Post Office Investing Scheme: ₹5,00,000 ને ₹15,24,149 મા બદલો એ પણ ગેરંટી સાથે, સીધું ત્રણ ગણું રિટર્ન

Post Office Investing Scheme: આ સ્કીમની મદદથી સીધું 3 ગણું રિટર્ન મળે છે. સામાન્ય રીતે લોકો પૈસા ડબલ કરતી સ્કીમની વાત સાંભળી ને જ ઘેલા થઈ જતાં હોય છે પરંતુ આજ અમે તમારા માટે ત્રણ ગણા થવાની સ્કીમ લાવ્યા છે. કેવી રીતે થશે ચાલો જણાવું..

Post Office Investing Scheme

સામાન્ય રીતે ઘણા લોકો પૈસાની બચત માટે બેંકમાં એફડી માટે પૈસા જમાં કરાવે છે પરંતુ પોસ્ટ ઓફિસની એફડી સ્કીમ માં પૈસા જમાં કરાવવાથી વધુ લાભ મળે છે. તો આજે આપણે એ જ જાણવાના છે કે કેવી રીતે પોસ્ટ ઓફિસે ની એફડી સ્કીમ નો ફાયદો ઉઠાવી જમાં કરેલા પૈસાના ત્રણ ગણા પૈસા બનાવી શકાય.

કેવી રીતે મળશે ત્રણ ગણું રિટર્ન

જો તમારે ડિપોઝિટ કરેલા પૈસાનું ત્રણ ગણું રિટર્ન મેળવવું છે તો તમારે નીચે મુજબ તમારા રૂપિયાનું રોકાણ કરવું પડશે.

સૌ પ્રથમ તમારે પોસ્ટ ઓફિસ ની એફડી સ્કીમમાં 5 વર્ષ માટે ₹5,00,000નું રોકાણ કરવાનું રહેશે હવે પોસ્ટ ઓફિસ તેની એફડી સ્કીમમાં 7.5% વ્યાજ નો લાભ આપે છે તેથી 5 વર્ષ ના અંતે તમારા પૈસા ₹5,00,000 થી વધીને ₹7,24,974 થઈ જશે.

હવે આ ₹7,24,974 ને ફરી પોસ્ટ ઓફિસના સ્કીમમાં પાંચ વર્ષ માટે નિવેશ કરો એટલે હવે તમને ₹7,24,974 પર 7.5% નો લભમળશે તેથી ₹7,24,974 વધીને ₹10,51,175 થઈ જશે.

આ ₹10,51,175 ને ફરી પાંચ વર્ષ માટે રોકાણ કરો, આ ₹10,51,175 પર 7.5% ના વ્યાજ નો લાભ મળશે તો અંતે તમને ₹15,24,149 રૂપિયા મળશે.

આમ 15 વર્ષની અંદર તમે તમારા ₹5,00,000 ને ₹15,24,149 માં બદલી શકો છો અને જો હજુ વધારવા ઈચ્છતા હોય તો તમે હજુ 5 વર્ષ માટે રોકી શકો છો.

પોસ્ટ ઓફિસ એફડી સ્કીમ ના વ્યાજ દરો

પોસ્ટ ઓફિસ એફડી સ્કીમ માં તમે તમારા પૈસા એક વર્ષ, બે વર્ષ, ત્રણ વર્ષ કે પાંચ વર્ષ માટે રોકી શકો છો.

જો એક વર્ષ માટે એફડી કરાવવી છે તો તમને વાર્ષિક 6.9%નું વ્યાજદર મળશે અને જો બે વર્ષ માટે એફડી કરાવવી છે તો તમને વાર્ષિક 7% નું વ્યાજદર મળશે, ત્રણ વર્ષ માટે એફડી કરાવવી છે તો તમને વાર્ષિક 7.1%નું વ્યાજદર મળશે તેમજ પાંચ વર્ષ માટે એફડી કરાવવી છે તો તમને વાર્ષિક 7.5%નું વ્યાજદર મળશે.

આ વ્યાજદરો હાલના સમયે ચાલી રહ્યા છે પોસ્ટ ઓફિસ સમયે સમયે વ્યાજદરોમાં ફેરફાર કરે છે જેથી જો તમે એફડી કરાવવા ઈચ્છતા હોય તો તે સમયે શું વ્યાજ દર ચાલે છે તે જાણી લેવું, ધન્યવાદ.

Read More:

Leave a comment