12 ઓગસ્ટ પહેલા બેંકનું આ કામ પતાવવું પડશે નહીંતર ખાતા માંથી પૈસા ઉપાડી નહીં શકો – PNB KYC Last Date

pnb kyc last date : 12 ઓગસ્ટ સુધીમાં આ બેંકમાં જો તમે Know your customer નું કાર્ય પૂર્ણ ના કર્યું તો તમારું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ શકે છે, તો ચાલો જાણીએ કે કઈ બેંક દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે કે 12 ઓગસ્ટ સુધીમાં નો યોર કસ્ટમરનું કાર્ય ના કર્યું તો બેંક ખાતું ફ્રીઝ કરી દેશે.

12 ઓગસ્ટ પહેલા પતાવી દો આ કામ | pnb kyc last date

પંજાબ નેશનલ બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે લોકોના પંજાબ નેશનલ બેંકમાં બેંક એકાઉન્ટ છે અને હજુ સુધી કેવાઈસી ની પ્રક્રિયા પૂર્ણ કરેલી નથી, તે લોકોને જલ્દીથી જલ્દી 12 ઓગસ્ટ પહેલા કેવાઈસીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. જો સમય મર્યાદા પહેલા આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરવામાં આવે તો ખાતાધારકોના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે.

કેવાઈસી કોને કરાવવાનું રહેશે

આ સૂચના ફક્ત એવા ગ્રાહકો માટે જ છે જેઓ એ 31/03/2024 સુધીમાં કેવાઈસી ના હતું કરાવ્યું, આ ગ્રાહકોએ હવે 12/08/2024 સુધીમાં કેવાઈસી કરવાનું રહેશે.

કેવાઈસી ના કર્યું તો શું થશે

પંજાબ નેશનલ બેંક દ્વારા જણાવવામાં આવ્યું છે કે જે લોકો 12 ઓગસ્ટ પહેલા કેવાઈસી ની પ્રક્રિયા પૂર્ણ કરતા નથી તે લોકોને બેંક એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવશે એટલે કે તમે બેંક એકાઉન્ટમાં પૈસા જમાં કરી શકશો પરંતુ બેંક એકાઉન્ટ માંથી પૈસા ઉપાડી નહીં શકો ઉપરાંત આવા ખાતા ધારકોને લોન ની સુવિધા પણ નહીં આપવામાં આવે.

કેવાઈસી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • ખાતા ધરકનું કોઈ પણ આઇડેન્ટી પ્રુફ
  • સરનામાનો પુરાવો
  • તાજેતરનો પાસપોર્ટ સાઇઝ નો ફોટો
  • પાનકાર્ડ
  • મોબાઈલ નંબર

કેવાઈસી કરવાની જરૂર જ શા માટે પડે છે

કેવાઈસી કરવું ખૂબ જ જરૂરી છે કેમ કે તેમાં ગ્રાહકોનો જ ફાયદો છે. કેવાઈસી દ્વારા જે તે બેંક પોતાના ગ્રાહકની સાચી ઓળખાણ કરી શકે છે અને ગ્રાહકનું બેંક ખાતુ વધારે સુરક્ષિત કરી શકે છે.

આ ઉપરાંત રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે ગ્રાહકે કેવાઈસી કરવું ફરજિયાત છે જેથી બેંક પણ કાનુની રૂપે સુરક્ષિત રહે.

આશા રાખું છું કે આજનો આ આર્ટિકલ તમને મદદરૂપ થયો હશે. આવી જ રીતે સરકારી સમાચારની માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયા રહો.

Read More: Mobile Tower business idea: 500 ચોરસ ફૂટની જગ્યા છે તો બસ, તમે મહિને બેઠા બેઠા ₹60,000 કમાવી શકો છો.

Leave a comment