર ઘટી રહી છે અને બેંક પાસે લોકોને લોન આપવા માટે પૈસા ઓછાં થઈ રહ્યા છે, એટલે કે હવે તમારે વધારે પૈસા જમાં કરવા માટે સામાન્ય લોકો માટે નવી નવી યોજનાઓ અમલમાં મૂકવી પડશે જેથી વધુ માં વધુ લોકો બેંકમાં પૈસા જમાં કરાવે અને બેંકો પાસે જમાં રાશિ વધે.
આ ઉપરાંત લોકો પોતાના પૈસા બચત તો ઠીક પણ ફક્ત જમાં કરાવવા માટે પણ કરંટ એકાઉન્ટ અને સેવિગ એકાઉન્ટમાં પણ ડિપોઝિટ કરતા નથી.
આ ઉપરાંત નાણામંત્રીએ જણાવ્યું કે તમારે ફક્ત મોટા બચતકારો તરફ જ ધ્યાન નથી આપવાનું હવે તમારે નાના બચતકારો તરફ વધારે ધ્યાન આપવાની જરૂર છે.
નાના બચતકારો રોકાણ કરવા માટે વધુમા વધુ આકર્ષાય તે માટે આકર્ષક સ્કીમ બનાવો અને અમલમાં મૂકો.
આરબીઆઈના ગવર્નરે શું કહ્યું ?
આરબીઆઈના ગવર્નર શક્તિદાસ કહે છે કે હાલ બેંકોમાં લોન આપવામાં અને ડિપોઝિટ થતા પૈસામાં તફાવત જોવા મળી રહ્યો છે એટલે કે બેંકોમાં ડિપોઝિટ થતા પૈસા કરતા લોન આપવામાં વધારો થઈ રહ્યો છે.
આ ઉપરાંત વધારામાં કહ્યું કે હાલ લોન ડિજિટલી આપવામાં આવે છે પરંતુ ડિપોઝિટ માટે આ સુવિધા ઉપલબ્ધ નથી. કરન્ટ એકાઉન્ટ અને સેવિંગ્સ એકાઉન્ટમાં ડિપોઝિટ એક વર્ષ અગાઉ 43 ટકાથી ઘટીને કુલ ડિપોઝિટના 39 ટકા થઈ ગઈ છે અને બીજી તરફ દેવું વધ્યું છે.
આ બાબતે વધારામાં જણાવ્યું કે હાલ કોઈ સમસ્યા નથી પરંતુ નાના બચતકારો પોતાના પૈસા બેંકોમાં બચત માટે ડિપોઝિટ કરે તે માટે કઈક વિચારવું જોઈએ અને નવીન સ્કીમ બહાર પાડવી જોઈએ.
તો મિત્રો નાના બચતકારો માટે હવે ટૂંક સમયમાં બેંકમાં બચત માટે નવી નવી યોજનાઓ બહાર પડે તેવી પૂરી સંભાવનાઓ છે કેમ કે હવે બેંકો પાસે જેમ રાશિ ઘટતી જાય છે તેથી આ જમાં રાશિ વધારવા માટે લોકોને આકર્ષવા પડશે અને તે માટે નાના બચતકારોના ફાયદો થાય તે માટે નવી યોજના બહાર પાડવી પડશે.
Read More: