Post Office RD Scheme : સામાન્ય રીતે માધ્યમ વર્ગના લોકો અને ખાસ કરીને જોબ કરતા લોકો પૈસા બચત કરવાનું વિચારી રહ્યા હોય છે અને તેઓ એવી જગ્યા એ પૈસા રોકાણ કરવા ઈચ્છે છે જ્યાં અમુક સમય બાદ ગેરંટી સાથે સારું રિટર્ન મળે. એટલા માટે જ આજે અમે તમારા માટે એક જબરદસ્ત સ્કીમ લાવ્યા છે જેમાં તમે મહિને ₹6000 નું રોકાણ કરશો તો તમને ₹4,28,197 નું વળતર મળશે.
ગેરંટી સાથે રિટર્ન માટે બેસ્ટ સ્કીમ | Post Office RD Scheme
- પોસ્ટ ઓફિસ ની આ રિક્રિંગ ડિપોઝિટ સ્કીમમાં તમને સરકાર દ્વારા ગેરંટી સાથે રિટર્ન મળે છે. આ સ્કીમમાં તમે ઓછા માં ઓછા ₹100 થી રોકાણની શરૂઆત કરી શકો છો. આ સ્કીમમાં તમને 6.7% ની ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. આ ઉપરાંત આ સ્કીમમાં તમને ઘણા બધા ફાયદાઓ મળવા પાત્ર થાય છે જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.
Post Office RD Scheme ના ફાયદાઓ
- સૌ પ્રથમ તો આ સ્કીમ દ્વારા તમે ઓછા માં ઓછા ₹100 ની સુવિધા આપવામાં આવે છે.
- આ પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ માં 6.7% નું ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે.
- વ્યાજની ગણતરી દર 3 મહિને કરવામાં આવે છે.
- આ ઉપરાંત જરૂરી નથી કે તમે એકલા જ આ સ્કીમમાં ખાતું ખોલાવી શકો, આ સ્કીમમાં 3 વ્યક્તિ સાથે મળીને પણ જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે.
- મેચ્યોરિટી સમય પહેલા જો તમે આ ખાતામાંથી પૈસા ઉપાડવા ઈચ્છો તો 3 વર્ષ બાદ પૈસા ઉપાડી શકો છો.
- જો અચાનક તમને પૈસા ની જરૂર પડે તો આ સ્કીમમાં તમને લોન ની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે પરંતુ રોકાણ કાર્ય પછીના 3 વર્ષ પછી જ લોન મળવાપાત્ર થાય છે.
- પોસ્ટ ઓફિસ આરડી સ્કીમનો મેચ્યોરોટી સમય 5 વર્ષ છે, પાંચ વર્ષ થતા જ વ્યાજ સહિતના પૈસા તમને મળી જાય છે.
પોસ્ટ ઓફિસ આરડી સ્કીમની શરતો
જો તમે કોઈ કારણો સર આ સ્કીમ માં પૈસા જમાં કરવાનું ભૂલી જાવ છો તો તમને પ્રતિ ₹100 પર એક રૂપિયો દંડ લાગે છે. આ ઉપરાંત જો તમે સતત ચાર મહિના સુધી આ સ્કીમમાં પૈસા જમા નથી કરાવતા તો આ સ્કીમનું ખાતું ઓટોમેટીક બંધ થઈ જશે.
Read More : હવે એટીએમ જેવું આધારકાર્ડ આવ્યું, જલ્દીથી ઘરે બેઠા આવી રીતે ઓનલાઇન ઓર્ડર કરો
₹6000 ના રોકાણ પર કેટલું રિટર્ન મળશે
જો તમે પોસ્ટ ઓફિસ ને આ સ્કીમમાં રેગ્યુલર દર મહિને ₹6,000 નું રોકાણ કરો છો તો તમને 6.7% નું વ્યાજ મળે છે. આવી રીતે પાંચ વર્ષ સુધી ₹6,000 પ્રતિ મહિને જમા કરાવતા તમારી જમાં રાશિ ₹3,60,000 થશે.
આ જમાં રાશિ ₹3,60,000 પર વ્યાજની ગણતરી કરીએ તો ₹68,197 થાય છે એટલે કે પાંચ વર્ષના અંતે તમને ₹4,28,197 નું રિટર્ન મળવા પાત્ર થાય છે.
તો મિત્ર તમને પોસ્ટ ઓફિસ ને આ સ્કીમ પસંદ આવી હોય અને પાંચ સ્કીમમાં તમે પૈસા રોકાણ કરવા ઇચ્છતા હોય તો તમે તમારી નજીકની પોસ્ટ ઓફિસે જઈ આ સ્કીમ વિશેની માહિતી મેળવી આ સ્કીમ માટેનું ખાતું ખોલાવી શકો છો અને પાંચ વર્ષના અંતે સારું એવું રિટર્ન મેળવી શકો છો.
આશા રાખું છું કે તમને આજની આ માહિતી પસંદ આવી હશે જો તમારો કોઈ મિત્ર પોતાના પૈસા બચત કરવા ઈચ્છતો હોય તો તેને આ આર્ટીકલ જરૂરથી શેર કરજો, ધન્યવાદ.