Palak Mata Pita Yojana 2024 : પાલક માતા-પિતા યોજના દ્વારા ગુજરાત સરકાર એવા તમામ બાળકોને રૂપિયા 36000 આર્થિક સહાય આપે છે જેઓ અનાથ છે. આ આર્થિક સહાયની મદદથી બાળક અમુક માત્રામાં પોતાનું જીવન ધોરણ સુધારી શકે છે. તેથી જ ગુજરાતી સરકાર દ્વારા આ યોજના અમલમાં મૂકી છે.
પાલક માતા પિતા યોજના શું છે | Palak Mata Pita Yojana 2024
સામાન્ય રીતે પાલક માતા પિતા યોજના દ્વારા ગુજરાતની નિયામક સુરક્ષા કચેરી દ્વારા ચલાવવામાં આવે છે. આ યોજના દ્વારા અનાથ બાળકો તેમજ નિરાધાર બાળકોને રૂપિયા 36,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે, આ મળતી આર્થિક સહાયની મદદથી બાળક માતા-પિતાની છત્રછાયા વગર પોતાના કોઈ સગા સંબંધીના ઘરે રહી પોતાનું જીવન ધોરણ અમુક અંશે સુધારી શકે છે.
તો ચાલો આ યોજનાની સંપૂર્ણ વિગત મેળવીએ જેમકે આ યોજના દ્વારા કોને કોને લાભ મળે છે તેમજ આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ ન જરૂર પડશે તેમજ ઓનલાઈન કેવી રીતે અરજી કરી શકાય.
પાલક માતા-પિતા યોજના દ્વારા મળતું સહાય ધોરણની માહિતી
પાલક માતા યોજના દ્વારા એવા બાળકો કે જેના માતા પિતા હયાત નથી અથવા તો પિતા ના મૃત્યુ બાદ માતા એ પુનઃ લગ્ન કર્યા હોવાથી બાળક નિરાધાર થયું છે તો તેવા બાળકોને ગુજરાત સરકાર દ્વારા દર મહિને ₹3,000 ની આર્થિક સહાય આપવામાં આવે છે એટલે કે એક વર્ષના અંતે ₹36,000 ની આર્થિક સહાય મળે છે.
આ આર્થિક સહાય સીધા બેંક ખાતામાં ડીબીટી દ્વારા લાભાર્થી ના ખાતામા જમાં કરવામાં આવે છે.
આ યોજનામાં અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ
જે બાળક અનાથ છે અથવા નિરાધાર છે તે બાળક નો જન્મ નો દાખલો અથવા તો લિવિંગ સર્ટિફિકેટ, આ બે માંથી કોઈ પણ એક તેમજ બાળક નું આધાર કાર્ડ આ ઉપરાંત બાળકના માતા-પિતાના મરણ નો દાખલો તેમજ જો પિતાના મૃત્યુ બાદ માતા એ પુનઃ લગ્ન કર્યા હોય અને બાળક નિરાધાર બન્યું હોય તો પિતા ના મરણ નો દાખલો ને માતા નું પુનઃ લગ્ન નું પ્રમાણ પત્ર.
આ ઉપરાંત બાળકનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અને બેંક ખાતાની પાસબુક તેમજ રાશન કાર્ડ પણ રજૂ કરવું પડશે અને માતા અથવા પિતાનું આધાર કાર્ડ.
કોણ આ યોજનાનો લાભ મેળવી શકે છે
એવા બાળકો કે જેના માતા પિતા હયાત નથી અથવા તો પિતા ના મૃત્યુ બાદ માતા એ પુનઃ લગ્ન કર્યા હોવાથી બાળક નિરાધાર થયું છે તેવા 0 થી 18 વર્ષના બાળકો આ યોજના દ્વારા આર્થિક સહાય નો લાભ મેળવી શકે છે.
પાલક માતા-પિતા યોજના માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા
- આ યોજના માં ઓનલાઇન અરજી કરવા માટે સૌ પ્રથમ તમારે ઈ સમાજ કલ્યાણ નું પોર્ટલ ઓપન કરવાનું રહેશે જે https://esamajkalyan.gujarat.gov.in/ આ લિંકની મદદ થી ઓપન કરી શકશો.
- ત્યાર બાદ જો તમે આ પોર્ટલ પર રજીસ્ટ્રેશન ના કરેલું હોય તો “પ્લીઝ રજીસ્ટર હિયર” પર ક્લિક કરી રજીસ્ટ્રેશન પ્રક્રિયા કરો.
- રજીસ્ટ્રેશન થઈ ગયા બાદ તમને યુઝર આઈડી અને પાસવર્ડ મળી જશે તેની મદદ થી લોગીન કરો.
- હવે તમારે “નિયામક સમાજ સુરક્ષા” વિભાગ પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમને યોજનાનું લીસ્ટ જોવા મળશે અહીં તમારે પાલક માતા પિતા યોજના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારબાદ એક અરજી ફોર્મ ખુલશે અહી તમારે પૂછવામાં આવેલી દરેક વિગત આપવાની રહેશે.
- હવે જરૂરી તમામ દસ્તાવેજ અપલોડ કરો.
- હવે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારી અરજી ભરાઈ જશે.
તો મિત્રો આ યોજનાની જરૂરી તમામ વિગત ઉપર મુજબ છે. આશા રાખું છું તમને આ માહિતી મદદરૂપ થઈ હશે. આવી જ રીતે તમામ સરકારી યોજના ની માહિતી મેળવવા અમારી સાથે જોડાયા રહો, ધન્યવાદ.