PM Awas Yojana 2024: કાલે જ ભારત સરકારની એક મહત્વપૂર્ણ બેઠક પૂર્ણ થઈ જેમાં ઘણા બધા નિર્ણય લેવામાં આવ્યા હતા આમાંથી જ એક નિર્ણય એ છે એ પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 ને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. જો તમારે તમારું ખુદનું પાકુ મકાન બનાવવાનું હોય તો આ આર્ટિકલ છેલ્લે સુધી વાંચજો.
ત્રણ કરોડ નવા મકાન બનાવવામાં આવશે | PM Awas Yojana 2024
9 ઓગસ્ટના દિવસે કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પીએમ આવાસ યોજના 2.0 ને મંજૂરી મળી ગઈ, આ યોજના હેઠળ રૂપિયા ત્રણ લાખ સાઈઠ હજાર કરોડના ખર્ચે ત્રણ કરોડ મકાન બનાવવામાં આવશે તેમજ 5 વર્ષમાં 1 લાખ શહેરી તથા ગ્રામીણ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક સહાય આપવામાં આવશે.
આ યોજના હેઠળ 2 કરોડ ઘર ગ્રામ્ય વિસ્તારમાં બનવવામાં આવશે અને 1 કરોડ ઘર શહેરી વિસ્તારમાં બનવવામાં આવશે.
PM Awas Yojana દ્વારા મળતું સહાય ધોરણ
- આ યોજના હેઠળ લાભાર્થીને ₹1,20,000 થી ₹2,50,000 સુધીની સબસીડી મળવા પાત્ર થાય છે. સબસીડી દ્વારા મળતી રકમ અલગ અલગ વિસ્તાર પર અલગ અલગ હોય છે.
- આ યોજના હેઠળ જો તમે લોન લેવા ઇચ્છો છો તો તમને 20 વર્ષ માટે ખૂબ જ ઓછા વ્યાજ દરે લોન મળે છે.
- આ યોજના દ્વારા મળતી આર્થિક સહાય સીધી બેંક ખાતામાં જ ટ્રાન્સફર કરવામાં આવે છે.
- આ યોજના હેઠળ ફક્ત અને ફક્ત 6.50% ના વ્યાજદર એ લોન મળે છે.
- દુર્ગમ વિસ્તારમાં રહેતા લોકો જેમકે મેદાની વિસ્તાર માં રહેતા લોકોને ₹1,20,000 તેમજ પહાડી વિસ્તારમાં રહેતા લોકોને ₹1,30,000 ની આર્થિક સહાય મળે છે.
- PM Awas Yojana હેઠળ જો તમે સૌચાલય બનાવો છો તો તમને વધારાના રૂપિયા 1,20,000 ની સહાય આપવામાં આવશે.
કોણ કોણ આ યોજના દ્વારા પોતાનું પાકુ ઘર બનાવી શકે ?
- PM Awas Yojana નો લાભ લેવા માટે લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઈએ.
- જો તમે ઓલરેડી પાકુ મકાન ધરાવો છો તો તમને આ યોજનાનો લાભ નહીં મળે.
- આ યોજનાનો લાભ લેવા માટે ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ.
- વાર્ષિક આવક ₹3,00,000 થી વધુ ના હોવી જોઈએ.
ક્યાં ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે ?
- અરજી કરનારનું આધારકાર્ડ
- તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
- બેંક ખાતાની પાસબુક
- મોબાઈલ નંબર
- સ્વચ્છ ભારત મિશન પંજીકરણ સંખ્યા
- પાનકાર્ડ
Read More:
- Ration Card Benefits: જન્માષ્ટમી નિમિતે રાશનકાર્ડ ધારકોને ચણા, તુવેરદાળ, મીઠું, ખાંડ, તેલ વગેરે સાથે આ વસ્તુ પણ મફત મળશે, જાણો આખું લીસ્ટ
- New Bank Deposits Scheme: મધ્યમ વર્ગના બચતકારોને થશે જોરદાર ફાયદો, આવી રહી છે નવી નવી યોજનાઓ
PM Awas Yojana 2024 માટે અરજી પ્રક્રિયા
- આ યોજના માટે ઓનલાઇન અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ https://pmaymis.gov.in/ નામની વેબસાઇટ ઓપન કરવાની રહેશે.
- આ વેબસાઈટ ઓપન કરશો એટલે તમને મેઇન મેનુ દેખાશે, આ મેઇન મેનુ પર ક્લિક કરવાનું રહેશે.
- અહીં તમને Awaassoft નામનું ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
- હવે તમને Data Entry નામનું ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
- હવે Data Entry for AWAAS નામના વિકલ્પ પર ક્લિક કરો.
- હવે રાજ્યની પસંદગીમાં ગુજરાત રાજ્ય પસંદ કરો, ત્યારબાદ તમારો જિલ્લો પસંદ કરો.
- હવે કંટીન્યુ બટન પર ક્લિક કરો.
- ત્યારબાદ જરૂરી માહિતી ભરી લોગીન કરો.
- હવે તમારી સામે એક અરજી ફોર્મ ખુલી જશે જેમાં પૂછી લે દરેક વિગત ધ્યાનથી ભરો.
- આવી રીતે તમે પ્રધાનમંત્રી આવાસ યોજના માટેનું ઓનલાઇન ફોર્મ સફળતાપૂર્વક ભરી શકો છો.
આશા રાખું છું કે આ માહિતી તમને તમારા ખુદના પાકા મકાન તરફ લઈ જાય, તમારા એવા મિત્રો કે જે કાચું મકાન ધરાવે છે અને પાકુ મકાન બનાવવા ઈચ્છે છે તો આ માહિતી તેઓને શેર કરવા વિનંતી, ધન્યવાદ.