PM Kusum Yojana Gujarat 2024 : આજ થી અરજી પ્રક્રિયા શરૂ, સોલાર પંપની ખરીદી પર સરકાર આટલી સબસીડી આપશે

PM Kusum Yojana Gujarat 2024 : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા કાલે જ જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાત રાજ્યમાં પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા એવમ ઉત્થાન મહાભિયાન યોજના હેઠળ ઓફ ગ્રીડ સોલાર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપ પર સબસીડી મેળવવા માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો ચાલો કાલે જ કરવામાં આવેલી આ જાહેરાતની સંપૂર્ણ માહિતી જોઈએ.

PM Kusum Yojana Gujarat 2024

આ યોજના હેઠળ ખેડૂતોને સિંચાઈ કરવા માટે સોલાર પંપની ખરીદી પર સરકાર સબસીડી આપે છે જેથી ખેડૂતો પર વીજ ખર્ચનું ભારણ ના વધે અથવા ડીઝલ પંપ નો ઉપયોગ કરતા હોય તો ડીઝલના ખર્ચ ન વધે, ખેડૂતો સૂર્ય શક્તિનો ઉપયોગ કરીને જ મફતમાં સિંચાઈ કરી શકે એ જ આ યોજનાનો મુખ્ય હેતુ છે.

આ જાહેરાતમાં જણાવ્યું છે કે વીજ વિતરણ કંપનીઓ DGVCL, MGVCL, PGVCL અને UGVCL દ્વારા સરકારશ્રીને પીએમ કુસુમ યોજના હેઠળ ટેન્ડર ઓફ ગ્રેડ સોલર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપ સેટ્સ મેળવવા માટે અરજીઓની નોંધણી https://pmkusum.guvnl.com પર કરવાની રહેશે.

પીએમ કુસુમ યોજના દ્વારા મળતું સહાય ધોરણ

  • આ યોજનામાં 1, 2, 3, 4, 5, 7.5 અને 10 હોર્સ પાવર ના સોલર પંપ નો સમાવેશ છે.
  • આ યોજના હેઠળ સોલાર પંપ ના ખર્ચના 30% રકમ કેન્દ્ર સરકાર અને 30% રકમ રાજ્ય સરકાર સબસીડી રૂપે સહાય આપશે બાકીના 40% ખર્ચ લાભાર્થી ખેડૂતને કરવાનો રહેશે.
  • 7.5 હોર્સ પાવરનો સોલાર પંપ સેટ ખરીદો છો તો ₹1,20,000નો તો ખર્ચ થશે, હવે આ ખર્ચના 60% તો સરકાર સબસીડી આપે છે એટલે ₹75,000 ની સબસીડી મળશે બાકીના તમારે ખર્ચ કરવાના રહેશે.
  • આ યોજના હેઠળ ખેડૂત સોલાર પંપ દ્વારા સિંચાઈ કરશે તેથી ડીઝલ કે વીજળીનો ખર્ચ નહીં કરાવો પડે.

આ યોજનામાં ફોર્મ ભરવા માટેની તારીખ

PM Kusum Yojana Gujarat 2024 માં તમે તારીખ 05/08/2024 થી 04/09/2024 સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે, ફોર્મ ભરતા પહેલા નીચેના નિયમો અને શરતો વાચી લેજો.

પીએમ કુસુમ યોજનાના નિયમો અને શરતો

  • આ યોજના હેઠળ જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી તેવા ઓફ ગ્રેડ વિસ્તારમાં અને હયાત ડીઝલ થી ચાલતા પંપ સેટ ને બદલવા માટે ખેડૂતોને સ્ટેન્ડ અલોન સોલર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે સહાય આપવામાં આવશે.
  • જ્યાં વીજ જોડાણ આપવું ટેકનિકલી શક્ય નથી તેવા દુર્ગમ વિસ્તારમાં જેમ કે જંગલ કે ડુંગરાળ વિસ્તારના અરજદારોનો સમાવેશ કરવામાં આવશે.
  • નાના અને સીમાંત ખેડૂતોને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
  • સૂક્ષ્મ સિંચાઈ પદ્ધતિની યોજનામાં જોડનાર ખેડૂતોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • PM Kusum હેઠળ અગાઉ નોંધાયેલ પડતર અરજીઓ કે જેમને હજુ વીજ જોડાણ કે સોલાર પંપ મળ્યા નથી તેઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.
  • આ યોજનામાં અરજી કરવા માંગતા ખેડૂતોએ GUVNL દ્વારા માન્ય કરેલ એજન્સીની યાદી માંથી કોઈ એક એજન્સીની પસંદગી કરી, તેમના દ્વારા ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • 7.5 હોર્સ પાવરનો સોલાર પંપ સેટની ખરીદીની મર્યાદા પર જ સબસીડી મળવાપાત્ર છે જો તેનાથી વધારે હોર્સ પાવર ની ખરીદી પર વધારાની રકમ લાભાર્થી ખેડૂતે ખર્ચવાની રહેશે.

Read More:

પીએમ કુસુમ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • અરજદારનું આધારકાર્ડ
  • અરજદારના મોબાઈલ નંબર
  • આવક અંગેનો પુરાવો
  • જમીનના દસ્તાવેજ
  • પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • સંયુક્ત ખાતેદાર હોય તો તે અંગેનું સંમતિ પત્રક
  • રહેઠાણનું પુરાવો

પીએમ કુસુમ યોજના માટે ઓનલાઇન આવેદન પ્રક્રિયા

સૌ પ્રથમ તમારે https://pmkusum.guvnl.com આ વેબસાઈટ ઓપન કરવાની રહેશે. ત્યારબાદ આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરશો એટલે તમારા મોબાઈલ નંબર પર યુઝર આઈડી અને પાસવર્ડ આવી જશે. આ યુઝર આઈડી અને પાસવર્ડની મદદથી લોગીન કરો ત્યારબાદ પૂછવામાં આવેલી વિગતો ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને અરજી સબમિટ કરો, આ રીતે તમે ઓનલાઇન અરજી કરી શકશો.

આ જ વેબસાઈટ પરથી તમે તમારી અરજીનું સ્ટેટસ પણ જોઈ શકશો, તો અરજી કરવી હોય તો તારીખ 05/08/2024 થી 04/09/2024 સુધીમાં કરી દેજો. આશા રાખું છું કે તમને બધી જ માહિતી મળી ગઇ હશે.

Leave a comment