Post Office Monthly Income Scheme : આ સ્કીમ તમને ઘરે બેઠા ₹9250 આપશે. લો બોલો, એ પણ કંઈ જ કામ કર્યા વગર તમારે ફક્ત એકવાર પૈસાનું રોકાણ કરવું પડશે ત્યારબાદ દર મહિને ઘરે બેઠા ₹9250 બેંક ખાતામાં. છે ને મજા ની સ્કીમ, તો ચાલો જાણીએ આ સ્કીમની તમામ માહિતી.
Post Office Monthly Income Scheme
બધા જ ઈચ્છે છે કે પોતાના પૈસામાં દિવસેને દિવસે વધારો થાય અને એમાં પણ મહેનત કર્યા વગર પૈસામાં વધારો થાય તો કેવી મજા આવે. આ મજા તમને પોસ્ટ ઓફિસની મંથલી ઇન્કમ સ્કીમ આપશે. જી હા, આ સ્કીમ રૂપિયા નું રોકાણ કરવાથી તમારા રોકાણ કરેલા રૂપિયામાં દર મહિને ₹9250 વધારો થશે. જો દર મહિને બેઠા બેઠા ₹9250 જોઈતા હોય તો આ આર્ટીકલ છેલ્લે સુધી વાંચજો.
કોણ કોણ આ સ્કીમનો લાભ ઉઠાવી શકે છે
ભારતનો દરેક નાગરિક આ સ્કીમનો લાભ ઉઠાવે પોતાના પૈસામાં વધારો કરી શકે છે.
જો તમારી ઉંમર 10 વર્ષ કે તેથી વધારે છે તો તો આ સ્કીમ માટે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી લાભ ઉઠાવી શકો છો.
પરંતુ જો તમારી ઉંમર 10 વર્ષથી નાની છે તો તમારા મમ્મી પપ્પા દ્વારા જ તમારું ખાતું ચલાવવામાં આવશે તો તમે આ સ્કીમ નો ફાયદો ઉઠાવી શકશો.
Post Office Monthly Income Scheme ના ફાયદાઓ
- આ સ્કીમમાં તમે ઓછામાં ઓછા એક હજાર રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો.
- આ સ્કીમમાં બે અથવા ત્રણ લોકો સાથે મળીને પણ જોઈન્ટ એકાઉન્ટ ખોલી શકે છે
- જો તમે જોઈન્ટ એકાઉન્ટ ખોલો છો તો વધુમાં વધુ 15 લાખ રૂપિયા નો રોકાણ કરી શકો છો.
- જો તમે સિંગલ એકાઉન્ટ ખોલો છો તો વધુમાં વધુ 9 લાખ રૂપિયા નું રોકાણ કરી શકો છો.
- આ સ્કીમમાં કોઈ પણ પ્રકારનો ટીડીએસ કાપવામાં નથી આવતો.
આ સ્કીમમાં મેચ્યોરિટી ટાઈમ શું છે
Post Office Monthly Income Scheme નો મેચ્યોરિટી સમય પાંચ વર્ષ છે પરંતુ જો તમે મેચ્યોરિટી ટાઈમ પહેલા ખાતું બંધ કરાવવા ઈચ્છો છો તો કેટલાક નિયમોનું પાલન કરવું પડશે જેમ કે…
આ સ્કીમ ના શરૂ થયાના એક વર્ષ પછી પૈસા ઉપાડી શકશો અને જો તમે એક વર્ષથી ત્રણ વર્ષની અંદર આ સ્કીમ માંથી પૈસા ઉપાડવા ઇચ્છો છો તો તમે રોકાણ કરેલા પૈસા માંથી બે ટકા ચાર્જ સ્વરૂપે કાપી લેવામાં આવશે.
અને જો ત્રણ થી પાંચ વર્ષની વચ્ચે આ સ્કીમ માંથી પૈસા ઉપાડવા ઇચ્છો છો તો રોકાણ કરેલા પૈસા નથી એક ટકા કાપી તમને તમારી રોકાણ કરેલી રકમ મળી જશે.
પોસ્ટ ઓફિસ મંથલી ઇન્કમ સ્કીમ દ્વારા મળતું વ્યાજદર
સામાન્ય રીતે પોસ્ટ ઓફિસની જુદી જુદી સ્કીમમાં વ્યાજ દરમાં સમયે સમયે ફેરફાર થતો જોવા મળે છે પરંતુ હાલ અત્યારે આ સ્કીમમાં 7.4% વ્યાજદર ચાલી રહ્યો છે.
કેવી રીતે મળશે દર મહિને ₹9,250
જો તમે તમારા કોઈ મિત્ર અથવા ભાઈ કે પછી તમે પતિ-પત્ની જોઈન્ટ એકાઉન્ટ બોલો છો અને આ સ્કીમમાં રૂપિયા ૧૫ લાખનું રોકાણ કરો છો તો તમને 7.4% નું વ્યાજ દર મળશે એટલે કે એક વર્ષમાં આ વ્યાજની રકમ 1,11,000 થઈ જશે મતલબ કે એક મહિનાના ₹9,250
આ રીતે ફક્ત એકવાર આ સ્કીમમાં પૈસાનું રોકાણ કરવાથી મહિને મહિને ₹9,250 બેઠે બેઠા મળે છે.
તો મિત્રો તમને આ સ્કીમ કેવી લાગી, જો તમે તમારા પૈસા ગેરંટી સાથે વધારવા ઈચ્છો છો અને ફક્ત પાંચ વર્ષ માટે ઇન્વેસ્ટ કરવાની ઈચ્છા છે તો તમારા માટે Post Office Monthly Income Scheme બેસ્ટ છે, ધન્યવાદ.
Read More: