Post Office Scholarship 2024 : ગુજરાતના બધા વિદ્યાર્થીઓને દર મહિને ₹500 શિષ્યવૃત્તિ મળશે, અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે

Post Office Scholarship 2024 : વિદ્યાર્થીઓ માટે એક નવી યોજના અમલમાં આવી છે આ યોજના દ્વારા વિદ્યાર્થીઓને દર મહિને 500 રૂપિયાની સ્કોલરશીપ મળશે. આ યોજનામાં 9 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે. તો જો તમે આ યોજના દ્વારા દર મહિને 500 રૂપિયાની સ્કોલરશીપ મેળવવા ઈચ્છતા હોય તો આ યોજનાની સંપૂર્ણ માહિતી નીચે મુજબ આપેલી છે વાચી લો.

દિન દયાલ સ્પર્શ યોજના | Post Office Scholarship 2024

પૉસ્ટ ઓફિસની આ યોજનાનું નામ છે, દિન દયાલ સ્પર્શ યોજના. આ યોજના દ્વારા સરકારી શાળામાં તેમજ પ્રાઇવેટ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મળવા પાત્ર થશે. આ યોજના હજુ નવી છે તેથી ઘણાં લોકોને આ યોજનાની માહિતી નથી તેથી અમારો પ્રયત્ન છે કે દરેક વિદ્યાર્થી સુધી આ માહિતી પહોંચે અને તેઓ દર મહિને ₹500 ની શિષ્યવૃતિ મેળવે.

પોસ્ટ ઓફિસ સ્કોલરશીપ યોજનાના ફાયદા

આ યોજનામાં સરકારી તેમજ પ્રાઇવેટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ આપવામાં આવે છે તેમજ આ યોજના દ્વારા દર મહિને 500 રૂપિયાની શિષ્યવૃતિ અપાય છે આમ વર્ષે 6000 રૂપિયા શિષ્યવૃત્તિ દ્વારા મળે છે આ ઉપરાંત આ શિષ્યવૃત્તિની રકમ સીધા બેંક એકાઉન્ટમાં જ જમા કરી દેવામાં આવે છે.

આ દિન દયાલ સ્પર્શ યોજનામાં વિદ્યાર્થીની કેટેગરીને ધ્યાનમાં લેવામાં આવતી નથી એટલે કે સરકારી અને પ્રાઇવેટ સ્કુલના દરેક વિદ્યાર્થીઓ આ યોજના દ્વારા શિષ્યવૃતિ મેળવવા માટે ભાગ લઈ શકે છે.

ક્યા વિદ્યાર્થીઓ શિષ્યવૃતિનો લાભ લઈ શકે છે ?

પોસ્ટ ઓફિસની દિન દયાલ સ્પર્શ યોજના દ્વારા સરકારી અને પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ છ થી ધોરણ નવ સુધીના વિદ્યાર્થીઓ આ યોજના દ્વારા મળતી શિષ્યવૃતિમાં ભાગ લઈ શકે છે.

આ ઉપરાંત વિદ્યાર્થી અગાઉ આપેલી પરીક્ષામાં 60 ટકા કે તેથી વધારે ગુણ હોવા જોઈએ ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને આ ટકાવારીમાં 5% ની છૂટછાટ આપવામાં આવે છે.

આ યોજના દ્વારા અરજી કરેલા તમામ વિદ્યાર્થીઓ માટે એક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. આ પરીક્ષામાં પાસ થનાર દરેક વિદ્યાર્થીઓને દર મહિને 500 રૂપિયાની શિષ્યવૃતિ આપવામાં આવશે.

આ પરીક્ષા 50 માર્ક્સની હશે તેમજ આ પરીક્ષામાં પોસ્ટ ઓફિસ ને લગતા પ્રશ્નો, કરંટ અફેર, ઇતિહાસ અને ભૂગોળ વગેરે જેવા વિષયનો સમાવેશ થશે.

પરીક્ષાની તારીખ

9 સપ્ટેમ્બર સુધીમાં જે પણ વિદ્યાર્થીઓએ આ દિન દયાલ સ્પર્શ યોજનામાં ફોર્મ ભર્યા હશે તે તમામ વિદ્યાર્થીઓ માટે 30 સપ્ટેમ્બર 2024 ના રોજ પરીક્ષા નું આયોજન કરવામાં આવશે.

Read More:

પોસ્ટ ઓફિસ સ્કોલરશીપ માટે ફોર્મ કેવી રીતે ભરવું

જે પણ વિદ્યાર્થી આ યોજનાનો ફોર્મ ભરવા ઈચ્છે છે તેઓએ સૌપ્રથમ નજીકની પોસ્ટ ઓફિસમાં જવાનું રહેશે અને ત્યાં આ યોજના માટેનું અરજી ફોર્મ લઈ લેવાનું રહેશે. આ અરજી ફોર્મ માં પૂછવામાં આવેલી દરેક માહિતી ધ્યાનપૂર્વક ભરવાની રહેશે અને જરૂરી તમામ ડોક્યુમેન્ટસ જોડવાના રહેશે.

ફોર્મમાં દરેક વિગત ભરાઈ ગયા બાદ અને ડોક્યુમેન્ટ જોડાઈ ગયા બાદ આ અરજી ફોર્મ ફરી પોસ્ટ ઓફિસ જમા કરાવી દેવાનું રહેશે. હવે પોસ્ટ ઓફિસના કર્મચારી દ્વારા તમારા અરજી ફોર્મની ખરાઈ કરાશે ત્યારબાદ તમારું અરજી ફોર્મ સબમીટ કરી દેવામાં આવશે.

તો ધોરણ છ થી ધોરણ નવ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને આ યોજનામાં ફોર્મ ભરવું જોઈએ અને આ પરીક્ષામાં ભાગ લેવો જોઈએ. પરીક્ષામાં પાસ થશો તો દર મહિને 500 રૂપિયા મળશે અને જો અસફળ થયા તો અનુભવ તો મળશે જ. ધન્યવાદ.

Leave a comment