Pashupalan Loan Gujarat: હાલ ચોમાસુ ચાલી રહ્યું છે તેવામાં ખાસ કરીને ખેડૂતો અને પશુપાલકોને પોતાના પશુઓને સાચવવા ખૂબ જ અઘરા પડે છે. કારણ કે વરસાદ પડતા જ પશુઓનો ચારો અને છાણ વગેરે દ્વારા ખૂબ જ મુશ્કેલી પડે છે. એવામાં જો પશુપાલકો પાસે પશુઓને સાચવવા માટે તબેલો હોય તો આ મુશ્કેલી સામનો કરવો પડતો નથી.
તેથી સરકાર દ્વારા પશુઓને સાચવવા માટે વધારે મુશ્કેલી ન પડે તે માટે તબેલો બનાવવા માટે લોન આપે છે. આ લોનનો વ્યાજ દર અન્ય પ્રકારની લોન કરતાં ઓછું હોય છે. જેથી પશુપાલકોને લોન ચૂકવવામાં મુશ્કેલી ન પડે.
પશુપાલન લોન યોજના શું છે | Pashupalan loan gujarat
પશુપાલન લોન યોજના ખાસ કરીને પશુપાલકો માટે જ બનાવવામાં આવે છે. આ યોજના દ્વારા ગુજરાત સરકાર પશુપાલકોને પશુઓ માટે તબેલો બનાવવા માટે ઓછા વ્યાજ દર એ લોન આપે છે.
તો ચાલો જાણીએ કે પશુપાલકો આ લોન મેળવવા માટે કેવી રીતે અરજી કરી શકે તેમજ તે માટે જરૂરી ડોક્યુમેન્ટસ અને આ લોન મેળવવા માટે જરૂરી નિયમો અને શરતો વિશેની સંપૂર્ણ માહિતી મેળવીએ.
પશુપાલન લોન યોજના ના ફાયદા
- આ યોજનાનો લાભ દરેક પશુપાલકોને મળવાપાત્ર છે એટલે કે આ યોજના માટે કોઈ નિશ્ચિત કેટેગરી માટે નથી.
- આ યોજના દ્વારા પશુપાલક તબેલો બનાવવા માટે 12 લાખ સુધીની લોન મેળવી શકે છે.
- આ યોજના દ્વારા ઓછા વ્યાજ દર એ લોન મળતી હોવાથી પશુપાલકોનું લોન ચૂકવવામાં સરળતા રહે છે.
પશુપાલન લોન યોજના માટે નિયમો અને શરતો
જો તમે પશુપાલન લોન યોજના દ્વારા લોન મેળવવા ઈચ્છો છો તો તમારે નીચે મુજબની શરતોનું પાલન કરવું પડશે.
- આ યોજના નો લાભ લેનાર પશુપાલક પાસે પોતાના દસ કે તેથી વધારે પશુ હોવા જોઈએ.
- આ ઉપરાંત પશુપાલક પાસે તબેલો હોવો જ જોઈએ.
- ફક્ત અને ફક્ત ગુજરાતના નાગરિક પશુપાલકને જ આ યોજનાનો લાભ મળવા પાત્ર થશે.
- પશુપાલન લોન યોજના માટેના તમામ જરૂરી ડોક્યુમેન્ટસ પશુપાલક પાસે ફરજિયાત હોવા જોઈએ.
પશુપાલન યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટસ
જો તમે ઉપર મુજબની શરતો અને નિયમો નું પાલન કરો છો તો હવે તમારી પાસે નીચે મુજબના ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
- પશુપાલકનું આધારકાર્ડ
- પશુપાલકના મોબાઈલ નંબર
- પાનકાર્ડ
- પશુપાલકની પોતાની જમીનના જરૂરી દસ્તાવેજ
- પશુપાલક માલિકીનું સર્ટિફિકેટ
- તાજેતરનું પાસપોર્ટ સાઇઝનો ફોટો
- બેંકખાતા ની પાસબુક
પશુપાલન લોન યોજના માટે આવેદન કેવી રીતે કરવું ?
આ યોજના દ્વારા લોન લેવા માટે પશુપાલન સૌપ્રથમ પોતાના જિલ્લાના કૃષિ વિભાગ કચેરીમાં જવાનું રહેશે અહી કૃષિ વિભાગ કચેરીના કર્મચારીને આ યોજના વિશેની વાત કરવાની રહેશે અને આ યોજનાની સંપૂર્ણ માહિતી મેળવી લેવાની રહેશે ત્યારબાદ કર્મચારી દ્વારા તમને આ યોજના માટેનું અરજી ફોર્મ આપવામાં આવશે, હવે તમારે આ અરજી ફોર્મમાં પૂછેલી દરેક વિગત ધ્યાનથી ભરવાની રહેશે ત્યારબાદ ઉપર દર્શાવેલા બધા ડોક્યુમેન્ટસ જોડવાના રહેશે.
અરજી ફોર્મ ની માહિતી ભરાઈ ગઈ બાદ અને ડોક્યુમેન્ટ્સ જોડાઈ ગયા બાદ આ અરજી પરત કૃષિ વિભાગના કર્મચારીને આપવાની રહેશે. કૃષિ વિભાગ દ્વારા તમારી અરજીની ખરાઈ કરવામાં આવશે ત્યારબાદ તમને આ યોજના માટેની જરૂરી લોન મળી જશે.